________________ 68. કોઈ પ્રકારની નિષ્પાપી ગમત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. 69. સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. 70. અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. 71. વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સતપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. 72. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. 73. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય (1) આરોગ્યતા. (2) મહત્તા. (3) પવિત્રતા (4) ફરજ. 74. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજ. 75. કરજ એ નીચ રજ (ક+રજ) છે; (1) કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકશે. 76. દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા. 77. સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. 78. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. 79. જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકશે. 80. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. 81. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આo - 82. આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. 83. સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. 84. આજનો દિવસ સોનેરી છે,પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સપુરુષોએ કહ્યું છે, માટે માન્ય કર. (1) કરજ (કર જ ) 85. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે.