________________
સ્વતંત્રતાને અર્થ
[૨૨] હું અર્થશાસ્ત્ર, ઇતિહાસ કે રાજકારણને જ્ઞાતા અગર અભ્યાસી નથી. તેમ છતાં દેશની સ્થિતિના સામાન્ય પરિચયમાં રહેવાનું મને હંમેશાં રુચ્યું છે. માત્ર આટલા જ આધાર ઉપર મને આવતી સ્વતંત્રતા વિશે જે કાંઈ વિચાર આવે છે તેને ટૂંકમાં આલેખવા ઈચ્છું છું.
વ્યવહારમાં અને દુન્યવી કોઈ પણ ક્ષેત્રમાં સ્વતંત્રતાને નિરપેક્ષ અર્થ શોધો શક્ય જ નથી. એટલે જ્યારે સ્વતંત્રતાના અર્થ વિશે વિચાર કરીએ ત્યારે સાપેક્ષદૃષ્ટિએ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. દેશ સ્વતંત્ર થયું છે, આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એવા એવા ઉદગાર કાઢવા અને તેને પ્રચલિત એ સામાન્ય અર્થ લે એ બહુ અઘરું નથી તેમ જ સ્વતંત્રતાની પ્રાપ્તિ નિમિતે થનારા ઉપર ઉપરના ફેરફારે સમજવા અને તે નિમિત્ત થનારા ઉત્સવ ને ઉજવણીઓમાં રસ લે એ પણું સહેલું છે. પરંતુ આવી રહેલી સ્વતંત્રતા આપણે જીવનને કઈ રીતે સ્પર્શ કરે છે તેમ જ પ્રત્યેક વ્યક્તિના જીવનપ્રદેશના કયા કયા બદ્ધ દ્વાર ખુલ્લાં કરે છે તેમ જ એ સ્વતંત્રતાજનિત મુકિતમાંથી કયા પ્રકારની કર્તવ્યપરતંત્રતા અનિવાર્ય રીતે ફલિત થાય છે એ સમજવું વધારે અઘરું છે કે જે સ્વતંત્રતાનું ખરું હાર્દ છે.
સ્વતંત્રતા આવી, એટલા ઉપરથી આટલી બાબત તે સૌના મનમાં વસેલી જ છે કે આપણે અંગ્રેજી હકુમતની પરતંત્રતાથી અગર વિદેશી શાસનની ગુલામીમાંથી મુકિત મેળવી. વિદેશી શાસનની ગુલામીને વિચાર આવતાં જ આપણે એ પણ વિચારવા પ્રેરાઈએ છીએ કે શું બ્રિટિશ હકૂમત પહેલાં આપણે ગુલામ ન હતા? અને ન હતા તે તે કયા અર્થમાં તેમ જ જે ગુલામ હતા તે તે ક્યા અર્થમાં? વળી એ પણ વિચાર આવે છે કે વિદેશી શાસને આ દેશમાં ગુલામી લાદી અને ગુલામી થિી, પરંતુ શું એણે માત્ર ગુલામી જ પિષી છે કે એણે સ્વતંત્રતાનાં બીજે પણ વાવ્યાં છે? આ અને આના જેવા પ્રશ્નો આપણને લાંબા નહિ તે ટૂંકા ભૂતકાળ ઉપર તટસ્થ દષ્ટિ નાખવા પ્રેરે છે. યુરોપના જુદા જુદા દેશમાંથી વિદેશીઓ આવ્યા તે વખતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org