Book Title: Vachanamrut 0002 Pushap Mala Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 2 પુષ્પમાળા 1. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. 2. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. 4. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. 5. સફળજન્ય એક્ટ બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. 6. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.. 7. જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડઃ (1) 1 પ્રહર ભક્તિકર્તવ્ય. (2) 1 પ્રહર ધર્મકર્તવ્ય. (3) 1 પ્રહર આહારપ્રયોજન. (4) 1 પ્રહર વિદ્યાપ્રયોજન. (5) 2 પ્રહર નિદ્રા. (6) 2 પ્રહર સંસારપ્રયોજન. 8 પ્રહર 8. જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. 9. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે (1) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી ? (2) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી ? (3) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી ? (4) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે ? 10. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્વની આશંકા હોય તો નીચે કહું છું; 11. સર્વ પ્રાણીમાં સમ દ્રષ્ટિ.Page Navigation
1