SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી '(181 અજાતશત્રુ અને ફકીરી વૃત્તિના વિદ્યા–તપસ્વી. એમને જાણ થઈ કે હું અમુક જગ્યાએ છું. હજી તે હું એમને ત્યાં જવાને, ખાસ કરી પ્રથમથી સૂચના આપી જવાનો, વિચાર જ કરતો હતો ત્યાં તે તેઓશ્રી પં. શ્રી દલસુખ માલવણિયાના મકાને આવી પહોંચ્યા. મેં ખરા હૃદયથી કહ્યું કે હું આવવાનો જ હતો, પણ એ તે વિનય અને વિદ્યામૂર્તિ. હું રહ્યો એટલા દિવસમાં કેટલીયવાર આવી ગયા. તેમની સાથે બીજા પતિ અને પ્રોફેસર હેય જ. આ બધી વખતે ચર્ચા શાસ્ત્ર અને વિદ્યાની જ થાય. એમણે શું શું લખ્યું છે, શું લખવા અને છપાવવા ધારે છે ઇત્યાદિ તે કહે જ, પણ આપણે કોઈ નવી અને જ્ઞાતવ્ય વાત કહીએ તો ધ્યાન દઈ સાંભળે. એમને બોદ્ધ વિષય ઉપર કાંઈક છપાવવાનું હતું. પિોથી જૂની અને લિપિ દુષક. જ્યારે મેં કહ્યું કે આ બધી બાબતમાં તમારી પાસે જ રત્ન પડવું છે, ત્યારે આચાર્યજીએ જાણ્યું કે હું શ્રી માલવણિયાજી વિશે સંકેત કરી રહ્યો હતો. ત્યારબાદ એમણે પં. શ્રી દલસુખભાઈ ઉપર અનન્ય વિશ્વાસ મૂકો અને તેમને અનુભવ થયો કે તેમને વિશ્વાસ કેટલે સાચો ઠર્યો છે. આચાર્યજીએ જ અધ્યાપક પાનાભ જૈનને અમદાવાદથી કાશીમાં આકર્ષ્યા હતા અને પિતાનાં છપાતાં બૌદ્ધ લખાણની પૂર્તિ અને શુદ્ધિ કરવાનું કામ તેમને જ ભળાવ્યું હતું, એમ મારું સ્મરણ છે. આચાર્યજીએ ત્યાગનું જે ઉદાહરણ બતાવ્યું છે તે તો એર રોમાંચક છે. એમને મળતા માસિક વેતનમાંથી કુટુંબ માટે બહુ થોડો ભાગ બચત, એમ તેમના સમીપ રહેતા એક વિશ્વાસી મિત્રે મને તે વખતે જ કહેલું. આ એક મહામના વિદ્યાવૃદ્ધ અજાતશત્રુ પુરુષ સ્થૂળ જીવનને સકેલી લે ત્યારે એની ખેટ એ રાષ્ટ્રીય ખોટ છે. ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક તેજથી જે ગ્રહ અને ઉપગ્રહોમાં તેજ પાથર્યું હતું એવા એક વિશિષ્ટ તેજસ્વી તારકનો અસ્ત થાય ત્યારે દેશ આઘાત અનુભવે એ સહજ છે. આપણે આચાર્યજીના ગુણોનું અને એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિનું અનુસરણ કરીને જ તેમનું ખરું સ્મરણ કરી શકીએ. “જૈન” તા. 25-2-1956 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249298
Book TitleTejasvi Tarak Acharya Narendradevji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size83 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy