________________
[30]tallabhshesh
વનસ્પતિકાયમાં હેાય ત્યારે ઉત્તમ પ્રકારનાં ચંદન, કલ્પવૃક્ષ, પારિાત, આમ્ર, ચંપક, અશેક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ, નાગવેલ આદિ પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે.
dada
એઈંદ્રિયમાં દક્ષિણાવત શંખ, શુક્તિકા, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તેઇન્દ્રિય તથા ચૌરિંદ્રિયમાં પણ ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે. પચે દ્રિય તિય "ચમાં સર્વોત્તમ પ્રકારના હાથીરૂપે અથવા સારાં લક્ષણેાવાળા અશ્ર્વરૂપે ઉત્પન્ન થાય છે.
તે પછી મનુષ્યેામાં આવેલા તે ઉત્તમ કળામાં ઉત્પન્ન થઈ, અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ કરી, અનિવૃત્તિકરણ વગેરે ક્રમે સમ્યક્ત્વ પામીને, તેવા પ્રકારના ઉત્તમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ રૂપે સપૂર્ણ સામગ્રી પામીને, અહું વાત્સલ્યાદિ વીસ સ્થાનકની ઉત્તમ આરાધના કરીને અને તેથી શ્રી તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલેાકમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં દેવલાકનાં ઉત્તમ સુખાને અનુભવીને, ત્યાંથી આવેલા તેએ ચરમ જન્મમાં સર્વાંત્તમ અને વિશુદ્ધ જાતિ-કુળ-વશેામાં ઉત્પન્ન થાય છે.
તે વિશુદ્ધ જાતિ-કુળામાં તેમના અવતારના પ્રભાવથી માતાને ચૌદ મહા સ્વપ્ન
આવે છે.
તેએ ગર્ભાવાસમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન યુક્ત હાય છે. તેઓના મહાન પુણ્યાયથી પ્રેરાયેલ જા...ભક દેવતાઓ ગર્ભાવતાર સમયે ઇંદ્રિના આદેશથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના મહાનિધાના ભગવતના ગૃહમાં નિક્ષિપ્ત કરે છે.
તેઓ જ્યારે ગર્ભમાં હાય છે, ત્યારે ખીજા ગર્ભાની જેમ તેને વેદના હેાતી નથી તેમ જ માતાને પણ વેદના હેાતી નથી. તેઓને તથા માતાને આહાર આદિની અશુભ પરિ તિ હોતી નથી. માતાને સર્વ શુભ વસ્તુએની પ્રાપ્તિ થાય છે. રૂપ, સૌભાગ્ય, કાંતિ, બુદ્ધિ, બળ આદિમાં વૃદ્ધિ થાય છે. મન, વચન, કાયાના યેાગેા શુભ થઈ જાય છે. ઔદા, ગાંભીય, ધૈય આદિમાં ઘણી જ વૃદ્ધિ થાય છે. પરોપકાર, દયા, દાન, દેવગુરુભક્તિ ઈત્યાદિ ગુણા વિકસે છે. સ્વજના તરફથી અત્યંત બહુમાન મળે છે અને સ પ્રિય ઇન્દ્રિય વિષયાની પ્રાપ્તિ થાય છે. માતા સૌને પ્રિય લાગે છે.
- શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org