________________ 18. એ હિંસાદિક દોષો દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેશયું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિર્ણયો ભોગવે નહીં. 19. પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં, કરાવે નહીં, કરતાં અનુમોદન આપે નહીં. 20. પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં વિવિધ ત્રસ પ્રાણીઓ હણાય, 21. તે માટે, એમ જાણીને, દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દોષને આયુષ્યપર્યત ત્યાગવો. 22, જળકાયની મન, વચન અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. 23. જળકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં ત્રસ જાતિનાં વિવિધ પ્રાણીઓની હિંસા થાય 24. તે માટે, એવું જાણીને, જળકાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે તેથી, આયુષ્યપર્યત ત્યાગવો. 25. મુનિ અગ્નિકાયને ઇચ્છે નહીં, સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. 26. 26. પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર-એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે. 27. પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એવો છે, એમ સંદેહરહિત માને, અને એમ છે તેથી, દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. 28. તે કારણથી દુર્ગતિદોષને વધારનાર એવો અનિકાયનો સમારંભ મુનિ આયુષ્યપર્યત કરે નહીં. | (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન 6, ગાથા 9 થી 36)