Page #1
--------------------------------------------------------------------------
________________ 2 પુષ્પમાળા 1. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. 2. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. 4. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. 5. સફળજન્ય એક્ટ બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. 6. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.. 7. જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડઃ (1) 1 પ્રહર ભક્તિકર્તવ્ય. (2) 1 પ્રહર ધર્મકર્તવ્ય. (3) 1 પ્રહર આહારપ્રયોજન. (4) 1 પ્રહર વિદ્યાપ્રયોજન. (5) 2 પ્રહર નિદ્રા. (6) 2 પ્રહર સંસારપ્રયોજન. 8 પ્રહર 8. જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. 9. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે (1) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી ? (2) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી ? (3) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી ? (4) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે ? 10. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્વની આશંકા હોય તો નીચે કહું છું; 11. સર્વ પ્રાણીમાં સમ દ્રષ્ટિ.
Page #2
--------------------------------------------------------------------------
________________ 12. કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. 13. કિંવા સત્પરુષો જે રસ્તે ચાલ્યા તે. 14. મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. 15. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. 16. ગમે તેટલો પરતંત્ર હો તોપણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે 17. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. 18. તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. 19. રાજા હો કે રંક હો-ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. 20. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ? 21. પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલો પરૂણો છે. 22. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. 23. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. 24. ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. 25. જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. 26. જો તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. 27. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. 28. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. 29. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર;- દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. 30. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર.
Page #3
--------------------------------------------------------------------------
________________ 31. જો તું કૃપણ હોય તો, 32. જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. 33. ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. 34. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. 35. પગ મૂક્તાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. 36. અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તોપણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. 38. ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. 39. અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. 40. દા. દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. 41. દુ:ખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. 42. ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. 43. કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. 44. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. 45. તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. 46. તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાથે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. 47. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઈ ભગવદભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. 48. સંસારપ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકશે.
Page #4
--------------------------------------------------------------------------
________________ 49. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકશે. 50, ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. 51. જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. 52. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. 53. પવિત્રતાનું મૂળ સદાચાર છે. 54. મન દોરંગી થઈ જતું જાળવવાને, - 55. વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. 56. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું એમ આજે વિચારજે. 57. તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો, - 58. આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. 59. જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સશાસ્ત્રનો લાભ લઈ લેજે. 60. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. 61. ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. 62. તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. 63. મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકશે. 64. બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. 65. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. 66. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. 67. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે.
Page #5
--------------------------------------------------------------------------
________________ 68. કોઈ પ્રકારની નિષ્પાપી ગમત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. 69. સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. 70. અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. 71. વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સતપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. 72. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. 73. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય (1) આરોગ્યતા. (2) મહત્તા. (3) પવિત્રતા (4) ફરજ. 74. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજ. 75. કરજ એ નીચ રજ (ક+રજ) છે; (1) કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકશે. 76. દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા. 77. સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. 78. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. 79. જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકશે. 80. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. 81. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આo - 82. આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. 83. સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. 84. આજનો દિવસ સોનેરી છે,પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સપુરુષોએ કહ્યું છે, માટે માન્ય કર. (1) કરજ (કર જ ) 85. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે.
Page #6
--------------------------------------------------------------------------
________________ 86. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. 87. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર.-(0) નવીન વ્યસન કરતાં અટક. 88. દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. 89. આજે કેટલા સપુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું ? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. 90. આજે તે ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. 91. શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. 92. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરૂનું, વિદ્વાનનું, સપુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. 93. જેને ઘેર આ દિવસ ફ્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. 94. કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. 95. એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. 96. એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદ્રષ્ટિની રેખા છે. 97. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. 98. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા-નિરુપયોગી પણ, 99. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેનું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. 100, આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે, - 101. અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં.-મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરુ રહેજે. 102. સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ છે, પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. 103. બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ 104. સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું. 105. બહુમાન, નમભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો. 106. સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. 107. આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. 108. લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું ?