________________
૨૫૬]
દર્શન અને ચિંતન શરૂ થયું હતું. તે એ શાસનની સ્થિરતા અને એકરૂપતાની વૃદ્ધિની સાથે જ એટલે સુધી વધી ગયું કે આજે જ્યારે અંગ્રેજી શાસન આપોઆપ વિદાય લે છે ત્યારે આખા દેશમાં સ્વતંત્રતાની પ્રાપ્તિનો ઉત્સવ માણવા જેટલી પણ ખરી આર્થિક સમૃદ્ધિ રહી નથી. અંગ્રેજી શાસનથી કઈ પણ મોટામાં મેટે ફટકો પડ્યો હોય તે તે દેશના આર્થિક અને ઔદ્યોગિક જીવન પર પડેલે છે. અંગ્રેજી શાસને એક અથવા બીજે કારણે રૂઢ અને સંકીર્ણ ધર્મબળાને પિડ્યા છે અથવા તે તેને ટકાવ્યા છે એ સાચું, પણ સાથે સાથે એ શાસનની છાયામાં દેશના ધાર્મિક બળોમાં ઘણું વાંછનીય વેગ પણ આવ્યું છે. અનેક અંશે વહેમનું સ્થાન વિચારેએ, પરલોકાભિમુખ જડ ક્રિયાકાંડોનું સ્થાન સજીવ ઐહિક સેવાધર્મોએ, અને ભક્તિના વેવલાપણાનું સ્થાન જીવંત માનવભક્તિએ લીધું છે. અંગ્રેજી શાસન દરમ્યાન તર્કવાદને જે બળ મળ્યું છે તેણે જેટલે અંશે અનિષ્ટ કર્યું હોય તે કરતાં વધારે અંશે શ્રદ્ધા અને બુદ્ધિનું સંશોધન જ કર્યું છે. અંગ્રેજી શાસન આવ્યા પછી જે જાતની કેળવણી અપાવી શરૂ થઈ અને જે પ્રકારની નવી સંસ્થાઓ ઉભી થઈ તેને લીધે કેળવણીનાં જનાં ધારણ અને જૂની સંસ્થાઓ ઉપર ફટકે પડ્યો છે એમ ઉપર ઉપરથી જોતાં લાગે છે, પણ બારીકીથી વિચાર કરીએ તો એ દેખાઈ આવશે કે નવી કેળવણી અને નવા પ્રકારની સંસ્થાઓ દ્વારા જ ભારતના આખા જીવનમાં ક્રાંતિકારી વાંછનીય ફેરફાર થયું છે. પરદેશી શાસનને હેતુ પરેપકારી હતો કે પિતાનું સ્વાર્થી તંત્ર ચલાવવાનું હતું એ પ્રશ્ન અહીં પ્રસ્તુત છે. પ્રશ્ન એટલે જ છે કે પરદેશી શાસને શરૂ કરેલ કેળવણી, તેના વિષયે અને તેની સંસ્થાઓ એ બધું એકંદર એ શાસન પહેલાંના દેશની કેળવણી વિષયક સ્થિતિ કરતાં પ્રગતિશીલ છે કે નહિ ? તટસ્થપણે વિચાર કરનાર ભાગ્યે જ એવો અભિપ્રાય આપશે કે નવું કેળવણીતંત્ર પ્રગતિકારક નથી. આ કેળવણીતંત્રને લીધે અને પરદેશીઓના સહવાસ તેમ જ દેશાંતરના વધતા જતા પ્રવાસને લીધે અનેક સામાજિક બાબતમાં અંગ્રેજી શાસન દરમ્યાન મૂળને તફાવત પડી ગયું છે એની કેઈથી ના પાડી શકાય તેમ નથી. દલિત અને અસ્પૃશ્યને જીવનના દરેક ક્ષેત્રમાં પિતાના જેવા ગણવાની અને તેમને ઊંચા ઉઠાવવાની દિવસે દિવસે બળવત્તર થતી ભાવના દરેક સવર્ણના મનમાં મૂળ નાખતી જાય છે. સુષુપ્ત સ્ત્રીશક્તિ જાગૃત બની દરેક ક્ષેત્રમાં પુરુષને સાથ આપી રહી છે અને તેને બે હળવો કરવા સાથે સાથે તેના અભિમાનને પણ હળવું કરી રહી છે. પંચ અને મહાજનની સંસ્થા લેકતંત્રની ઢબે પુનર્જીવન પામતી જાય છે, અને તેની ગતિ સેવાની દિશામાં વચ્ચે જાય છે. અંગ્રેજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org