SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ 13. જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે. 14. જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે 15. જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે ત્યારે, મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઇચ્છાથી નિવૃત્ત થાય. 16. જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. 14. જ્યારે બાહ્યાભ્યતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય-ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. 18. જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે, અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. 19. જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. 20. અબોધિ, કલષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વ-જ્ઞાની થાય અને સર્વ-દર્શનવાળો થાય. 24. જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નીરાગી થઈને તે કેવળી લોકાલોકનું સ્વરૂપ જાણે. 22. નીરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય. 23. જ્યારે યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. (દશવૈકાલિક, અધ્યયન 4, ગાથા 1 થી 24) (2) 1. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. 2. જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતાં હણવાં નહીં, તેમજ હણાવવાં નહીં 3. સર્વ જીવો જીવિતને ઇચ્છે છે, મરણને ઇચ્છતા નથી; એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગથે તજવો. 1 અઢાર સંયમ સ્થાનમાં.
SR No.330180
Book TitleVachanamrut 0060
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy