Page #1
--------------------------------------------------------------------------
________________
તે
|
* : Chinu Sk
છે.
'' AT
છે,
જ
છે.
૧૬. સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર યુગવીર”
ભૂમિકા : વર્તમાન શતાબ્દીના પ્રારંભમાં જૈન સંસ્કૃતિ, જૈન સાહિત્ય અને જૈન સમાજની તન-મન-ધનથી એકનિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાના જીવનને સુયશની સુગંધથી સુવાસિત કરનાર પંડિતવર્ય શ્રી જુગલકિશોરજી મુખનાર જૈન સમાજમાં એક વિદ્વાન સાહિત્યકાર અને સાહિત્યસમાલોચક તરીકેની પોતાની અમીટ છાપ મૂકતા ગયા છે. ધનેચ્છા કે માનેચ્છાની લેશમાત્ર પણ પરવા કર્યા વિના, કેવળ કર્તવ્યબુદ્ધિથી તેઓ જિનવાણીની જે સેવા કરી ગયા છે તે ખરેખર અદ્વિતીય અને અદ્ભુત છે! તેઓએ રચેલી “મેરી ભાવના” યુગો-યુગ સુધી જનમાનસમાં અમર રહેશે, એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી ! પ્રાચ્ય વિદ્યાના એક ઉત્તમ સંશોધક, એક સફળ સમાલોચક, સંપાદક તથા સાહિત્યલેખક તરીકે પંડિતશ્રી જૈનસંસ્કૃતિ પર અનેકવિધ ઉપકાર કરી ગયા છે. બીજી શતાબ્દીમાં થયેલ મહાન દિગંબર આચાર્યશ્રી સમન્તભદ્રના અનન્ય ચાહક શ્રી મુખ્તારજી શ્રી સમસ્તભદ્ર આચાર્યના સાહિત્ય તથા જીવનને પ્રકાશમાં લાવવામાં અનન્ય ફાળો આપતા ગયા છે. સતત સાત દાયકાઓ સુધી અનેકવિધ સાહિત્યસૃજન કરી પંડિતપ્રખર શ્રી જુગલકિશોર મુખ્તાર પોતાનું “યુગવીર' ઉપનામ સાર્થક કરી ગયા છે.
૧૨૧
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જન્મ, બાળપણ અને શિક્ષણ : વિક્રમ સંવત ૧૯૩૪ના માગસર સુદ અગિયા રસના રોજ શ્રી જુગલકિશોરજીનો જન્મ ચૌધરી નથુમલ જૈન અગ્રવાલની ધર્મપત્ની શ્રીમતી ભોઈદેવી જૈન અગ્રવાલની કૂખે સરસાવા(જિલ્લો : સહારનપુર, ઉ. પ્ર.)માં થયો હતો.
૧૨૨
પાંચ વર્ષની ઉંમરથી જ ઉર્દૂ-ફારસીના શિક્ષણનો આરંભ થયો. સાથે-સાથે પાઠ શાળામાં હિન્દી તથા સંસ્કૃતનો અભ્યાસ પણ કરવા લાગ્યા. બાળક જુગલકિશોરને અભ્યાસ કરાવતા મૌલવીસાહેબ બાળકની વિલક્ષણ પ્રતિભા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા અને વિચારતા કે આ બાળકની ધારણા-શક્તિ અને તર્ક-શક્તિ જરૂર કોઈ દૈવીપ્રદાન છે. તેની શક્તિઓ સાચે જ કોઈ સાધારણ બાળક કરતાં વિશિષ્ટ હતી. ઉર્દૂફારસીનું જે જ્ઞાન પ્રાપ્ત કરતાં સાધારણ બાળકને દસ વર્ષ લાગે તે જ્ઞાન બાળક જુગલકિશોરે થોડાંક જ વર્ષોમાં પ્રાપ્ત કરી લીધું. મૌલવીસાહેબ બીજાં બાળકોને ભણાવતાં, જુગલકિશોરનું ઉદાહરણ આપતાં કહેતા કે આ બાળકને જુઓ, તેની તર્કશક્તિ કેટલી વિશિષ્ટ છે ! કદાચ પૂર્વજન્મની કોઈ વિશિષ્ટ સાધનાના બળે જ બાળક જુગલકિશોરને ઉત્તમ ક્ષયોપશમ અને મૌલિક ચિતનની ક્ષમતા પ્રાપ્ત થઈ હશે ! તેમને ભણવાનો એટલો બધો શોખ હતો કે ત્યાંના પોસ્ટમાસ્તર શ્રી. બાલમુકુંદ પાસે નવરાશના સમયમાં તેઓ અંગ્રેજી પણ શીખતા. આ બધાની સાથે જૈનશાસ્ત્રનો અભ્યાસ પણ જૈન પાઠશાળામાં થતો. પાંચમા ધોરણ સુધી સરસાવાની સ્કૂલમાં અભ્યાસ કરી તેઓ ગવર્ન્મેન્ટ હાઈસ્કૂલ, સહારનપુરમાં દાખલ થયા અને ત્યાં નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્રાઇવેટ રીતે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી.
જુગલકિશોરજી પ્રતિદિન જૈન-શાસ્ત્રનો અત્યંત શ્રદ્ધાભક્તિપૂર્વક પાઠ કરતા. સરસાવામાં પોતાની નાની ઉંમરથી જ દશલક્ષણી પર્વમાં શાસ્ત્રવાંચન કરતા.
અભ્યાસ કરતાં કરતાં જ ૧૩-૧૪ વર્ષની ઉંમરે તેમનો વિવાહ થઈ ગયો હતો અને નાનપણથી જ તેમને ગૃહસ્થી બની જવું પડયું હતું.
સરસાવાની જૈન પાઠશાળામાં અભ્યાસ કરતાં કરતાં તેમણે લેખન-પ્રવૃત્તિનો પણ આરંભ કરી દીધો હતો. આરંભમાં જૈન ગૅઝેટ'માં તેઓ લેખ લખતા રહ્યા. ધીરેધીરે તેમની કાવ્યશક્તિ પણ પ્રસ્ફુરિત થવા લાગી. સોલાપુરથી પ્રકાશિત થયેલો ‘અનિત્ય પંચાશત' ગ્રન્થ તેમને ખૂબ ગમી ગયો અને તેનો તેમણે તુરત જ હિન્દી પદ્યાનુવાદ પણ કરી દીધો હતો,
જુગલકિશોરની જ્ઞાનપિપાસા ઘણી તીવ્ર હતી, પત્નીના આવ્યા પછી તેમની પ્રતિભા વધારે ચમકી ઊઠી ! તેમના જ્ઞાનાર્જનમાં પત્નીનો સહયોગ પણ ઘણો સરસ રહ્યો.
સરસાવાની હકીમ ઉગ્રસેનની પાઠશાળામાં તેમણે હિન્દી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. જન્મજાત મેધાના પ્રભાવે થોડાક જ પરિશ્રમથી હિન્દી-સંસ્કૃત પર તેમણે ધણો સારો અધિકાર પ્રાપ્ત કરી લીધો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થતાં જ તેમની અભિરુચિ
Page #3
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર ‘મુગવીર’
જૈનશાસ્ત્રોના અધ્યયન તરફ વળી. તેના ફળસ્વરૂપે રત્નકાંડ શ્રાવકાચાર, તાર્થસૂત્ર, ભક્તામરસ્તોત્ર આદિ પ્રારંભિક ધર્મગ્રંથો તેમણે નાની વયમાં જ કંઠસ્થ કરી લીધા હતા. પૌરાણિક ધર્મગ્રંથોના સ્વાધ્યાયથી અનેક ઐતિહાસિક જિજ્ઞાસાઓ પણ તેમના અંત:કરણમાં ઉત્પન્ન થઈ, જે આગળ જતાં ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રમાં અનેકવિધ પ્રદાન કરી ગઈ! તેમનું જૈન વાડ્મયનું જ્ઞાન ઉત્તરોત્તર પુષ્ટ તથા પરિવર્તિત થતું રહ્યું.
