________________ 4. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં. 5. મૃષાવાદને સર્વ સપુરુષોએ નિષેધ્યો છે,- પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. સચિત કે અચિત- થોડો કે ઘણો, તે એટલા સુધી કે, દંતશોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લેવો નહીં. 7. પોતે અયાચ્યું લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવવું નહીં, તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં. - જે સંયતિ પુરુષો છે તે એમ કરે છે. મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. 9. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેનો નિગ્રંથ ત્યાગ કરવો. 10. સિંધાલૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ, એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે તે રાત્રિવાસ રાખે નહીં. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઈ પદાર્થ રાખવા ઇચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ. 12. જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો ત્યાગે. 13. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે છે તેને પરિગ્રહ ન કહેવો. એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે; પણ મૂછને પરિગ્રહ કહેવો, એમ પૂર્વમહર્ષિઓ કહે છે. 14. તત્ત્વજ્ઞાનને પામેલાં મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારો નથી, એ ઉપયોગમાં જ રહે.) 15. આશ્ચર્ય ! - નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વત્તે વખાણ્યો એવા સંયમને અવિરોધક ઉપજીવનરૂપ એક વખતનો આહાર લેવો. 16. ત્રસ અને સ્થાવર જીવો, - સ્થૂલ તેમ સૂક્ષ્મ જાતિના - રાત્રિએ દેખાતા નથી માટે, તે વેળા આહાર કેમ કરે ? 17. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે, દિનને વિષે નિષેધ્યું છે, તો રાત્રિએ તો ભિક્ષાએ ક્યાંથી જઈ શકે ?