Book Title: Swatantratano Arth
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249173/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાને અર્થ [૨૨] હું અર્થશાસ્ત્ર, ઇતિહાસ કે રાજકારણને જ્ઞાતા અગર અભ્યાસી નથી. તેમ છતાં દેશની સ્થિતિના સામાન્ય પરિચયમાં રહેવાનું મને હંમેશાં રુચ્યું છે. માત્ર આટલા જ આધાર ઉપર મને આવતી સ્વતંત્રતા વિશે જે કાંઈ વિચાર આવે છે તેને ટૂંકમાં આલેખવા ઈચ્છું છું. વ્યવહારમાં અને દુન્યવી કોઈ પણ ક્ષેત્રમાં સ્વતંત્રતાને નિરપેક્ષ અર્થ શોધો શક્ય જ નથી. એટલે જ્યારે સ્વતંત્રતાના અર્થ વિશે વિચાર કરીએ ત્યારે સાપેક્ષદૃષ્ટિએ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. દેશ સ્વતંત્ર થયું છે, આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એવા એવા ઉદગાર કાઢવા અને તેને પ્રચલિત એ સામાન્ય અર્થ લે એ બહુ અઘરું નથી તેમ જ સ્વતંત્રતાની પ્રાપ્તિ નિમિતે થનારા ઉપર ઉપરના ફેરફારે સમજવા અને તે નિમિત્ત થનારા ઉત્સવ ને ઉજવણીઓમાં રસ લે એ પણું સહેલું છે. પરંતુ આવી રહેલી સ્વતંત્રતા આપણે જીવનને કઈ રીતે સ્પર્શ કરે છે તેમ જ પ્રત્યેક વ્યક્તિના જીવનપ્રદેશના કયા કયા બદ્ધ દ્વાર ખુલ્લાં કરે છે તેમ જ એ સ્વતંત્રતાજનિત મુકિતમાંથી કયા પ્રકારની કર્તવ્યપરતંત્રતા અનિવાર્ય રીતે ફલિત થાય છે એ સમજવું વધારે અઘરું છે કે જે સ્વતંત્રતાનું ખરું હાર્દ છે. સ્વતંત્રતા આવી, એટલા ઉપરથી આટલી બાબત તે સૌના મનમાં વસેલી જ છે કે આપણે અંગ્રેજી હકુમતની પરતંત્રતાથી અગર વિદેશી શાસનની ગુલામીમાંથી મુકિત મેળવી. વિદેશી શાસનની ગુલામીને વિચાર આવતાં જ આપણે એ પણ વિચારવા પ્રેરાઈએ છીએ કે શું બ્રિટિશ હકૂમત પહેલાં આપણે ગુલામ ન હતા? અને ન હતા તે તે કયા અર્થમાં તેમ જ જે ગુલામ હતા તે તે ક્યા અર્થમાં? વળી એ પણ વિચાર આવે છે કે વિદેશી શાસને આ દેશમાં ગુલામી લાદી અને ગુલામી થિી, પરંતુ શું એણે માત્ર ગુલામી જ પિષી છે કે એણે સ્વતંત્રતાનાં બીજે પણ વાવ્યાં છે? આ અને આના જેવા પ્રશ્નો આપણને લાંબા નહિ તે ટૂંકા ભૂતકાળ ઉપર તટસ્થ દષ્ટિ નાખવા પ્રેરે છે. યુરોપના જુદા જુદા દેશમાંથી વિદેશીઓ આવ્યા તે વખતની Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] દર્શન અને ચિંતન અને અંગ્રેજી હકૂમત સ્થાપિત થઈ ત્યાર સુધીની જ દેશની સ્થિતિને વિચાર કરીએ અને તેને અંગ્રેજી હકૂમત સ્થપાયા પછીની દેશની સ્થિતિ સાથે સરખાવીએ તે આપણને સમજવું વધારે સરળ થઈ પડે કે અંગ્રેજી હકૂમત દરમ્યાન અને તે પહેલાંની દેશની સ્થિતિ વચ્ચે કેટલું અને કેવું અંતર હતું. વળી એ પણ સમજવું વધારે સહેલું થઈ પડે કે અંગ્રેજી શાસને કઈ કઈ બાબતમાં ગુલામી લાદી અગર પિપી અને કઈ બાબતમાં એણે જૂની ગુલામીનાં મૂળ ઉખેડ્યાં કે ઢીલાં કર્યા. એ પણ સમજવું વધારે સરળ થઈ પડે કે વિદેશી હકૂમતે, આપણે ઈચ્છીએ તેવા અર્થમાં, સ્વતંત્રતાનાં નવાં બીજે. આ દેશમાં ઇચ્છાએ કે અનિચ્છાએ, જાણે કે અજાણે ક્યાં ક્યાં અને કેટલા પ્રમાણમાં રેયાં કે જેના પરિણામે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થયાની કૃતાર્થતા એક અથવા બીજી રીતે અનુભવીએ છીએ. અંગ્રેજી શાસન સ્થપાયા પહેલાં દેશનું આર્થિક જીવન સ્વતંત્ર હતું, એટલે દેશની ખેતીવાડીનું ઉત્પાદન, તેની વહેચણ, ઉદ્યોગ-ધંધા, કળા-કારીગરી એ બધાનું જીવનદાયી વહેણ માત્ર દેશાભિમુખ હતું. તેથી ગમે તેવા દુષ્કાળમાં પણ પેટને ખાડો પૂરવાનું કામ બ્રિટિશ શાસનને સુકાળના દિવસે કરતાં અનેકગણું સહેલું હતું. માનવજીવનના મુખ્ય આધારરૂપ પશુછવન અને વનસ્પતિજીવન તદ્દન આબાદ લીલાંછમ અને સમૃદ્ધ હતાં, જે બ્રિટિશ શાસનની સ્થાપના પછી ઉત્તરોત્તર હાસ પામતાં પામતાં આજે ક્ષીણપ્રાય થઈ ગયાં છે અને સાવ સુકાઈ કરમાઈને વણસી ગયાં છે, જેને લીધે સંખ્યાની દૃષ્ટિએ માનવસમાજની આબાદી હોવા છતાં જીવનની દૃષ્ટિએ દેશને માનવસમાજ કંકાલ જે રક્ત માંસ અને વીર્યહીન બની ગયા છે. અંગ્રેજી શાસન પહેલાંની દેશમાં પ્રવર્તતી ધાર્મિક, સામાજિક અને કેળવણીની સ્થિતિ અંગ્રેજી શાસન સ્થપાયા પછીની તે વિષયની સ્થિતિની સરખામણીમાં એકંદર પામર અને એક દેશીય જ હતી. દેશમાં ધાર્મિક વાતાવરણ વ્યાપક અને ધન હતું ખરું, પણ એ વાતાવરણમાં જેટલી પરકાભિમુખતાની અને વહેમી ક્રિયાકાંડની પ્રચુરતા હતી તેટલી જ અહિક જીવનના સળગતા અને તત્કાળ ઉકેલ માગતા પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા તેમ જ પુરુષાર્થહીનતા હતી. શ્રદ્ધાનું અતિ અને આંધળું દબાણ બુદ્ધિ તેમ જ તર્કના પ્રકાશને બહુ સરળતાથી ગૂંગળાવી નાખતું. સમાજમાં સ્ત્રીશક્તિ સાવ ઉપેક્ષિત અને સુખ હતી. તેનું સ્વાતંત્ર્ય હતું તો તે માત્ર ઘરઆંગણાના જીવનને દીપાવવા કે ક્ષુબ્ધ કરવા પૂરતું. વર્ણવ્યવસ્થાનું સમગ્ર બળ નાતજાતના અસંખ્ય વાડાઓ અને Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાને અર્થ [ ૧૫૫ ચોકાવૃત્તિ તેમ જ ઉચ્ચનીચપણની ભાવનામાં સમાઈ જતું. બ્રાહ્મણ અને અન્ય ગુરુવર્ગની તેમ જ તેને સીધે ટેકે આપતા ઇતર સવર્ણોની જેટલી મહત્તા અને મહનીયતા હતી તેટલી જ દલિત અને અસ્પૃશ્ય ગણાતા વર્ગોની શુદ્ધતા અને નિંદનીયતા રૂઢ થઈ ગઈ હતી. સમગ્ર જીવનમાં મહત્વનો ભાગ ભજવે એવા લગ્નના સંબધ અછિક કે ગુણાતિ ભાગ્યે જ બચવા પામ્યા હતા. ઘરઆંગણે ન્યાય આપનારી અને સમાધાન કરાવનારી પંચ તેમ જ મહાજનની. જૂની સંસ્થાઓમાં સેવા કરતાં સત્તાને દેર સવિશેષ હતો. આખા દેશમાં કેળવણીનું ધોરણ સસ્તુ અને સુલભ હતું, પણ એ કેળવણ જેટલા પ્રમાણમાં ઉચ્ચ ગણાતા વર્ણ અને વર્ગને સ્પર્શતી હતી તેમ જ તેને વારસાગત હતી તેટલા જ પ્રમાણમાં, બલકે તેથીયે વધારે પ્રમાણમાં, તે કેળવણુથી દેશને મોટો વર્ગ સાવ વંચિત રહે. અને આખોયે સ્ત્રી સમાજ તે મોટે ભાગે વિદ્યા તેમ જ સરસ્વતીની પૂજામાં જ શિક્ષણની ઈતિશ્રી સમજ. કેળવણીના વિષયો હતા તે અનેક, પણ તે બધા વિષયનું મુખ મોટે ભાગે પરલોકગામી જ બની ગયું હતું, અને તેથી તેવા વિષયોની કેળવણી ઐહિક જીવનમાં જે તે રસ પૂરો પાડી શકતી નહિ. એમાંથી સેવા કરવાને બદલે સેવા લેવાને ભાવ જ પ્રધાનપણે પેલાતો. બ્રહ્મની અને અતની ગગનગામી ભાવનાએ ચિંતનમાં અવશ્ય હતી, પણ વ્યવહારમાં તેની છાયા, નામમાત્રની હતી. વૈજ્ઞાનિક કહી શકાય એવા શિક્ષણને છેક અભાવ ન હતા પણ એ શિક્ષણ માત્ર કલ્પનાથી આગળ વધી પ્રાગિક ભૂમિકામાં ભાગ્યે જ જતું. રાજકીય સ્થિતિ તો સાવ છિન્નભિન્ન થઈ નિર્નેયક સૈન્ય જેવી પ્રવર્તતી. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ અને ઘણીવાર સ્વામી-સેવક વચ્ચે રાજ્યસત્તાની લાલચ મહાભારત તેમ જ ગીતામાં વર્ણવતા કૌરવ-પાંડવના ગૃહકલહને સદાય સજીવ રાખતી. આખા દેશમાં તે શું, પણ એક પ્રાંત સુધીમાં સંવાદી કહી શકાય. એવું માત્ર પ્રજાહિતૈષી શાસન ભાગ્યે જ ટકતું. તલવાર, ભાલે અને બંદૂક પકડી શકે અને ચલાવી શકે તેવી એક કે અનેક વ્યક્તિાઓ ગમે ત્યારે પ્રજાજીવનને બેસરું કરી નાખતી. પરદેશી કે સ્વદેશી હુમલા સામે પૂરેપૂરું. કામ આપે તેવી સામૂહિક ત્રાણશક્તિ સાવ નિર્જીવ બની ગઈ હતી. એ જ કારણે અંગ્રેજો ભારતને જીતવા અને હસ્તગત કરવામાં સફળ થયા. અંગ્રેજી શાસનના પ્રારંભથી જ દેશનું આર્થિક વહેણ પરદેશ તરફ વહેવું Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] દર્શન અને ચિંતન શરૂ થયું હતું. તે એ શાસનની સ્થિરતા અને એકરૂપતાની વૃદ્ધિની સાથે જ એટલે સુધી વધી ગયું કે આજે જ્યારે અંગ્રેજી શાસન આપોઆપ વિદાય લે છે ત્યારે આખા દેશમાં સ્વતંત્રતાની પ્રાપ્તિનો ઉત્સવ માણવા જેટલી પણ ખરી આર્થિક સમૃદ્ધિ રહી નથી. અંગ્રેજી શાસનથી કઈ પણ મોટામાં મેટે ફટકો પડ્યો હોય તે તે દેશના આર્થિક અને ઔદ્યોગિક જીવન પર પડેલે છે. અંગ્રેજી શાસને એક અથવા બીજે કારણે રૂઢ અને સંકીર્ણ ધર્મબળાને પિડ્યા છે અથવા તે તેને ટકાવ્યા છે એ સાચું, પણ સાથે સાથે એ શાસનની છાયામાં દેશના ધાર્મિક બળોમાં ઘણું વાંછનીય વેગ પણ આવ્યું છે. અનેક અંશે વહેમનું સ્થાન વિચારેએ, પરલોકાભિમુખ જડ ક્રિયાકાંડોનું સ્થાન સજીવ ઐહિક સેવાધર્મોએ, અને ભક્તિના વેવલાપણાનું સ્થાન જીવંત માનવભક્તિએ લીધું છે. અંગ્રેજી શાસન દરમ્યાન તર્કવાદને જે બળ મળ્યું છે તેણે જેટલે અંશે અનિષ્ટ કર્યું હોય તે કરતાં વધારે અંશે શ્રદ્ધા અને બુદ્ધિનું સંશોધન જ કર્યું છે. અંગ્રેજી શાસન આવ્યા પછી જે જાતની કેળવણી અપાવી શરૂ થઈ અને જે પ્રકારની નવી સંસ્થાઓ ઉભી થઈ તેને લીધે કેળવણીનાં જનાં ધારણ અને જૂની સંસ્થાઓ ઉપર ફટકે પડ્યો છે એમ ઉપર ઉપરથી જોતાં લાગે છે, પણ બારીકીથી વિચાર કરીએ તો એ દેખાઈ આવશે કે નવી કેળવણી અને નવા પ્રકારની સંસ્થાઓ દ્વારા જ ભારતના આખા જીવનમાં ક્રાંતિકારી વાંછનીય ફેરફાર થયું છે. પરદેશી શાસનને હેતુ પરેપકારી હતો કે પિતાનું સ્વાર્થી તંત્ર ચલાવવાનું હતું એ પ્રશ્ન અહીં પ્રસ્તુત છે. પ્રશ્ન એટલે જ છે કે પરદેશી શાસને શરૂ કરેલ કેળવણી, તેના વિષયે અને તેની સંસ્થાઓ એ બધું એકંદર એ શાસન પહેલાંના દેશની કેળવણી વિષયક સ્થિતિ કરતાં પ્રગતિશીલ છે કે નહિ ? તટસ્થપણે વિચાર કરનાર ભાગ્યે જ એવો અભિપ્રાય આપશે કે નવું કેળવણીતંત્ર પ્રગતિકારક નથી. આ કેળવણીતંત્રને લીધે અને પરદેશીઓના સહવાસ તેમ જ દેશાંતરના વધતા જતા પ્રવાસને લીધે અનેક સામાજિક બાબતમાં અંગ્રેજી શાસન દરમ્યાન મૂળને તફાવત પડી ગયું છે એની કેઈથી ના પાડી શકાય તેમ નથી. દલિત અને અસ્પૃશ્યને જીવનના દરેક ક્ષેત્રમાં પિતાના જેવા ગણવાની અને તેમને ઊંચા ઉઠાવવાની દિવસે દિવસે બળવત્તર થતી ભાવના દરેક સવર્ણના મનમાં મૂળ નાખતી જાય છે. સુષુપ્ત સ્ત્રીશક્તિ જાગૃત બની દરેક ક્ષેત્રમાં પુરુષને સાથ આપી રહી છે અને તેને બે હળવો કરવા સાથે સાથે તેના અભિમાનને પણ હળવું કરી રહી છે. પંચ અને મહાજનની સંસ્થા લેકતંત્રની ઢબે પુનર્જીવન પામતી જાય છે, અને તેની ગતિ સેવાની દિશામાં વચ્ચે જાય છે. અંગ્રેજી Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાને અર્થ [ ૧૫૭ શાસન સ્થપાયા પછી જ આપણે આખા દેશની અખંડતા અને એકરૂપતાની કલ્પના કરવા લાગ્યા. તે પહેલાં સાંસ્કૃતિક એકતા હતી એ ખરું, પણ રાજકીય એકતાને માત્ર સૂત્રપાત જ નહિ, વહીવટી અનુભવ સુદ્ધાં બ્રિટિશ શાસને જે કરાવ્યા છે તે ભૂતકાળમાં ક્યારે પણ ન હતો. નાની મોટી રાજસત્તા માટે અંદરોઅંદર આખડતા સાંઢા જેવા જમીનદાર, ઠાકરે અને રાજા મહારાજાઓને અંગ્રેજી શાસને જ નાચ્યા અને પ્રજાજનને કાંઈક નિરાંત વળે એવી સ્થિતિ ઊભી કરી. બ્રિટિશ તંત્રે પોતાનું જ જીવન ટકાવવા ને વિકસાવવા આ દેશમાં જે જે કર્યું છે તેનાં અનિષ્ટ પરિણામ ઓછાં નથી, છતાં તેણે જે લોકતંત્રને પદાર્થપાઠ આપે છે અને જે કેળવણીનું દૃષ્ટિબિન્દુ પુરું પાડ્યું છે, તેમ જ શિક્ષણ, વ્યાપાર અને પ્રવાસ માટે જે મોટા પાયા ઉપર પરદેશનાં દ્વાર ખુલ્લા કર્યા છે, અગર તે જે જળ અને સ્થળનાં બંધને તોડી ભારત અને ઈતર દેશને વધારે ને