________________ 49. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકશે. 50, ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. 51. જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. 52. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. 53. પવિત્રતાનું મૂળ સદાચાર છે. 54. મન દોરંગી થઈ જતું જાળવવાને, - 55. વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. 56. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું એમ આજે વિચારજે. 57. તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો, - 58. આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. 59. જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સશાસ્ત્રનો લાભ લઈ લેજે. 60. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. 61. ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. 62. તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. 63. મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકશે. 64. બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. 65. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. 66. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. 67. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે.