________________
તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી
[૨૬]
'
3
જૈન પત્રના જે વાચક કેળવણી, રાષ્ટ્રીયતા અને વિદ્યોપાસનાના દૈવશાળ ક્ષેત્રથી સાવ દૂર હશે તે જ આચાર્યશ્રી નરેન્દ્રદેવજીનુ નામ અને કામ જાણતા ન હોય એમ કહીએ તે! તે યાગ્ય જ ગણાશે. આચા
શ્રીને સ્વર્ગાવાસ તેમના વતનથી બહુ દૂર દક્ષિણ ભારતમાં થયેા. એના સમાચાર વીજળી વેગે ક્ષણમાત્રમાં સર્વત્ર પહેોંચી ગયા. જેણે જેણે એ સમાચાર સાંભળ્યા અને જે તેમને થોડે ઘણે અંશે જાણતા અને ખાસ કરીને જે તેમના કાર્ય અને વ્યક્તિત્વથી પ્રત્યક્ષ પરિચિત હતા તે બધાએ એ સમાચારથી એવે ઊંડા આંચકા અનુભવ્યા છે કે જે નિકટના સ્વજનના વિયેગથી પણ ભાગ્યે જ અનુભવાય.
હું મારી વાત કહું તેમ કહી શકું કે એમના મૃત્યુસમાચારથી હુ ક્ષણુભર અવાક્ અને આભા બની ગયા. આજે દેશભરનાં તમામ છાપાંએમાં અને સાનિક સ્થળેામાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પા રહી છે. રાષ્ટ્રપતિ, શ્રી નહેરુ વગેરે તમામ રાષ્ટ્રપુરુષો અને વિદ્વાને ઊંડા આઘાત અનુભવી રહ્યા છે. જે જન્મે છે તે મરે છે. આચાર્યશ્રીનુ મૃત્યુ એ જ નિયમને આધીન છે, તો એ સૌમાં આવે આધાત પેદા કેમ કરે છે?-એ સવાલ છે. એના ઉત્તર તેમની વિશાળ માનવતા અને કારકિર્દી - માંથી મળી રહે છે. આ સ્થળે એમના સીધા પરિચયમાંથી કેટલાંક સ્મરણા નોંધુ’ તે! એમના વ્યક્તિત્વને કાંઈક ખ્યાલ વાંચકાને આવી શકરો.
આચાર્ય શ્રી વકીલાત કરતા. ગાંધીજીની હાકલે જેમ બીજા અનેક વિશિષ્ટ પુરુષાને સ્વાતંત્ર્યના જંગમાં આકર્ષ્યા તેમ આચાર્યશ્રીને પણ ખેચ્યા. એમણે બધે જ ખાનગી વ્યવસાય તજી દેશ અને કેળવણી માટે લેખ લીધા. કાશી વિદ્યાપીઠ, જે રાષ્ટ્રીય સ્વાત ંત્ર્યયુદ્ધનું એક ફળ છે તેમાં એ જોડાયા. તે જેમ અધ્યાપક હતા તેમ વક્તા અને લેખક પણ. હું' પહેલવહેલાં એમના હિંદી ‘સ્વા માસિકમાં અને બીજા પત્રામાં પ્રસિદ્ધ થતાં લખાણાથી પરિચિત થયા. તેએ તત્ત્વજ્ઞાન વિશે, ખાસ કરીને બૌદ્ધ પરપરાને આશ્રયી લખતા. તેઓ શ્રી રાહુલ સાંકૃત્યાયનને દેશવિદેશની
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org