Book Title: Tejasvi Tarak Acharya Narendradevji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249298/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી [૨૬] ' 3 જૈન પત્રના જે વાચક કેળવણી, રાષ્ટ્રીયતા અને વિદ્યોપાસનાના દૈવશાળ ક્ષેત્રથી સાવ દૂર હશે તે જ આચાર્યશ્રી નરેન્દ્રદેવજીનુ નામ અને કામ જાણતા ન હોય એમ કહીએ તે! તે યાગ્ય જ ગણાશે. આચા શ્રીને સ્વર્ગાવાસ તેમના વતનથી બહુ દૂર દક્ષિણ ભારતમાં થયેા. એના સમાચાર વીજળી વેગે ક્ષણમાત્રમાં સર્વત્ર પહેોંચી ગયા. જેણે જેણે એ સમાચાર સાંભળ્યા અને જે તેમને થોડે ઘણે અંશે જાણતા અને ખાસ કરીને જે તેમના કાર્ય અને વ્યક્તિત્વથી પ્રત્યક્ષ પરિચિત હતા તે બધાએ એ સમાચારથી એવે ઊંડા આંચકા અનુભવ્યા છે કે જે નિકટના સ્વજનના વિયેગથી પણ ભાગ્યે જ અનુભવાય. હું મારી વાત કહું તેમ કહી શકું કે એમના મૃત્યુસમાચારથી હુ ક્ષણુભર અવાક્ અને આભા બની ગયા. આજે દેશભરનાં તમામ છાપાંએમાં અને સાનિક સ્થળેામાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પા રહી છે. રાષ્ટ્રપતિ, શ્રી નહેરુ વગેરે તમામ રાષ્ટ્રપુરુષો અને વિદ્વાને ઊંડા આઘાત અનુભવી રહ્યા છે. જે જન્મે છે તે મરે છે. આચાર્યશ્રીનુ મૃત્યુ એ જ નિયમને આધીન છે, તો એ સૌમાં આવે આધાત પેદા કેમ કરે છે?-એ સવાલ છે. એના ઉત્તર તેમની વિશાળ માનવતા અને કારકિર્દી - માંથી મળી રહે છે. આ સ્થળે એમના સીધા પરિચયમાંથી કેટલાંક સ્મરણા નોંધુ’ તે! એમના વ્યક્તિત્વને કાંઈક ખ્યાલ વાંચકાને આવી શકરો. આચાર્ય શ્રી વકીલાત કરતા. ગાંધીજીની હાકલે જેમ બીજા અનેક વિશિષ્ટ પુરુષાને સ્વાતંત્ર્યના જંગમાં આકર્ષ્યા તેમ આચાર્યશ્રીને પણ ખેચ્યા. એમણે બધે જ ખાનગી વ્યવસાય તજી દેશ અને કેળવણી માટે લેખ લીધા. કાશી વિદ્યાપીઠ, જે રાષ્ટ્રીય સ્વાત ંત્ર્યયુદ્ધનું એક ફળ છે તેમાં એ જોડાયા. તે જેમ અધ્યાપક હતા તેમ વક્તા અને લેખક પણ. હું' પહેલવહેલાં એમના હિંદી ‘સ્વા માસિકમાં અને બીજા પત્રામાં પ્રસિદ્ધ થતાં લખાણાથી પરિચિત થયા. તેએ તત્ત્વજ્ઞાન વિશે, ખાસ કરીને બૌદ્ધ પરપરાને આશ્રયી લખતા. તેઓ શ્રી રાહુલ સાંકૃત્યાયનને દેશવિદેશની 2 Page #2 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાય શ્ર] નરેન્દ્રદેવજી [ ૧૭૯ " વિદ્યાયાત્રામાં બધી રીતે પ્રેત્સાહન આપતા, પણ તેએ શુષ્ક તત્ત્વજ્ઞ ન હતા. તે અર્થશાસ્ત્રના અભ્યાસી હતા. એમ યાદ આવે છે કે આર્થિક કાઈ સમસ્યા પરત્વે એમના હિંદી લેખ મેં સાંભળેલા ને હુ વિશેષ મુગ્ધ બની ગયેલા. દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં એક સ ંમેલનમાં તેઓ પધાર્યાં હતા. કાકાસાહેબે તેમનુ એળખાણ આપતાં એ કહ્યાનુ યાદ છે કે આચાર્યજીની આળખાણ માટે એમની · સ્વાર્થ' માસિકમાં લખેલી આર્થિક સમસ્યા ઉપરની નેધ જ પૂરતી છે. આ વખતે હું ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં અને વિદ્યાપીઠમાં જ હતા, એમની સાથે પ્રત્યક્ષ સપર્ક સધાયા. તેઓ ગુજરાતી ત્રૈમાસિક ‘પુરાતત્ત્વ ’માં છપાતા મારા લેખો વાંચતા હશે એ તે મારી કલ્પનામાંય ન હતું, પણ જ્યારે એ જાણ્યું ત્યારે તેમની સોાધક મુદ્ધિ પ્રત્યે વિશેષ આદર ઉપજ્યેા. આ આદરને લીધે વધારે પ્રત્યક્ષ સંસĆમાં આવવાની દૃષ્ટિએ હું કલકત્તાથી પાછા ફરતાં પહેલી જ વાર કાશી વિદ્યાપીઠમાં તેમના મહેમાન થયા, જ્યારે સાથે જમવા બેઠા ત્યારે ત્યાંનુ અધ્યાપકમ’ડળ, વિદ્યાર્થી મંડળ અને ભોજનની સાદગી ઇત્યાદિ વાતાવરણ જોઈ મને એક ઋષિ-આશ્રમના અનુભવ થયો. રહ્યો ત્યાં લગી માત્ર વિદ્યા અને સાધનની જ ચર્ચા. એમણે એ પણ કહ્યુ કે અમે ત્રૈમાસિક ગુજ રાતી ‘પુરાતત્ત્વ ’ની જેમ એક સાધનપત્ર પણુ કાઢવા વિચારીએ છીએ. ઇત્યાદિ. અધ્યાપક ધર્માન્ત કૌશાંબીજી આચાર્યજીની ઉદારતા અને નિખાલસતાને લીધે એટલા બધા આકર્ષાયેલા કે જ્યારે અમદાવાદ અને મુંબઈ છોડ્યું ત્યારે એમણે કાશી વિદ્યાપીડમાં રહેવાનું પસંદ કર્યું. * ૧૯૩૪ના લગભગ સપ્ટેબર માસમાં એક પ્રસંગ આવતાં મે’ કાશી વિદ્યાપીડમાં આચાર્ય ને ત્યાં રાતવાસે રહેવાનુ નક્કી કર્યું. તેમને જાણ કરી જ્યારે તેમના મકાને હુઇ ગયા ત્યારે સાંજ હતી. એમણે જમવા, સૂવા આદિની વ્યવસ્થા તે કરી જ, પણ ચર્ચા-વિચારણામાં એટલા બધા સમય આપ્યું! કે હું તેમના સદ્ગજ વિદ્યાપ્રેમ અને સૌજન્યથી જિતાઈ ગયા. એક વાર પરણના પ્રસંગ આવ્યો. હિન્દુ યુનિવર્સિટીના જૈન વિદ્યાર્થીઓએ આપમેળે અમદાવાદ–મુબઈની પેઠે વ્યાખ્યાનમાળા ચલાવવા કરાવ્યું” કાને કાને આમત્રવા એ પ્રશ્ન મારી સામે હતા. જેમ બાબુ શ્રીપ્રકાશજી (મદ્રાસના અત્યારના ગવર્નર)ને આમંત્ર્યા તૈન આચાર્યને પણ. આચાર્યજીએ નાદુરસ્ત તબિયતે પણ આવીને હિંદીમાં એક ભાષણ આપ્યું. ઘણું કરી એ વિષય હતા. સમાજવાદ યા સામ્યવાદ. એનણે ઐતિહાસિક દષ્ટિએ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] વિષયની એટલી બધી છણાવટપૂર્વક સ્પષ્ટ ચર્ચા કરી કે અનુભવવા લાગ્યા. એ વખતે હૈં. આનન્દશંકર ધ્રુવજી હતા. આમ એમને પરિચય વધારે ઊડેા ચતા ચાલ્યા. આચાય જ્યારે પ્રસંગ આવતા ત્યારે જેલના મહેમાન થતા. ‘ ભારત ડે' ની ગર્જના થઈ અને જેલા ભરાવા લાગી. આચાર્યજી કાંઈ પાછા ઘેાડા જ રહે? પણ જેલમાં તેઓ જતા ત્યારે એક ઉગ્ર તપ કરતા. એમનું તપ એટલે નવુ નવુ અધ્યયન અને લેખન. એક વાર મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં હું બેઠેલ, શ્રી એન. સી. મહેતા હતા; ત્યાં તે આચાર્યજી અચાનક આવી પહોંચ્યા. હું એમના ક્રમના વ્યાધિ વિશે અને જેલમાં ક્રમ રહ્યું એ વિશે પૂછું તે પહેલાં તા એમણે જેલમાં પાતે કરેલ સાધનાની વાત કાઢો. મને કહે કે વસુબન્ધુના અભિધ કાશ ' નું મારું ભાષાન્તર કરવું હતું. પહેલાં તા હું જેલમાં ફ્રેન્ચ શીખ્યા. ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજી અને હિંદી તરજૂમા કર્યાં. હું કરી સાથે લાવેલ. એ હિંદી તરજૂમાની મેાટી મેટી દળદાર કાપી મને બતાવી. એમની આ સાધના સાંભળી હું તો એક થઈ ગયા. જ્યારે આચા આવી દાર્શનિક અને ખીજી વિદ્યાની ઉપાસના કરતા ત્યારે પણ એમનું વ્યવહારુ રાજકારણ ચાલતું જ હોય. પણ એમની વિશેષતા એ હતી કે તેઓ રાજકારણી જાહાણાથી અલિપ્ત હતા. " દન અને ચિતન શ્રોતાએ ધન્યતા પણ કાશીમાં જ આચાર્યજી લખનૌ યુનિવર્સિટીમાં ઉ-ળપતિ હતા. ત્યાં એરિઅન્ટલ કોન્ફરન્સ ભરાઈ. લખનૌ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં જ અમારા ઉતારા. અનેક જવાબદારીએ અને નાદુરસ્ત તબિયત, છતાં મારા જેવા સાધારણ માણસને આમ કાંઈક જતાં-આવતાં જોઈ લે તો પકડી પાડે, એક વાર તે પોતાના મકાને લઈ ગયા અને અનેક હિંદુ-મુસલમાન સાક્ષરગૃહસ્થા સાથે પરિચય પણ કરાવ્યે. વિદાય થતી વખતે અમને કહે કે હું તમારી બધાની ખબર લઈ શકયો નથી. ત્યાં મહેમાન માટે વ્યવસ્થા તા એટલી બધી સારી હતી કે અમે એવી ધારણા પણ નહિ રાખેલી, પણુ હવે પરિચયને છેલ્લા અધ્યાય આવે છે. ܐ હું વૈશાલીથી પાછે ફ્રી કાશીમાં આવી રહ્યો. સખત ઉનાળા હતા. આચાર્યજી તે વખતે હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુળતિ. આમ તો બધા જ ઉપકુળપતિ દુર્દર્શન અને દુઃસમાગમ હાય છે, પણ આચાર્યંજી વિશે દરેક એમ જ માનતું કે એમને મળવુ એ તેા ઘરની વાત છે. એ હતા Page #4 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી '(181 અજાતશત્રુ અને ફકીરી વૃત્તિના વિદ્યા–તપસ્વી. એમને જાણ થઈ કે હું અમુક જગ્યાએ છું. હજી તે હું એમને ત્યાં જવાને, ખાસ કરી પ્રથમથી સૂચના આપી જવાનો, વિચાર જ કરતો હતો ત્યાં તે તેઓશ્રી પં. શ્રી દલસુખ માલવણિયાના મકાને આવી પહોંચ્યા. મેં ખરા હૃદયથી કહ્યું કે હું આવવાનો જ હતો, પણ એ તે વિનય અને વિદ્યામૂર્તિ. હું રહ્યો એટલા દિવસમાં કેટલીયવાર આવી ગયા. તેમની સાથે બીજા પતિ અને પ્રોફેસર હેય જ. આ બધી વખતે ચર્ચા શાસ્ત્ર અને વિદ્યાની જ થાય. એમણે શું શું લખ્યું છે, શું લખવા અને છપાવવા ધારે છે ઇત્યાદિ તે કહે જ, પણ આપણે કોઈ નવી અને જ્ઞાતવ્ય વાત કહીએ તો ધ્યાન દઈ સાંભળે. એમને બોદ્ધ વિષય ઉપર કાંઈક છપાવવાનું હતું. પિોથી જૂની અને લિપિ દુષક. જ્યારે મેં કહ્યું કે આ બધી બાબતમાં તમારી પાસે જ રત્ન પડવું છે, ત્યારે આચાર્યજીએ જાણ્યું કે હું શ્રી માલવણિયાજી વિશે સંકેત કરી રહ્યો હતો. ત્યારબાદ એમણે પં. શ્રી દલસુખભાઈ ઉપર અનન્ય વિશ્વાસ મૂકો અને તેમને અનુભવ થયો કે તેમને વિશ્વાસ કેટલે સાચો ઠર્યો છે. આચાર્યજીએ જ અધ્યાપક પાનાભ જૈનને અમદાવાદથી કાશીમાં આકર્ષ્યા હતા અને પિતાનાં છપાતાં બૌદ્ધ લખાણની પૂર્તિ અને શુદ્ધિ કરવાનું કામ તેમને જ ભળાવ્યું હતું, એમ મારું સ્મરણ છે. આચાર્યજીએ ત્યાગનું જે ઉદાહરણ બતાવ્યું છે તે તો એર રોમાંચક છે. એમને મળતા માસિક વેતનમાંથી કુટુંબ માટે બહુ થોડો ભાગ બચત, એમ તેમના સમીપ રહેતા એક વિશ્વાસી મિત્રે મને તે વખતે જ કહેલું. આ એક મહામના વિદ્યાવૃદ્ધ અજાતશત્રુ પુરુષ સ્થૂળ જીવનને સકેલી લે ત્યારે એની ખેટ એ રાષ્ટ્રીય ખોટ છે. ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક તેજથી જે ગ્રહ અને ઉપગ્રહોમાં તેજ પાથર્યું હતું એવા એક વિશિષ્ટ તેજસ્વી તારકનો અસ્ત થાય ત્યારે દેશ આઘાત અનુભવે એ સહજ છે. આપણે આચાર્યજીના ગુણોનું અને એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિનું અનુસરણ કરીને જ તેમનું ખરું સ્મરણ કરી શકીએ. “જૈન” તા. 25-2-1956