________________
[3]
ਟਰਿਪਟ ਰਿਨਿਰਰ ਫਿਰ ਵਰ ਵh a sਰ ਦੇ ਰਿਟਰਨੂੰ ਲੂੰਡ ਨੂੰ
ਟਰਟ ਨੂੰ ਦਰਿ ਡਾਰ ਵਰ • ਵਿਚ ਰਹਰਿ ਰਾਏ
ધન લઈ લેવાની બુદ્ધિ જાગતી નથી. કુશીલ લોકોને સંગ હેત નથી, કારણ કે લોકમાં કુશીલતા જ હોતી નથી. કોઈ વડે પારકાને પરાભવ હતા નથી, કારણ કે કોઇ જ હેતે નથી. વિનયનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયા જ હોતી નથી. જોકે ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરતા નથી, કારણ કે લાભ જ હોતું નથી. માનસિક સંતાપ હોતો નથી.
પરને પીડા કરે તેવા વચન કોઈ બોલતું નથી. કાયાથી અશુભ ક્રિયાઓ કઈ કરતા નથી. પાપ કરવાની બુદ્ધિ થતી નથી. લેકે સુકૃત કરીને મનઃશુદ્ધિવાળાં થાય છે. લેકનાં મનવાંછિતની પૂતિ થાય છે. લોકમાં પારકાના ગુણ ગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે. લેકે ઘેર ઘેર મહોત્સવ કરે છે. ભગવંતના જન્મનાં મંગલ ગીત ગવાય છે. ઘરે ઘરે વધામણ કરાય છે.
ભગવંતના જન્મથી સ્વર્ગ અને પાતાળ ભૂમિમાં રહેતા દેવતાઓ પ્રમુદિત થાય છે. તેઓ શાશ્વત ચિત્યમાં મહોત્સવ કરે છે. દેવાંગનાઓ ધાત્રી કર્મ કરે છે. દેવાંગનાઓ નવાં નવાં આભરણે ધારણ કરે છે અને અનેક પ્રકારની કીડાઓ કરાવે છે. દેવેન્દ્ર પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગુઠામાં અમૃતને સંચાર કરે છે.
બાલ્યકાળમાં પણ શ્રી તીર્થકર ભગવંતે ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે. અપરિમિત બળ અને પરાક્રમવાળા હોય છે. દેવતાઓ, અસુરે અને મનુષ્ય વડે અક્ષેભ્ય હેય છે. બીજા બાળકે કરતાં અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હોય છે. ત્રણે લેકની રક્ષા કરવામાં અક્ષુબ્ધ શક્તિવાળા હેય છે. અધ્યયન કર્યા વિના પણ વિદ્વાન હોય છે. શિક્ષણ પામ્યા વિના બધી જ કળાઓના સમૂહોમાં કુશળ હોય છે, અલંકાર વિના જ બધા જ અવયથી ઉત્તમ સૌંદર્યવાળા હોય છે. શિશુ કાળમાં પણ વાણુ અવ્યક્ત હોવા છતાં પણ દે, અસુરે અને મનુષ્યને આનંદ પમાડનારા હોય છે. અચપળ સ્વભાવવાળા હોય છે. પિતાને તેમ જ પારકાને સંતાપ ન થાય તેવા સ્વભાવવાળા હોય છે. લેલુપતા વિનાના હોય છે અને ય પદાર્થોના સ્વભાવને જાણનારા હેવાથી નિસ્પૃહ હોય છે.
શ્રી તીર્થકર ભગવંત જન્મથી જ રેગ, વેદ (પરસેવો), મળ આદિથી રહિત દેહવાળા હોય છે. તત્કાલ અત્યંત વિકસિત કમળ જેમ બહુ સુવાસિત દેહવાળા હોય છે અને ગાયના દૂધની ધારા જેવા વેત રક્ત અને માંસયુક્ત દેહવાળા હોય છે. તેઓના આહાર - વિહાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય હોય છે. આ ચાર અતિશયે તેઓને જન્મથી જે સહજ હોય છે.
ગઈ કા શ્રી આર્ય કથાણાગોણસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org