SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્રતાને અર્થ [ ૧૫૭ શાસન સ્થપાયા પછી જ આપણે આખા દેશની અખંડતા અને એકરૂપતાની કલ્પના કરવા લાગ્યા. તે પહેલાં સાંસ્કૃતિક એકતા હતી એ ખરું, પણ રાજકીય એકતાને માત્ર સૂત્રપાત જ નહિ, વહીવટી અનુભવ સુદ્ધાં બ્રિટિશ શાસને જે કરાવ્યા છે તે ભૂતકાળમાં ક્યારે પણ ન હતો. નાની મોટી રાજસત્તા માટે અંદરોઅંદર આખડતા સાંઢા જેવા જમીનદાર, ઠાકરે અને રાજા મહારાજાઓને અંગ્રેજી શાસને જ નાચ્યા અને પ્રજાજનને કાંઈક નિરાંત વળે એવી સ્થિતિ ઊભી કરી. બ્રિટિશ તંત્રે પોતાનું જ જીવન ટકાવવા ને વિકસાવવા આ દેશમાં જે જે કર્યું છે તેનાં અનિષ્ટ પરિણામ ઓછાં નથી, છતાં તેણે જે લોકતંત્રને પદાર્થપાઠ આપે છે અને જે કેળવણીનું દૃષ્ટિબિન્દુ પુરું પાડ્યું છે, તેમ જ શિક્ષણ, વ્યાપાર અને પ્રવાસ માટે જે મોટા પાયા ઉપર પરદેશનાં દ્વાર ખુલ્લા કર્યા છે, અગર તે જે જળ અને સ્થળનાં બંધને તોડી ભારત અને ઈતર દેશને વધારે ને વધારે નજીક આપ્યા. છે તેની સરખામણીમાં બીજાં અનિષ્ટ નગણ્ય જેવાં લાગે છે. બ્રિટિશતંત્ર દરમ્યાન સાંપડેલ આ એક જ લાભ એ છે કે જેમાં સ્વતંત્રતાનાં બધાં બીજોનો સમાવેશ થઈ જાય છે. અત્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે બ્રિટિશ શાસન દરમ્યાન પેદા થયેલ અનિષ્ટ તો અને તે દરમ્યાન સાંપડેલ સિદ્ધિઓ એ બને આપણને વારસામાં મળે છે. હવે ઓગસ્ટની ૧૫મી પછી આપણે માટે સ્વતંત્રતાને શું અર્થ હોઈ શકે એ વિચારવાનું કામ આપણું છે, નહિ કે અંગ્રેજોનું. ઉપરની દષ્ટિને અનુસરી સ્વરાજ્યપ્રાપ્તિના મંગલદિને સ્વતંત્રતાને અર્થ સંક્ષેપમાં આ પ્રમાણે તારવી શકાયઃ (૧) ઇતિહાસને વફાદાર રહી વર્તમાન પરિસ્થિતિનું તટસ્થ અવલોકન કરી ભાવિ મંગલનિર્માણની દૃષ્ટિ રાખી જે અનેકવિધ ફેરફાર કરવા પડે તે કરવામાં પૂર્ણ ઉલ્લાસ ને રસ અનુભવે. (૨) જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રમાં જે દેષો અને ખામીઓ જડ ઘાલી બેઠેલ છે એમ દેખાય તેનું નિર્મળ નિવારણ કરવામાં, હવે સ્વરાજ્ય મળ્યા પછી કઈ બહારનું તત્ત્વ અંતરાયરૂપ કે આડખીલીરૂપ નથી એ વિશ્વાસે, દરેક પ્રકારની ખેડે દૂર કરવા કટિબદ્ધ થવું. (૩) કોઈ પણ વ્યક્તિ કે પ્રજા પિતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ સાચવવાનું કામ અને નવી સિદ્ધિઓ મેળવવાનું કામ પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની અને તે માટે ખપી જવાની કર્તવ્યપરતંત્રતા પચાવ્યા સિવાય સાધી શકે નહિ, એવી સમજણ અંદરથી કેળવવી. ઉપર સૂચવેલ છે તે અર્થે આપણને “ઈશાવાસ્યના મૂળ મંત્રને મુદ્રાલેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249173
Book TitleSwatantratano Arth
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Society
File Size115 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy