________________
-
--- ---
--------
~-~-~~-~~-~~-~
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૭) [ ધરાટનો લેખ, ન. ૩૭૮. ~~ ~- ~~- ~-~-~----
તથા, બૈરાટ અને યવન ચંગ (Yuan Chwang) નું પિલી-એ-તે-લે-(Po-li-ye-to_lo.) કે જેને રાજા એ ચીના મુસાફરના કથન મુજબ રિશે (Pei-she ) અગર બસ ( Bais) રાજપુત જાતિને હતા, તે, અને એકજ છે એમ પણ કેટલાકનું માનવું છે. મહમદ ગઝનીને સમકાલીન અલબિરૂની (ઈ. સં.
૩૦-૧૦૩૧) નરાના ( Narann) અથવા બઝનહ (Bazanah) ને ગુજરાતની રાજધાની લખે છે. તેણે વિસ્તારથી આપેલા વર્ણન ઉપરથી એમ જણાય છે કે બૈરાટ રાજધાની નારાયણપુરની સાથે એકતા ધરાવે છે. આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે બૈરાટની આસપાસને પ્રદેશ કઈ વખતે ગુજરાતમાં ગણાતું હશે અને એ વાત અસંભવિત પણ નથી, કારણ કે એક વખતે આ પ્રદેશ ગુર્જર-પ્રતીહારના, તથા પાછળથી બડગુજર, કે જેમની સંખ્યા હાલમાં પણ ત્યાં ઘણું જોવામાં આવે છે તેમના, તાબામાં હતે.
પુરાણ વસ્તુ શેધકને જોવા લાયક એવી ત્રણ વસ્તુઓ અહિ જણાય છે–(૧) પાર્શ્વનાથનું મંદિર, (૨) બીજક પહાડ, અને (૩) ભીમકી ડુંગરી. પાશ્વનાથનું મંદિર હાલમાં દિગંબર જૈનો, કે જેમને ઉત્તર રાજપુતાનામાં “સરાવગી” કહેવામાં આવે છે, તેમની સ્વાધીનતામાં છે. પરંતુ એ નિવિવાદ રીતે કહી શકાય છે કે મૂળ એ મંદિર તાંબરની માલિકીનું હતું. દેવાલયની નજીક કંપાઉડની ભારતમાં એક લેખવાળી શિલા જડેલી છે તેના અવેલેકનથી આ કથન સત્ય કરે છે. એ લેખની મિતિ શક સંવત ૧૫૦–ઈ. સ. ૧૫૮૭ ની છે. તે વખતે અકબર બાદશાહ રાજ્ય કરતા હતા અને હીરવિજયસૂરિ આચાર્ય હતા. અકબરે બૈરાટમાં ઈદ્રરાજ નામને એક અધિકારી ની હતું જેના તાબામાં બૈરાટને કંગ એટલે જંગલે
* “ કંગ” ને અર્થ અહિં લેખકે “ જંગલ” ( Forest) કર્યો છે તે વિચિત્ર લાગે છે. “કંગ” ને પ્રસિદ્ધ અર્થ તો “પુર= ગર” થાય છે અને તેજ અહિં બંધ બેસતો લાગે છે.--સંગ્રાહક
૬૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org