________________
સ્વતંત્રતાને અર્થ
[ ૧૫૫
ચોકાવૃત્તિ તેમ જ ઉચ્ચનીચપણની ભાવનામાં સમાઈ જતું. બ્રાહ્મણ અને અન્ય ગુરુવર્ગની તેમ જ તેને સીધે ટેકે આપતા ઇતર સવર્ણોની જેટલી મહત્તા અને મહનીયતા હતી તેટલી જ દલિત અને અસ્પૃશ્ય ગણાતા વર્ગોની શુદ્ધતા અને નિંદનીયતા રૂઢ થઈ ગઈ હતી. સમગ્ર જીવનમાં મહત્વનો ભાગ ભજવે એવા લગ્નના સંબધ અછિક કે ગુણાતિ ભાગ્યે જ બચવા પામ્યા હતા. ઘરઆંગણે ન્યાય આપનારી અને સમાધાન કરાવનારી પંચ તેમ જ મહાજનની. જૂની સંસ્થાઓમાં સેવા કરતાં સત્તાને દેર સવિશેષ હતો.
આખા દેશમાં કેળવણીનું ધોરણ સસ્તુ અને સુલભ હતું, પણ એ કેળવણ જેટલા પ્રમાણમાં ઉચ્ચ ગણાતા વર્ણ અને વર્ગને સ્પર્શતી હતી તેમ જ તેને વારસાગત હતી તેટલા જ પ્રમાણમાં, બલકે તેથીયે વધારે પ્રમાણમાં, તે કેળવણુથી દેશને મોટો વર્ગ સાવ વંચિત રહે. અને આખોયે સ્ત્રી સમાજ તે મોટે ભાગે વિદ્યા તેમ જ સરસ્વતીની પૂજામાં જ શિક્ષણની ઈતિશ્રી સમજ. કેળવણીના વિષયો હતા તે અનેક, પણ તે બધા વિષયનું મુખ મોટે ભાગે પરલોકગામી જ બની ગયું હતું, અને તેથી તેવા વિષયોની કેળવણી ઐહિક જીવનમાં જે તે રસ પૂરો પાડી શકતી નહિ. એમાંથી સેવા કરવાને બદલે સેવા લેવાને ભાવ જ પ્રધાનપણે પેલાતો. બ્રહ્મની અને અતની ગગનગામી ભાવનાએ ચિંતનમાં અવશ્ય હતી, પણ વ્યવહારમાં તેની છાયા, નામમાત્રની હતી. વૈજ્ઞાનિક કહી શકાય એવા શિક્ષણને છેક અભાવ ન હતા પણ એ શિક્ષણ માત્ર કલ્પનાથી આગળ વધી પ્રાગિક ભૂમિકામાં ભાગ્યે જ જતું.
રાજકીય સ્થિતિ તો સાવ છિન્નભિન્ન થઈ નિર્નેયક સૈન્ય જેવી પ્રવર્તતી. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ અને ઘણીવાર સ્વામી-સેવક વચ્ચે રાજ્યસત્તાની લાલચ મહાભારત તેમ જ ગીતામાં વર્ણવતા કૌરવ-પાંડવના ગૃહકલહને સદાય સજીવ રાખતી. આખા દેશમાં તે શું, પણ એક પ્રાંત સુધીમાં સંવાદી કહી શકાય. એવું માત્ર પ્રજાહિતૈષી શાસન ભાગ્યે જ ટકતું. તલવાર, ભાલે અને બંદૂક પકડી શકે અને ચલાવી શકે તેવી એક કે અનેક વ્યક્તિાઓ ગમે ત્યારે પ્રજાજીવનને બેસરું કરી નાખતી. પરદેશી કે સ્વદેશી હુમલા સામે પૂરેપૂરું. કામ આપે તેવી સામૂહિક ત્રાણશક્તિ સાવ નિર્જીવ બની ગઈ હતી. એ જ કારણે અંગ્રેજો ભારતને જીતવા અને હસ્તગત કરવામાં સફળ થયા.
અંગ્રેજી શાસનના પ્રારંભથી જ દેશનું આર્થિક વહેણ પરદેશ તરફ વહેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org