Page #1
--------------------------------------------------------------------------
________________ 755 શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખોએ સંવત 1953 ૐ નમઃ શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખોએ આકુલવ્યાકુલ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ ? એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તોપણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુ:ખ મટાડવાનું પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હોય છતાં તે દુઃખ ન મટવાથી દુ:ખ મટાડવા ઇચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે, અથવા થયા કરે છે કે આવું શું કારણ ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઇચ્છિત નહીં છતાં, સ્વપ્નય પણ તેના પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહીં છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે જે પ્રયત્નો કરું છું તે તે બધાં નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ ? શું એ દુઃખ કોઈને મટતું જ નહીં હોય ? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે ? શું કોઈ એક જગતકર્તા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે ? એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મનસહિત દેહધારી છે તે કર્યા કરે છે, અને જે જીવો મનરહિત છે તે અવ્યક્તપણે દુઃખનો અનુભવ કરે છે, અને અવ્યક્તપણે તે દુ:ખ મટે એવી ઇચ્છા રાખ્યા કરે છે. આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો, અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધનાદિ મળવાથી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈ અસર ઉપજાવી શકતું ન હોત તો દુ:ખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ જીવોનું સફળ થાત, પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયું કે, દુઃખ મટવા માટે બીજો જ ઉપાય હોવો જોઈએ; આ જે કરવામાં આવે છે તે ઉપાય
Page #2
--------------------------------------------------------------------------
________________ અયથાર્થ છે, અને બધો શ્રમ વૃથા છે, માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે; નહીં તો નહીં જ મટે. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊડ્યા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. ધર્મથી દુ:ખ મટે’ એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા; અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામોને પામ્યા. દુઃખનાં મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. દુ:ખ શું છે ? તેનાં મૂળ કારણો શું છે ? અને તે શાથી મટી શકે ? તે સંબંધી જિનો એટલે વીતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ : હવે, તે યથાર્થ છે કે કેમ ? તેનું અવલોકન કરીએ છીએ : જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ ‘સમ્યકમોક્ષ'. સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્રમાં સમ્યકદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જોકે સમ્યકજ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તોપણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે, અને ક્રમે કરીને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યફસ્વભાવને પામે છે એ સમ્યક્દર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમયકદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યકચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યકજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગકૃત અને તે શ્રુતતત્ત્વોપદેષ્ટા મહાત્મા છે. વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરુણાશીળ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. મહદ્દભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે, -
Page #3
--------------------------------------------------------------------------
________________ तहा रुवाणं समणाणं તે શ્રમણમહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છે : અત્યંતરદશાનાં ચિહ્નો તે મહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણથી નિર્મીત કરી શકાય; જોકે પ્રવૃત્તિલક્ષણ કરતાં અત્યંતરદશા વિષેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષને તેવી અત્યંતરદશાની પરીક્ષા આવે છે. એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર ? ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણનો યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે ? એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે: એવા મહાત્માપુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે; તો આવા દુ:ખમુખ્ય કાળમાં તેમ હોય એમાં કંઈ કહેવું રહેતું નથી. કહ્યું છે કે, - યદ્યપિ તેવા મહાત્માપુરુષનો ક્વચિત્ યોગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્તમાત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્માપુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય ? સારા દેશકાળમાં પણ ક્વચિત્ તેવા મહાત્માનો યોગ બની આવે છે, કેમકે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુરુષોનો નિત્ય સંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુઃખ ક્ષય કરવાનાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે ? તેનો માર્ગ આ પ્રમાણે ભગવાન જિને અવલોક્યો છેઃ નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ, અને તે માટે બાહ્યાભ્યતર પરિગ્રહાદિ ત્યાગ જ યોગ્ય છે. જેઓ સર્વથા તેનો ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશત્યાગપૂર્વક કરવું યોગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્ય છે : તે મહાત્માપુરુષના ગુણાતિશયપણાથી, સમ્યફચરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભસ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદ્રશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે, જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ
Page #4
--------------------------------------------------------------------------
________________ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દ્રષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્મા ઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને વીતરાગધ્રુત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહપુરુષોએ એક સ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે. તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વીતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્માપુરુષો નિરંતર ધ્યાન કરે છે, અને તે પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતીતિથી અનુભવે છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્વ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને તદાશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ બીજાં અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. આ પ્રમાણે દ્વાદશાંગનાં નામ છે : (1) આચારાંગ, (2) સૂત્રકૃતાંગ, (3) સ્થાનાંગ, (4) સમવાયાંગ, (5) ભગવતી, (6) જ્ઞાતાધર્મકથાંગ, (7) ઉપાસકદશાંગ, (8) અંતકૃતદશાંગ, (9) અનુત્તરૌપપાતિક, (10) પ્રશ્નવ્યાકરણ, (11) વિપાક અને (12) દ્રષ્ટિવાદ. તેમાં આ પ્રમાણે નિરૂપણ છે : કાળદોષથી ઘણાં સ્થળો તેમાંથી વિસર્જન થઈ ગયાં, અને માત્ર અલ્પ સ્થળો રહ્યાં. જે અલ્પ સ્થળો રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતામ્બર આચાર્યો કહે છે. દિગંબરો તેમાં અનુમત નહીં થતાં એમ કહે છે કે, વિસંવાદ કે મતાગ્રહની દ્રષ્ટિએ તેમાં બન્ને કેવળ ભિન્ન ભિન્ન માર્ગની પેઠે જોવામાં આવે છે. દીર્ઘદ્રષ્ટિએ જોતાં તેનાં જુદાં જ કારણો જોવામાં આવે છે. ગમે તેમ હો, પણ આ પ્રમાણે બન્ને બહુ નજીકમાં આવી જાય છેઃ વિવાદનાં ઘણાં સ્થળો તો અપ્રયોજન જેવાં છે; પ્રયોજન જેવાં છે તે પણ પરોક્ષ છે. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે. હવે, આ પ્રસ્તાવના અત્રે સંક્ષેપીએ છીએ; અને જે મહાત્માપુરુષે - આ પ્રમાણે સુપ્રતીત થાય તો हिंसा रहिए धम्मे / अट्ठारस दोस विवज्जिए देवे // निग्गंथे पवयणे / सद्दहणं होई सम्मत्तं / / 1 / / તથા જીવને મોક્ષમાર્ગ છે, નહીં તો ઉન્માર્ગ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________ સર્વ દુઃખનો ક્ષય કરનારો એક પરમ સદુપાય, સર્વ જીવને હિતકારી, સર્વ દુ:ખના ક્ષયનો, એક આત્યંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે. ‘સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે : આત્મા શું ? કર્મ શું? તેનો કર્તા કોણ? તેનું ઉપાદાન કોણ ? નિમિત્ત કોણ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિમાણમાં તે બાંધી શકે ? એ આદિ ભાવોનું સ્વરૂપ જેવું નિર્ગથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી. [અપૂર્ણ