વધારે નજીક આપ્યા. છે તેની સરખામણીમાં બીજાં અનિષ્ટ નગણ્ય જેવાં લાગે છે. બ્રિટિશતંત્ર દરમ્યાન સાંપડેલ આ એક જ લાભ એ છે કે જેમાં સ્વતંત્રતાનાં બધાં બીજોનો સમાવેશ થઈ જાય છે. અત્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે બ્રિટિશ શાસન દરમ્યાન પેદા થયેલ અનિષ્ટ તો અને તે દરમ્યાન સાંપડેલ સિદ્ધિઓ એ બને આપણને વારસામાં મળે છે. હવે ઓગસ્ટની ૧૫મી પછી આપણે માટે સ્વતંત્રતાને શું અર્થ હોઈ શકે એ વિચારવાનું કામ આપણું છે, નહિ કે અંગ્રેજોનું. ઉપરની દષ્ટિને અનુસરી સ્વરાજ્યપ્રાપ્તિના મંગલદિને સ્વતંત્રતાને અર્થ સંક્ષેપમાં આ પ્રમાણે તારવી શકાયઃ (૧) ઇતિહાસને વફાદાર રહી વર્તમાન પરિસ્થિતિનું તટસ્થ અવલોકન કરી ભાવિ મંગલનિર્માણની દૃષ્ટિ રાખી જે અનેકવિધ ફેરફાર કરવા પડે તે કરવામાં પૂર્ણ ઉલ્લાસ ને રસ અનુભવે. (૨) જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રમાં જે દેષો અને ખામીઓ જડ ઘાલી બેઠેલ છે એમ દેખાય તેનું નિર્મળ નિવારણ કરવામાં, હવે સ્વરાજ્ય મળ્યા પછી કઈ બહારનું તત્ત્વ અંતરાયરૂપ કે આડખીલીરૂપ નથી એ વિશ્વાસે, દરેક પ્રકારની ખેડે દૂર કરવા કટિબદ્ધ થવું. (૩) કોઈ પણ વ્યક્તિ કે પ્રજા પિતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ સાચવવાનું કામ અને નવી સિદ્ધિઓ મેળવવાનું કામ પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની અને તે માટે ખપી જવાની કર્તવ્યપરતંત્રતા પચાવ્યા સિવાય સાધી શકે નહિ, એવી સમજણ અંદરથી કેળવવી. ઉપર સૂચવેલ છે તે અર્થે આપણને “ઈશાવાસ્યના મૂળ મંત્રને મુદ્રાલેખ Page #6 -------------------------------------------------------------------------- ________________ 158 ] દર્શન અને ચિંતન બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જે કોઈ વ્યક્તિ કે પ્રજા લાખું, સુખી અને સંવાદી જીવન જીવવા ઈચ્છે તે તેણે આવશ્યક બધાં જ કર્તવ્ય કરતાં રહેવું જોઈએ; અર્થાત પુરુષાર્થહીનતામાં ધર્મ ભાવો ન જોઈએ. વ્યક્તિ અને સમષ્ટિના મધુર સંબંધો ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે કર્તવ્યના ફળને ઉપભગ ત્યાગપૂર્વક જ કર ઘટે, અને બીજાનાં શ્રમફળની લાલચના પાશથી છૂટવું ઘટે. ‘ઈશાવાસ્યના એ મંત્રને ઉક્ત સાર ધર્મ, જાતિ, અધિકાર અને સંપત્તિઓના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પિતપિતાની સત્તાના લેભે તરેહતરેહના દાવાઓ આગળ ન ધરે અને જનતાના હિતમાં જ પિતાનું હિત સમજે. નહિ તે, અંગ્રેજોના શાસન પહેલા હતી તે કરતાં પણ વધારે મૂંડી અરાજકતા ઊભી કરવાના કારણે બનશો અને વિદેશી આક્રમણને ફરી નોતરી પતિ જ પહેલાં ગુલામ બનશે. --પ્રબુદ્ધ જૈન 1-9-7