________________ तहा रुवाणं समणाणं તે શ્રમણમહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છે : અત્યંતરદશાનાં ચિહ્નો તે મહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણથી નિર્મીત કરી શકાય; જોકે પ્રવૃત્તિલક્ષણ કરતાં અત્યંતરદશા વિષેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષને તેવી અત્યંતરદશાની પરીક્ષા આવે છે. એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર ? ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણનો યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે ? એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે: એવા મહાત્માપુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે; તો આવા દુ:ખમુખ્ય કાળમાં તેમ હોય એમાં કંઈ કહેવું રહેતું નથી. કહ્યું છે કે, - યદ્યપિ તેવા મહાત્માપુરુષનો ક્વચિત્ યોગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્તમાત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્માપુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય ? સારા દેશકાળમાં પણ ક્વચિત્ તેવા મહાત્માનો યોગ બની આવે છે, કેમકે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુરુષોનો નિત્ય સંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુઃખ ક્ષય કરવાનાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે ? તેનો માર્ગ આ પ્રમાણે ભગવાન જિને અવલોક્યો છેઃ નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ, અને તે માટે બાહ્યાભ્યતર પરિગ્રહાદિ ત્યાગ જ યોગ્ય છે. જેઓ સર્વથા તેનો ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશત્યાગપૂર્વક કરવું યોગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્ય છે : તે મહાત્માપુરુષના ગુણાતિશયપણાથી, સમ્યફચરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભસ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદ્રશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે, જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