________________ 3i6Joshishtefested assessessed. Made Messes Messed to dests Ided seedless des Mess જેઓ ચેત્રીસ અતિશયથી સહિત, અષ્ટ મહા પ્રાતિહાર્યથી ભતા, વાણીના પાંત્રીસ ગુણોથી યુક્ત, અઢાર થી રહિત અને રાગ, દ્વેષ અને મેહરૂપ મહા શત્રુઓને જીતનારા છે, તેમને જ, જગતમાં દેવાધિદેવ એવું નામ શેભે છે. આ રીતે ગુણસમૂહના કારણે મહાન, ત્રણે લેકમાં મહાન ખ્યાતિ પામેલા અને સર્વ દેવતાઓ, અસુરે અને મનુષ્યમાં સર્વ શ્રેષ્ઠ એવા ભગવંત પૃથ્વીતળ ઉપર વિચારીને કુમતરૂપ અંધકારને નાશ કરીને સુમતરૂપ પ્રકાશ પાથરે છે. તેઓ અનાદિ કાલીન પ્રબળ મિથ્યાત્વને નાશ કરે છે, રેય ભાવોને જણાવે છે, ભવભ્રમના કારણરૂપ અજ્ઞાનને નાશ કરે છે અને અનેક ભવ્યજનોને પ્રતિબોધ કરે છે. અંતે આયુકર્મની સમાપ્તિને સમયે શુકલ ધ્યાન વડે ભપગ્રાહી ચાર કર્મને ક્ષય કરે છે અને એક જ સમયમાં જ શ્રેણી વડે લેકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મેક્ષમાં ચાલ્યા જાય છે. તેઓ તેથી ઉપર જતા નથી, કારણ કે ત્યાં અલેકમાં ઉપગ્રહને અભાવ છે. તેઓ નીચે પણ આવતા નથી, કારણ કે તેઓમાં હવે ગુરુતા નથી. વેગ પ્રગને અભાવ હેવાથી તેઓને તિરછી ગતિ પણ નથી. - મેક્ષમાં રહેલા તે ભગવંતોને સિદ્ધ કહેવામાં આવે છે. સર્વ દે અને મનુષ્ય ઈદ્રિના અર્થોથી ઉત્પન્ન થતું, સર્વ ઈદ્રિયોને પ્રીતિકર અને મનોહર એવું જે સુખ ભોગવે છે તથા મહર્થિક દેવતાઓએ ભૂતકાળમાં જે સુખ ભોગવ્યું છે અને ભવિષ્યમાં જે સુખ ભગવશે, તેને અનંત ગુણ કરવામાં આવે તે પણ તે સિદ્ધ ભગવંતના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે, તે સિદ્ધ ભગવાન અનંત દર્શન, જ્ઞાન, શકિત અને સુખથી સહિત છે. તેઓ સદા ત્યાં જ રહે છે. તે જ સમયે અવધિજ્ઞાન વડે ચેસઠે ઈંદ્રો ભગવંતના નિર્વાણને જાણીને નિર્વાણ ભૂમિ પર પરિવાર સહિત આવે છે. ગશીર્ષ, ચંદન આદિ સુગંધી દ્રવ્યથી ભગવંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે અને સર્વ શાશ્વત ચિત્યમાં મહત્સવ કરે છે. શ્રી તીર્થકર ભગવંતને જીવ અનાદિ કાળથી સંસારમાં બીજા જ કરતાં વિશિષ્ટ હોય છે. તેઓનું ચ્યવન, જન્મ, ગૃહવાસ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ વગેરે બધું જ અલૌકિક હોય છે. આ પ્રમાણે તીર્થકર ભગવંતે સર્વ સંસારી જીથી સર્વ પ્રકારે ઉત્તમોત્તમ હોય છે. તેઓ તે પ્રકારની ઉત્તમોત્તમતા વડે વિશ્વને સર્વ સુખ આપનારા છે. સ્વયં અવ્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવોને મહાન ઉદયવાળું અવ્યય પદ આપવા માટે સર્વ રીતે સમર્થ છે. રી) શ્રી આર્ય કયાણા ગોલમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org