SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ તેજસ્વી તારક આચાય શ્ર] નરેન્દ્રદેવજી [ ૧૭૯ " વિદ્યાયાત્રામાં બધી રીતે પ્રેત્સાહન આપતા, પણ તેએ શુષ્ક તત્ત્વજ્ઞ ન હતા. તે અર્થશાસ્ત્રના અભ્યાસી હતા. એમ યાદ આવે છે કે આર્થિક કાઈ સમસ્યા પરત્વે એમના હિંદી લેખ મેં સાંભળેલા ને હુ વિશેષ મુગ્ધ બની ગયેલા. દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં એક સ ંમેલનમાં તેઓ પધાર્યાં હતા. કાકાસાહેબે તેમનુ એળખાણ આપતાં એ કહ્યાનુ યાદ છે કે આચાર્યજીની આળખાણ માટે એમની · સ્વાર્થ' માસિકમાં લખેલી આર્થિક સમસ્યા ઉપરની નેધ જ પૂરતી છે. આ વખતે હું ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં અને વિદ્યાપીઠમાં જ હતા, એમની સાથે પ્રત્યક્ષ સપર્ક સધાયા. તેઓ ગુજરાતી ત્રૈમાસિક ‘પુરાતત્ત્વ ’માં છપાતા મારા લેખો વાંચતા હશે એ તે મારી કલ્પનામાંય ન હતું, પણ જ્યારે એ જાણ્યું ત્યારે તેમની સોાધક મુદ્ધિ પ્રત્યે વિશેષ આદર ઉપજ્યેા. આ આદરને લીધે વધારે પ્રત્યક્ષ સંસĆમાં આવવાની દૃષ્ટિએ હું કલકત્તાથી પાછા ફરતાં પહેલી જ વાર કાશી વિદ્યાપીઠમાં તેમના મહેમાન થયા, જ્યારે સાથે જમવા બેઠા ત્યારે ત્યાંનુ અધ્યાપકમ’ડળ, વિદ્યાર્થી મંડળ અને ભોજનની સાદગી ઇત્યાદિ વાતાવરણ જોઈ મને એક ઋષિ-આશ્રમના અનુભવ થયો. રહ્યો ત્યાં લગી માત્ર વિદ્યા અને સાધનની જ ચર્ચા. એમણે એ પણ કહ્યુ કે અમે ત્રૈમાસિક ગુજ રાતી ‘પુરાતત્ત્વ ’ની જેમ એક સાધનપત્ર પણુ કાઢવા વિચારીએ છીએ. ઇત્યાદિ. અધ્યાપક ધર્માન્ત કૌશાંબીજી આચાર્યજીની ઉદારતા અને નિખાલસતાને લીધે એટલા બધા આકર્ષાયેલા કે જ્યારે અમદાવાદ અને મુંબઈ છોડ્યું ત્યારે એમણે કાશી વિદ્યાપીડમાં રહેવાનું પસંદ કર્યું. * ૧૯૩૪ના લગભગ સપ્ટેબર માસમાં એક પ્રસંગ આવતાં મે’ કાશી વિદ્યાપીડમાં આચાર્ય ને ત્યાં રાતવાસે રહેવાનુ નક્કી કર્યું. તેમને જાણ કરી જ્યારે તેમના મકાને હુઇ ગયા ત્યારે સાંજ હતી. એમણે જમવા, સૂવા આદિની વ્યવસ્થા તે કરી જ, પણ ચર્ચા-વિચારણામાં એટલા બધા સમય આપ્યું! કે હું તેમના સદ્ગજ વિદ્યાપ્રેમ અને સૌજન્યથી જિતાઈ ગયા. એક વાર પરણના પ્રસંગ આવ્યો. હિન્દુ યુનિવર્સિટીના જૈન વિદ્યાર્થીઓએ આપમેળે અમદાવાદ–મુબઈની પેઠે વ્યાખ્યાનમાળા ચલાવવા કરાવ્યું” કાને કાને આમત્રવા એ પ્રશ્ન મારી સામે હતા. જેમ બાબુ શ્રીપ્રકાશજી (મદ્રાસના અત્યારના ગવર્નર)ને આમંત્ર્યા તૈન આચાર્યને પણ. આચાર્યજીએ નાદુરસ્ત તબિયતે પણ આવીને હિંદીમાં એક ભાષણ આપ્યું. ઘણું કરી એ વિષય હતા. સમાજવાદ યા સામ્યવાદ. એનણે ઐતિહાસિક દષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249298
Book TitleTejasvi Tarak Acharya Narendradevji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size83 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy