Book Title: Vachanamrut 0060
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330180/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 60 (1) સંયતિ ધર્મ: પ્રથમ જ્ઞાન અને પછી દયા - યત્ના, સંયમ, સંવર, નિર્જરા, કેવળજ્ઞાન, મોક્ષ (2) પંચ મહાવ્રતાદિ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એક વખત આહાર - રાત્રિભોજનનો ત્યાગ - છકાય જીવની રક્ષા વૈશાખ, 1945 (1). સંયતિ ધર્મ અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. 2. અયત્નાથી ઊભા રહેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. 1. અયત્નાથી શયન પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી આહાર લેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. 6. કેમ ચાલે ? કેમ ઊભો રહે? કેમ બેસે ? કેમ શયન કરે ? કેમ આહાર લે ? કેમ બોલે ? તો પાપકર્મ ન બાંધે ? 7. યત્નાથી ચાલે; યત્નાથી ઊભો રહે; યત્નાથી બેસે; યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે; યત્નાથી બોલે; તો પાપકર્મ ન બાંધે. 8. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ, આસવ નિરોધથી આત્માને દમે, તો પાપકર્મ ન બાંધે. 9. પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં) કરે, કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી ? 10. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ, બન્નેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય, તે સમાચરવું જોઈએ. 14. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતો નથી, કે તે બન્નેનાં તત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ? 12. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમજ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. Page #2 -------------------------------------------------------------------------- ________________ 13. જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે. 14. જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે 15. જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે ત્યારે, મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઇચ્છાથી નિવૃત્ત થાય. 16. જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. 14. જ્યારે બાહ્યાભ્યતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય-ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. 18. જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે, અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. 19. જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. 20. અબોધિ, કલષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વ-જ્ઞાની થાય અને સર્વ-દર્શનવાળો થાય. 24. જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નીરાગી થઈને તે કેવળી લોકાલોકનું સ્વરૂપ જાણે. 22. નીરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય. 23. જ્યારે યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. (દશવૈકાલિક, અધ્યયન 4, ગાથા 1 થી 24) (2) 1. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. 2. જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતાં હણવાં નહીં, તેમજ હણાવવાં નહીં 3. સર્વ જીવો જીવિતને ઇચ્છે છે, મરણને ઇચ્છતા નથી; એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગથે તજવો. 1 અઢાર સંયમ સ્થાનમાં. Page #3 -------------------------------------------------------------------------- ________________ 4. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં. 5. મૃષાવાદને સર્વ સપુરુષોએ નિષેધ્યો છે,- પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. સચિત કે અચિત- થોડો કે ઘણો, તે એટલા સુધી કે, દંતશોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લેવો નહીં. 7. પોતે અયાચ્યું લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવવું નહીં, તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં. - જે સંયતિ પુરુષો છે તે એમ કરે છે. મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. 9. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેનો નિગ્રંથ ત્યાગ કરવો. 10. સિંધાલૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ, એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે તે રાત્રિવાસ રાખે નહીં. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઈ પદાર્થ રાખવા ઇચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ. 12. જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો ત્યાગે. 13. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે છે તેને પરિગ્રહ ન કહેવો. એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે; પણ મૂછને પરિગ્રહ કહેવો, એમ પૂર્વમહર્ષિઓ કહે છે. 14. તત્ત્વજ્ઞાનને પામેલાં મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારો નથી, એ ઉપયોગમાં જ રહે.) 15. આશ્ચર્ય ! - નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વત્તે વખાણ્યો એવા સંયમને અવિરોધક ઉપજીવનરૂપ એક વખતનો આહાર લેવો. 16. ત્રસ અને સ્થાવર જીવો, - સ્થૂલ તેમ સૂક્ષ્મ જાતિના - રાત્રિએ દેખાતા નથી માટે, તે વેળા આહાર કેમ કરે ? 17. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે, દિનને વિષે નિષેધ્યું છે, તો રાત્રિએ તો ભિક્ષાએ ક્યાંથી જઈ શકે ? Page #4 -------------------------------------------------------------------------- ________________ 18. એ હિંસાદિક દોષો દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેશયું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિર્ણયો ભોગવે નહીં. 19. પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં, કરાવે નહીં, કરતાં અનુમોદન આપે નહીં. 20. પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં વિવિધ ત્રસ પ્રાણીઓ હણાય, 21. તે માટે, એમ જાણીને, દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દોષને આયુષ્યપર્યત ત્યાગવો. 22, જળકાયની મન, વચન અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. 23. જળકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં ત્રસ જાતિનાં વિવિધ પ્રાણીઓની હિંસા થાય 24. તે માટે, એવું જાણીને, જળકાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે તેથી, આયુષ્યપર્યત ત્યાગવો. 25. મુનિ અગ્નિકાયને ઇચ્છે નહીં, સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. 26. 26. પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર-એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે. 27. પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એવો છે, એમ સંદેહરહિત માને, અને એમ છે તેથી, દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. 28. તે કારણથી દુર્ગતિદોષને વધારનાર એવો અનિકાયનો સમારંભ મુનિ આયુષ્યપર્યત કરે નહીં. | (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન 6, ગાથા 9 થી 36)