SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અયથાર્થ છે, અને બધો શ્રમ વૃથા છે, માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે; નહીં તો નહીં જ મટે. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊડ્યા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. ધર્મથી દુ:ખ મટે’ એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા; અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામોને પામ્યા. દુઃખનાં મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. દુ:ખ શું છે ? તેનાં મૂળ કારણો શું છે ? અને તે શાથી મટી શકે ? તે સંબંધી જિનો એટલે વીતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ : હવે, તે યથાર્થ છે કે કેમ ? તેનું અવલોકન કરીએ છીએ : જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ ‘સમ્યકમોક્ષ'. સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્રમાં સમ્યકદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જોકે સમ્યકજ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તોપણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે, અને ક્રમે કરીને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યફસ્વભાવને પામે છે એ સમ્યક્દર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમયકદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યકચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યકજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગકૃત અને તે શ્રુતતત્ત્વોપદેષ્ટા મહાત્મા છે. વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરુણાશીળ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. મહદ્દભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે, -
SR No.330881
Book TitleVachanamrut 0755
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy