Page #1
--------------------------------------------------------------------------
________________
સવ તીર્થકરોનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ
– મુનિ શ્રી તસ્વાનંદવિજયજી મ.
[ સર્વ તીર્થકરને લગતી સામાન્ય વસ્તુઓ સંક્ષેપમાં “પપ રન્ન ગ્રંથને આધારે અહીં રજૂ કરવામાં આવી છે.]
બધા પુરુષમાં પુરુષત્વ સમાન હોવા છતાં પૂર્વકૃત શુભાશુભ કર્મના પરિણામને કારણે ચાર પ્રકારના પુરુષાર્થોની સાધનામાં ભેદ પડે છે, તેથી આગમાં છ પ્રકારના પુરુષ વર્ણવવામાં આવ્યા છે. તે આ રીતે : (૧) અધમાધમ, (૨) અધમ, (૩) વિમધ્યમ, (૪) મધ્યમ, (૫) ઉત્તમ, (૬) ઉત્તમોત્તમ.
વિશેષાથીઓએ પ્રથમ પાંચ પ્રકારના પુરુષોનું વર્ણન “પટવુચરિત્તરથી જાણી લેવું. અહીં ફક્ત ઉત્તમોત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતનું વર્ણન જ આપવામાં આવ્યું છે.
ઉત્તમોત્તમ પુરુષ તીર્થકર નામકર્મના ઉદયવાળા શ્રી તીર્થકરે જ છે. તેઓ ત્રણે લેકના ઈશ્વર, ત્રણે લેકના નાથ, ત્રણે લોકમાં સૌથી અધિક પૂજનીય, ત્રણે લેક વડે સ્તવવા ગ્ય, ત્રણે લેક વડે ધ્યાન કરવા ગ્ય, સંપૂર્ણ નિર્દોષ અને સર્વ ગુણ સંપન્ન હોય છે, તેથી જ તેઓ સર્વ પ્રકારે સર્વ જીવથી ઉત્તમોત્તમ છે.
જ્યારે તે તીર્થકર ભગવંતના જીવે અનાદિ કાળમાં અવ્યવહાર રાશિમાં હોય છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના તથા ભવ્યત્વના વિપાકથી અનેક વિશેષ ગુણોને કારણે બીજા છ કરતાં ઉત્તમ હોય છે.
તે પછી યથાપ્રવૃત્તકરણ વડે જ્યારે તેઓ વ્યવહાર રાશિમાં આવે છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના કર્મ વિપાકના ભાવથી પૃથ્વીકાયના જીવમાં ચિંતામણિ રત્ન, પદ્મરાગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમ રત્નરૂપે થાય છે.
અપકાયમાં તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે. તેઉકાયમાં મંગલદીપ આદિ રૂપે ઉત્પન્ન થાય છે.
વાયુકામાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંત ત્રત્કાલીન મૃદુ, શીતલ અને સુગંધી વાયુ આદિ રૂપે ઉત્પન્ન થાય છે.
શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિ ગ્રંથ કઈક
Page #2
--------------------------------------------------------------------------
________________
[30]tallabhshesh
વનસ્પતિકાયમાં હેાય ત્યારે ઉત્તમ પ્રકારનાં ચંદન, કલ્પવૃક્ષ, પારિાત, આમ્ર, ચંપક, અશેક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ, નાગવેલ આદિ પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે.
dada
એઈંદ્રિયમાં દક્ષિણાવત શંખ, શુક્તિકા, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તેઇન્દ્રિય તથા ચૌરિંદ્રિયમાં પણ ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે. પચે દ્રિય તિય "ચમાં સર્વોત્તમ પ્રકારના હાથીરૂપે અથવા સારાં લક્ષણેાવાળા અશ્ર્વરૂપે ઉત્પન્ન થાય છે.
તે પછી મનુષ્યેામાં આવેલા તે ઉત્તમ કળામાં ઉત્પન્ન થઈ, અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ કરી, અનિવૃત્તિકરણ વગેરે ક્રમે સમ્યક્ત્વ પામીને, તેવા પ્રકારના ઉત્તમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ રૂપે સપૂર્ણ સામગ્રી પામીને, અહું વાત્સલ્યાદિ વીસ સ્થાનકની ઉત્તમ આરાધના કરીને અને તેથી શ્રી તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલેાકમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં દેવલાકનાં ઉત્તમ સુખાને અનુભવીને, ત્યાંથી આવેલા તેએ ચરમ જન્મમાં સર્વાંત્તમ અને વિશુદ્ધ જાતિ-કુળ-વશેામાં ઉત્પન્ન થાય છે.
તે વિશુદ્ધ જાતિ-કુળામાં તેમના અવતારના પ્રભાવથી માતાને ચૌદ મહા સ્વપ્ન
આવે છે.
તેએ ગર્ભાવાસમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન યુક્ત હાય છે. તેઓના મહાન પુણ્યાયથી પ્રેરાયેલ જા...ભક દેવતાઓ ગર્ભાવતાર સમયે ઇંદ્રિના આદેશથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના મહાનિધાના ભગવતના ગૃહમાં નિક્ષિપ્ત કરે છે.
તેઓ જ્યારે ગર્ભમાં હાય છે, ત્યારે ખીજા ગર્ભાની જેમ તેને વેદના હેાતી નથી તેમ જ માતાને પણ વેદના હેાતી નથી. તેઓને તથા માતાને આહાર આદિની અશુભ પરિ તિ હોતી નથી. માતાને સર્વ શુભ વસ્તુએની પ્રાપ્તિ થાય છે. રૂપ, સૌભાગ્ય, કાંતિ, બુદ્ધિ, બળ આદિમાં વૃદ્ધિ થાય છે. મન, વચન, કાયાના યેાગેા શુભ થઈ જાય છે. ઔદા, ગાંભીય, ધૈય આદિમાં ઘણી જ વૃદ્ધિ થાય છે. પરોપકાર, દયા, દાન, દેવગુરુભક્તિ ઈત્યાદિ ગુણા વિકસે છે. સ્વજના તરફથી અત્યંત બહુમાન મળે છે અને સ પ્રિય ઇન્દ્રિય વિષયાની પ્રાપ્તિ થાય છે. માતા સૌને પ્રિય લાગે છે.
- શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
કossesseslessed boddessess
o
fessages
feedbsess to obsesses
|૩૧]
પિતાને અત્યંત હર્ષ પ્રાપ્ત થાય છે. પિતાને ક્યાંય પણ પરાભવ થતું નથી. બધા જ રાજાઓ નમે છે. સર્વત્ર પિતાની આજ્ઞાનું વિશાળ પ્રવર્તન થાય છે. પિતાની યશકીર્તિ સર્વ દિશાઓમાં ફેલાય છે. વંશની ઉન્નતિ થાય છે. ઘરમાં સર્વ સુંદર વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને ચારે બાજુથી સર્વ પ્રકારની સંપત્તિઓ આવે છે, વિપત્તિઓ દૂર જાય છે.
તેમના જન્મ ક્ષણે સર્વ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે. ત્રણે લેકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે. અંતમુહૂર્ત સુધી નારકીઓને પણ સુખ થાય છે. પ્રમુદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહાંગણમાં રત્નનાં, સેનાનાં અને રૂપાનાં આભરણેની, ઉત્તમ વસ્ત્રોની, પુની અને સુગંધી જળની વૃષ્ટિ કરે છે. દેવતાઓ “જય જય’ શબ્દથી આકાશને ભરી નાખે છે. દેવોની દુંદુભિ આકાશમાં હાથથી તાડન કર્યા વગર વાગતી જ રહે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થાય છે. સુગંધી અને શીતળ વાયુ વાય છે, પૃથ્વી ઉપરથી ધૂળ સર્વત્ર શાંત થઈ જાય છે. પૃથ્વી સુગંધી અને શીતળ થાય છે.
છપ્પન દિકકુમારીઓ સુખકારક સૂતિકર્મ કરે છે. ચોસઠ ઈદ્રો મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરે છે, જગત ક્ષણવાર સર્વથા નિરુપદ્રવી, સમૃદ્ધિમય અને આનંદમય થઈ
જાય છે.
તે આ રીતે : દેવતાઓ, મનુષ્ય અને તિય એના પરસ્પરનાં વૈર નાશ પામે છે. લોકનાં આધિ અને વ્યાધિ શમી જાય છે. લેકમાં શુદ્ર ઉપદ્રવ થતા નથી. શાકિનીઓ કેઈનું કાંઈ પણ અનિષ્ટ કરી શકતી નથી. દુષ્ટ મંત્રો અને તંત્ર પ્રભાવ વિનાના થઈ જાય છે. ગ્રહો શાંત થઈ જાય છે. ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવે ઉપશાંત થાય છે. લેકનાં મન પરસ્પર પ્રીતિવાળાં થાય છે.
પથ્વીમાં દૂધ, ઘી, તેલ, ઈશ્કરસ વગેરેની વૃદ્ધિ થાય છે. સર્વ વનસ્પતિઓ પુષ્પ, ફળ અને નવકોમળ પત્રોથી સમૃદ્ધિ થાય છે. મહાન ઔષધિઓના પોતપોતાના પ્રભાવમાં ઘણી જ વૃદ્ધિ થાય છે, રત્ન, સોનું, રૂપું આદિ ધાતુઓની ખાણોમાં તે તે વસ્તુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે.
સમુદ્રોમાં ભરતી આવે છે. પાણી અત્યંત સ્વાદિષ્ટ અને શીતળ થાય છે. બધાં પુપે અધિક સુગંધવાળાં થાય છે. પથ્વીમાં રહેલાં નિધાને ઉપર આવે છે. વિદ્યાઓ અને મંત્રના સાધકને સિદ્ધિઓ સુલભ થાય છે. જોકેના હદયમાં સદ્દબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનાં મન દયાથી આદ્ધ થાય છે. મુખમાંથી અસત્ય વચને નીકળતાં નથી. બીજાઓનું
આ શીઆર્ય કલ્યાણગૌતમ ઋતિગ્રંથ 25),
Page #4
--------------------------------------------------------------------------
________________
[3]
ਟਰਿਪਟ ਰਿਨਿਰਰ ਫਿਰ ਵਰ ਵh a sਰ ਦੇ ਰਿਟਰਨੂੰ ਲੂੰਡ ਨੂੰ
ਟਰਟ ਨੂੰ ਦਰਿ ਡਾਰ ਵਰ • ਵਿਚ ਰਹਰਿ ਰਾਏ
ધન લઈ લેવાની બુદ્ધિ જાગતી નથી. કુશીલ લોકોને સંગ હેત નથી, કારણ કે લોકમાં કુશીલતા જ હોતી નથી. કોઈ વડે પારકાને પરાભવ હતા નથી, કારણ કે કોઇ જ હેતે નથી. વિનયનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયા જ હોતી નથી. જોકે ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરતા નથી, કારણ કે લાભ જ હોતું નથી. માનસિક સંતાપ હોતો નથી.
પરને પીડા કરે તેવા વચન કોઈ બોલતું નથી. કાયાથી અશુભ ક્રિયાઓ કઈ કરતા નથી. પાપ કરવાની બુદ્ધિ થતી નથી. લેકે સુકૃત કરીને મનઃશુદ્ધિવાળાં થાય છે. લેકનાં મનવાંછિતની પૂતિ થાય છે. લોકમાં પારકાના ગુણ ગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે. લેકે ઘેર ઘેર મહોત્સવ કરે છે. ભગવંતના જન્મનાં મંગલ ગીત ગવાય છે. ઘરે ઘરે વધામણ કરાય છે.
ભગવંતના જન્મથી સ્વર્ગ અને પાતાળ ભૂમિમાં રહેતા દેવતાઓ પ્રમુદિત થાય છે. તેઓ શાશ્વત ચિત્યમાં મહોત્સવ કરે છે. દેવાંગનાઓ ધાત્રી કર્મ કરે છે. દેવાંગનાઓ નવાં નવાં આભરણે ધારણ કરે છે અને અનેક પ્રકારની કીડાઓ કરાવે છે. દેવેન્દ્ર પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગુઠામાં અમૃતને સંચાર કરે છે.
બાલ્યકાળમાં પણ શ્રી તીર્થકર ભગવંતે ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે. અપરિમિત બળ અને પરાક્રમવાળા હોય છે. દેવતાઓ, અસુરે અને મનુષ્ય વડે અક્ષેભ્ય હેય છે. બીજા બાળકે કરતાં અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હોય છે. ત્રણે લેકની રક્ષા કરવામાં અક્ષુબ્ધ શક્તિવાળા હેય છે. અધ્યયન કર્યા વિના પણ વિદ્વાન હોય છે. શિક્ષણ પામ્યા વિના બધી જ કળાઓના સમૂહોમાં કુશળ હોય છે, અલંકાર વિના જ બધા જ અવયથી ઉત્તમ સૌંદર્યવાળા હોય છે. શિશુ કાળમાં પણ વાણુ અવ્યક્ત હોવા છતાં પણ દે, અસુરે અને મનુષ્યને આનંદ પમાડનારા હોય છે. અચપળ સ્વભાવવાળા હોય છે. પિતાને તેમ જ પારકાને સંતાપ ન થાય તેવા સ્વભાવવાળા હોય છે. લેલુપતા વિનાના હોય છે અને ય પદાર્થોના સ્વભાવને જાણનારા હેવાથી નિસ્પૃહ હોય છે.
શ્રી તીર્થકર ભગવંત જન્મથી જ રેગ, વેદ (પરસેવો), મળ આદિથી રહિત દેહવાળા હોય છે. તત્કાલ અત્યંત વિકસિત કમળ જેમ બહુ સુવાસિત દેહવાળા હોય છે અને ગાયના દૂધની ધારા જેવા વેત રક્ત અને માંસયુક્ત દેહવાળા હોય છે. તેઓના આહાર - વિહાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય હોય છે. આ ચાર અતિશયે તેઓને જન્મથી જે સહજ હોય છે.
ગઈ કા શ્રી આર્ય કથાણાગોણસ્મૃતિગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
khabhishekinahi..bhishakha [33]
અપ્રતિમ રૂપ અને સૌભાગ્યના ઉદ્ભવથી પવિત્ર એવા તેમના યૌવન કાળમાં તેમનાં રૂપ-સૌભાગ્યની શેશભા તા એવી અદ્ભુત હાય છે કે દેવતાઓ, અસુરે અને મનુષ્યાના સ્વામીના ( ઇંદ્ર આદિના) 'તઃકરણમાં પણ પરમેાચ્ચ ચમત્કાર ઉત્પન્ન થાય છે. સ દેવતાએ મળીને એક અંગુષ્ઠ પ્રમાણ રૂપને નિર્માણ કરે, તે પણ તે રૂપ ભગવંતના અંગુઠાના રૂપની આગળ જાજવલ્યમાન અગ્નિની આગળ અંગારાની જેમ શેાભાને પામતું નથી. વિશિષ્ટ પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થંકર ભગવંતાના સઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, ( ચાલ ), સત્ત્વ, ઉચ્છવાસ વગેરે બધું જ જગતમાં સર્વોત્તમ હોય છે.
ખરેખર રૂપ, સૌભાગ્ય અને એક હજાર આ બાહ્ય લક્ષણાથી સહિત એવુ‘ તેમનું શરીર સૌંદર્ય નું, લાવણ્યનું, કાંતિનુ, દીપ્તિનુ અને તેજનું પરમ અદ્ભુત ધામ હાય છે. સ્વમાં દેવદેવીએ તે રૂપ આદિનાં ગુણગાન અને ચિંતન કરે છે, પાતાળલાકમાં પાતાળવાસી દેવાંગનાએ તેને સ્તવે છે અને મલેકની અંદર મનુષ્ય–સ્રીએ તેનું ધ્યાન કરે છે.
ખરેખર, તેમના જેવુ રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલેાકન, વચન, દર્શીન, સ્પન, શ્રવણ, ઔદા, ગાંભી, ધૈર્ય, સમર્યાઢત્વ, આ, દયાળુતા, અનુદૃઢતા, સદાચાર, મનઃસત્ય, વચનસત્ય, કાયાક્રિયાસત્ય, સપ્રિયત્વ, પ્રભુત્વ, પ્રશાંતત્વ, જિતે'દ્રિયત્વ, ગુણીત્વ, ગુણાનુરાગીત્વ, નિમમત્વ, સૌમ્યતા, સામ્ય, નિર્ભયત્વ, નિર્દોષત્વ ઈત્યાદિ જગતમાં બીજા કાઈમાં પણ હોતાં નથી.
ત્રણે લેાકમાં અત્યંત અલૌકિક અને સૌથી ડિયાતા ગુણાના સમૂહેાના કારણે તે તીર્થંકર ભગવંતે। સૌથી મહાન બને છે. અને તેથી જ સત્ર મહાન પ્રતિષ્ઠા ( કીતિ, યશ આદિ )ને પામેલા છે. તે સત્ર ઉત્તમ વિવેકથી વિવિધ કાર્યને કરે છે અને સત્ર ઉચિત જ આચરવામાં અત્યંત ચતુર હેાય છે. આત્મામાં અભિમાન આદિ વિકારને ઉત્પન્ન કરનારાં સર્વોત્તમ જાતિ, કુળ, રૂપ, બળ, પ્રભુતા, સ`પત્તિ વગેરે અનેક કારણેા વિદ્યમાન હેાવા છતાં પણ તેઓ સત્ર નિવિકાર હાય છે. તેએ જાણે છે કે, વિષયસુખ અનંત દુઃખનુ કારણ છે અને સ્થિરતાનુ નાશક છે, છતાં પૂર્વના ભવામાં ઉપાર્જિત કરેલ તેવા પ્રકારના ભાગેાને આપનાર કર્માંના બળથી તેએ વિપુલ સામ્રાજ્ય, લક્ષ્મીને ભેગવે છે. તે વખતે પણ તેઓ નિરુપમ વૈરાગ્ય ર’ગથી રંગાયેલા હાય છે.
જયારે તેએ દેવેદ્રો અને નદ્રોની લક્ષ્મીને ભાગવતા હાય છે, ત્યારે પણ તેઓ વિરક્ત જ હેાય છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #6
--------------------------------------------------------------------------
________________
[3X]hhhhhhh #h bth !.
Galatalab 4 કરતું
સસારમાં એવી કાઈ રમ્ય ભાગ સૌંપત્તિ નથી કે, જે તેમના મનમાં રાગને ઉત્પન્ન કરી શકે. સ’સારમાં એવી કઈ વસ્તુ વાસ્તવિક રીતે સારભૂત નથી કે જે તેના મનને આકષી શકે. એવુ હોવાં છતાં પણ તેઓ વિધિપૂર્વક ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે પુરુષાર્થી સિદ્ધ કરે છે. ચેાથેા પુરુષાર્થ જે મેાક્ષ –તેની સાધનાને હવે સમય થયે છે, એમ જાણતા હેાવા છતાં પણ જયારે પાંચમા દેવલેાકમાં રહેલા લેકાંતિક દેવતાઓ ભગવત પાસે આવીને સાંવત્સરિક દાનના સમયને જણાવે છે, ત્યારે તેઓ દીક્ષાની તૈયારી કરે છે. પ્રભાત સમયે ભગવંત સ્વયં જાગૃત થાય છે, છતાં શ ંખ વગેરેના ધ્વનિથી તથા ૬ જય જય ' આદિ શબ્દોથી તેઓને સમયનો ખ્યાલ આપવામાં આવે છે. તે પછી ગામા, નગરો વગેરેમાં પહના વગાડવાપૂર્વક વરવિરકા ' કરાવવામાં આવે છે. ‘ વરવિરકા ’ એટલે ‘ દરેકને ઈચ્છિત અપાય છે' એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્દાષણા. તે પછી સોનુ, રજત, રત્ને, વસ્ત્રા, આભૂષણા, હાથીઓ, ઘેાડાએ વગેરે વડે સાંવત્સરિક મહાદાન કરવામાં આવે છે. તેમાં ભગવંતની બધા લેાકા ઉપર સમાન કૃપા હોય છે.
*
aaaaaaaaaaaa
તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણુથી રહિત કરવામાં આવે છે. તે પછી સર્વાંત્ર યશ અને કીર્તિના સૂચક પહ વગાડવામાં આવે છે. ચાસડે ઇંદ્રો ભગવતના દીક્ષા સમયને અવિધ જ્ઞાન વડે જાણે છે. તે પરિવાર સહિત ભગવતની પાસે આવે છે. તેઓ સર્વાં સમૃદ્ધિ વડે સર્વ પ્રકારે આઠ દિવસને મહાત્સવ કરે છે.
તે પછી ભગવંતા સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. તેઓ સર્વ શિક્ષાઓના રહસ્યને જાણે છે. તેઓનુ ચિત્ત કેવળ મેાક્ષમાં બધાયેલું હોય છે. તેઓ પૃથ્વીતળ ઉપર અપ્રતિબદ્ધ વિચરે છે અને પરિષહા અને ઉપસર્ગાને સહન કરે છે. તેઓ સમસ્ત માહ્ય અને અભ્ય તર પરિગ્રહના ત્યાગ કરે છે, તેથી નિગ્ર ંથ કહેવાય છે.
ધર્મ ધ્યાનને સ્થિર કરે છે.
મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી તેઓ તે પછી ક્ષાંતિ આદિ આલખનાથી શુકલ ધ્યાન ઉપર આરુઢ થાય છે. તે પછી ક્ષપક શ્રેણી દ્વારા ચાર ઘાતીકનો ક્ષય કરે છે; તેથી સ દ્રવ્યે અને તેઓના સત્ર પર્યાયાના સાક્ષાત્કાર કરતું વળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
ઘાતીકમ ના ક્ષય થતાં જ શ્રી તીર્થંકર ભગવાને વિશિષ્ટ પ્રકારની નામકની પ્રકૃતિના ઉદય થાય છે. તે તીર્થંકર નામક કહેવાય છે. તેને મહિમા આ પ્રમાણે છે :
હું એક ચેાજન પ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવતાએ પ્રમાન કરે છે. મેઘકુમાર દેવતાએ સુગધી જળથી સિચન કરે છે. ઋતુકુમાર દેવતાએ પાંચ વર્ણનાં સુગધી
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
E
ss. .
delets, lessfess.scieldslotsfest.selesed, daffodesfastest seeds festivals loofess૩૧
પુષ્પોની વૃદ્ધિ કરે છે. વ્યંતર દેવતાઓ મણિઓ, રત્નો અને સુવર્ણથી નિર્મિત એક
જન પ્રમાણ પીઠબંધ તૈયાર કરે છે. તે પીઠબંધ ઉપર વૈમાનિક દેવતાઓ રત્નમય પ્રથમ પ્રાકાર બનાવે છે. તેના કાંગરાઓ મણિઓના હોય છે. તેને ચાર દ્વાર હોય છે. તે પતાકાઓ, તોરણ, ધજાઓ વગેરેથી સુશોભિત હોય છે.
જ્યોતિષી દેવતાઓ સેનાને બીજો પ્રકાર બનાવે છે. તેને રત્નમય કાંગરાઓ હોય છે. તેને ચાર દ્વાર હોય છે. ભવનપતિ દેવતાઓ ત્રીજો રૂપાનો બાહ્ય પ્રાકાર રચે છે. તેને સેનાના કાંગરાઓ હોય છે અને ચાર કાર હોય છે. કલ્યાણ ભક્તિને ધારણ કરનાર દેવતાઓ ચૈત્યવૃક્ષ, રત્નમયપીઠ, દેવછંદ, સિંહાસન આદિ અન્ય રચનાઓ પણ કરે છે. આ રીતે સમવસરણ (દેશના સ્થાન)ની રચના થાય છે.
તે પછી ભગવંત સેનાનાં નવ કમળ ઉપર પગ મૂકતા મૂકતા તથા ચારે પ્રકારના દેવતાઓથી પરિવરેલા સમવસરણમાં પધારે છે, તીર્થને પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાય છે. એ વખતે દેવતાઓ બીજી ત્રણ દિશાઓમાં ભગવાનના ત્રણ રૂપની રચનાઓ કરે છે. આ રચના કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના અતિશયના પ્રભાવથી. તે વખતે બાર પર્ષદાઓ પિતે પોતાના સ્થાનમાં બેસી જાય છે. તે વખતે ભગવંત જનગામિની, સર્વ સંદેહનાશિની અને સર્વભાષાસંવાદિની એવી સર્વોત્તમ વાણી વડે ધર્મદેશના આપે છે. તે દેશના દ્વારા ભગવંત મેક્ષમાર્ગ બતાવે છે.
તે ભગવાન જગત ગુરુ, જગતના નાથ, જગતના તારક, અનંત ગુણેના કારણે સર્વોત્તમ, અનંત શક્તિવાળા, અનંત મહિમાવાળા, ચેત્રીસ અતિશયેથી સહિત, અષ્ટ મેડા પ્રાતિહાર્યોથી શોભતા, વાણીના પાંત્રીસ ગુણો વડે દેવતાઓ, અસુરે, મનુષ્યો અને તિર્યને આનંદિત કરવા સર્વ ગુણ સંપન્ન અઢાર દોષોથી રહિત હોય છે. તેઓ જઘન્યથી એક કરોડ ભક્તિવાળા દેવતાઓથી સદા સહિત હોય છે. આવા ભગવંત સ્વયં કૃતાર્થ હોવા છતાં પણ પરોપકાર માટે જગત ઉપર વિચરે છે.
શાસ્ત્રોમાં કહ્યું છે ? ચિત્રીસ અતિશયોથી સહિત, અષ્ટ મહા પ્રાતિહાર્યોથી શોભતા અને મેહથી રહિત એવા તીર્થકરેનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.
ચાર અતિશય જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણસ દેવકૃત એમ ત્રીસ અતિશય ભગવંતને હોય છે.
અશોક વૃક્ષ, દેવ વિરચિત પુષ્ય પ્રકર, મનોહર દિવ્ય ધ્વનિ, સુંદર ચામરયુગ્મ, શ્રેષ્ઠ આસન, ભામંડલથી દેદીપ્યમાન શરીર, મધુર નાદયુક્ત દુંદુભિ અને ત્રણ છત્ર-એમ ભગવંતના અષ્ટ મહા પ્રાતિહાર્ય કોના મનમાં પ્રમોદ ઉત્પન્ન કરતા નથી !
એમ શીઆર્ય કથાગૌતમસ્મૃતિ ગ્રંથ 2D ,
Page #8
--------------------------------------------------------------------------
________________ 3i6Joshishtefested assessessed. Made Messes Messed to dests Ided seedless des Mess જેઓ ચેત્રીસ અતિશયથી સહિત, અષ્ટ મહા પ્રાતિહાર્યથી ભતા, વાણીના પાંત્રીસ ગુણોથી યુક્ત, અઢાર થી રહિત અને રાગ, દ્વેષ અને મેહરૂપ મહા શત્રુઓને જીતનારા છે, તેમને જ, જગતમાં દેવાધિદેવ એવું નામ શેભે છે. આ રીતે ગુણસમૂહના કારણે મહાન, ત્રણે લેકમાં મહાન ખ્યાતિ પામેલા અને સર્વ દેવતાઓ, અસુરે અને મનુષ્યમાં સર્વ શ્રેષ્ઠ એવા ભગવંત પૃથ્વીતળ ઉપર વિચારીને કુમતરૂપ અંધકારને નાશ કરીને સુમતરૂપ પ્રકાશ પાથરે છે. તેઓ અનાદિ કાલીન પ્રબળ મિથ્યાત્વને નાશ કરે છે, રેય ભાવોને જણાવે છે, ભવભ્રમના કારણરૂપ અજ્ઞાનને નાશ કરે છે અને અનેક ભવ્યજનોને પ્રતિબોધ કરે છે. અંતે આયુકર્મની સમાપ્તિને સમયે શુકલ ધ્યાન વડે ભપગ્રાહી ચાર કર્મને ક્ષય કરે છે અને એક જ સમયમાં જ શ્રેણી વડે લેકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મેક્ષમાં ચાલ્યા જાય છે. તેઓ તેથી ઉપર જતા નથી, કારણ કે ત્યાં અલેકમાં ઉપગ્રહને અભાવ છે. તેઓ નીચે પણ આવતા નથી, કારણ કે તેઓમાં હવે ગુરુતા નથી. વેગ પ્રગને અભાવ હેવાથી તેઓને તિરછી ગતિ પણ નથી. - મેક્ષમાં રહેલા તે ભગવંતોને સિદ્ધ કહેવામાં આવે છે. સર્વ દે અને મનુષ્ય ઈદ્રિના અર્થોથી ઉત્પન્ન થતું, સર્વ ઈદ્રિયોને પ્રીતિકર અને મનોહર એવું જે સુખ ભોગવે છે તથા મહર્થિક દેવતાઓએ ભૂતકાળમાં જે સુખ ભોગવ્યું છે અને ભવિષ્યમાં જે સુખ ભગવશે, તેને અનંત ગુણ કરવામાં આવે તે પણ તે સિદ્ધ ભગવંતના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે, તે સિદ્ધ ભગવાન અનંત દર્શન, જ્ઞાન, શકિત અને સુખથી સહિત છે. તેઓ સદા ત્યાં જ રહે છે. તે જ સમયે અવધિજ્ઞાન વડે ચેસઠે ઈંદ્રો ભગવંતના નિર્વાણને જાણીને નિર્વાણ ભૂમિ પર પરિવાર સહિત આવે છે. ગશીર્ષ, ચંદન આદિ સુગંધી દ્રવ્યથી ભગવંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે અને સર્વ શાશ્વત ચિત્યમાં મહત્સવ કરે છે. શ્રી તીર્થકર ભગવંતને જીવ અનાદિ કાળથી સંસારમાં બીજા જ કરતાં વિશિષ્ટ હોય છે. તેઓનું ચ્યવન, જન્મ, ગૃહવાસ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ વગેરે બધું જ અલૌકિક હોય છે. આ પ્રમાણે તીર્થકર ભગવંતે સર્વ સંસારી જીથી સર્વ પ્રકારે ઉત્તમોત્તમ હોય છે. તેઓ તે પ્રકારની ઉત્તમોત્તમતા વડે વિશ્વને સર્વ સુખ આપનારા છે. સ્વયં અવ્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવોને મહાન ઉદયવાળું અવ્યય પદ આપવા માટે સર્વ રીતે સમર્થ છે. રી) શ્રી આર્ય કયાણા ગોલમસ્મૃતિગ્રંથ