________________ 86. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. 87. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર.-(0) નવીન વ્યસન કરતાં અટક. 88. દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. 89. આજે કેટલા સપુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું ? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. 90. આજે તે ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. 91. શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. 92. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરૂનું, વિદ્વાનનું, સપુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. 93. જેને ઘેર આ દિવસ ફ્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. 94. કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. 95. એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. 96. એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદ્રષ્ટિની રેખા છે. 97. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. 98. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા-નિરુપયોગી પણ, 99. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેનું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. 100, આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે, - 101. અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં.-મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરુ રહેજે. 102. સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ છે, પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. 103. બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે.