________________ ~~~~~ ~ ~~~~-~ રાજગૃહનો લેખ. નં. 280 ] (275) , અવલોકન ~ ~~~~~~ ~~~~~~~~~~~~~ હીરવિજ્યસૂરિના પટ્ટધર આચાર્ય વિજ્યસેનને પરમભકત ખંભાત નિવાસી કવિ ઋષભદાસ પણ “હીરસૂરિરાસમાં આ પ્રસંગ માટે ઉપર પ્રમાણે જ વર્ણન આપે છે. મહેપાધ્યાય કલ્યાણવિજ્યના શિષ્ય જયવિજયે સંવત્ 1655 માં કલ્યાણવિજયરાસ રચ્યો છે (આ વખતે કલ્યાણવિજય વિદ્યમાનજ હતા એ ધ્યાનમાં રાખવા લાયક છે), તેમાં પણ આ પ્રતિષ્ઠાકાયની વિસ્તારથી નેધ લેવામાં આવી છે. આ પ્રશસ્તિની રચના કરનાર પ. લાભવિજય ગણિ તે કલ્યાણવિજય ઉપાધ્યાયના એક પ્રમુખ વિદ્વાન શિષ્ય હતા, અને સુપ્રસિદ્ધ જૈન તાર્કિક અને મહાન લેખક યશેવિ ઉપાધ્યાયના ગુરૂપ. ન્યાયવિજયના ગુરૂ હતા.