૧૨૩
સહારનપુરની સરકારી સ્કૂલમાં ૯ ધોરણ સુધી અંગ્રેજીનું શિક્ષણ લીધા પછી એક પ્રસંગ બનતાં તેમણે અચાનક સ્કૂલ છોડી દીધી !
જુગલકિશોર હંમેશાં નિયમિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરતા. છાત્રાવાસના જે રૂમમાં તેઓ રહેતા, તે રૂમની બહાર તેમણે બારણા પર લખેલું “None is allowed to enter with shoes.” તેઓ પોતાની રૂમમાં કોઈને પણ બૂટ-ચંપલ પહેરીને આવવા દેતા નહિ. એમના રૂમમાં શાસ્ત્રગ્રંથો હંમેશ રહેતા. જિનવાણીનો અવિનય— અજ્ઞાતના ન થાય તે માટે તેમણે આવો નિયમ રાખેલો. એક દિવસ એક મુસલમાન વિદ્યાર્થી જુગલકિશોરની ના પાડવા છતાં તેમની રૂમમાં ચંપલ પહેરીને ઘૂસૌ ગયો. નીડર જુગલકિશો૨ે તેને ધક્કો મારીને બહાર કાઢયો. તે મુસલમાન વિદ્યાર્થીએ પ્રધાનાધ્યાપકને જુગલકિશોર વિરુદ્ધ ફરિયાદ કરી. પ્રધાનાધ્યાપક તે વિદ્યાર્થીનો પક્ષ લઈ જુગલકિશોરને આર્થિક દંડ કર્યો. સ્વાભિમાની જુગલકશોર આ ઘટનાથી અત્યંત વિચલિત થઈ ગયા અને સ્કૂલ છોડી દીધી. ત્યાર પછી તેમણે પ્રાઇવેટ રીતે પરીક્ષા પાસ કરી.
નાનપણથી જ તેમના જીવનમાં વણાયેલી સત્યનિષ્ઠા અને તેને આચરણમાં મૂકવા માટે જે કાંઈ કરવું પડે તે કરી છૂટવાની પૂર્ણ તૈયારી-આ પ્રસંગમાં દૃષ્ટિગોચર થાય છે. આ ઘટનાથી કિશોર જુગલકિશોરને સત્ય માટે અહિંસાત્મક સંધર્ષ કરવાની ઉત્તમ પ્રેરણા અને દૃઢ સંકલ્પશક્તિ પ્રાપ્ત થયાં; તેમજ જિનવાણીની રક્ષા માટે બધું જ કરી છૂટવાની ભાવના પણ દૃઢપણે ઉત્પન્ન થઈ. સાહિત્યરચનાની પ્રાથમિક ભૂમિકામાં લખાયેલા સરસ્વતીના વિરલ પુત્ર જુગલકિશોરજીના પ્રારંભિક લેખો આજે અપ્રાપ્ય છે. પરંતુ તેમની એક રચના જેનું પ્રકાશન ૮ મે, ઈ. સ. ૧૮૯૬માં ‘જૈન ગૅઝેટ'માં પ્રકાશિત થઈ હતી, તે ઉપલબ્ધ છે. આ લેખ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે શ્રી. જુગલકશોરજીમાં શૈશવ-અવસ્થાથી જ અંતર્જ્યોતિ પ્રગટ થઈ ચૂકી હતી. આ અંતતિ વડે તેમને જણાયું કે ભારતના દુર્ભાગ્યનું કારણ અવિદ્યા, અસંગઠન અને માન્ય આચાર્યોનાં વચનો પ્રત્યેનો લોકોનો ઉપેક્ષાભાવ છે. જ્યાં સુધી આ મૂળ કારણોનો નાશ નહિ થાય ત્યાં સુધી દેશ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકશે નહિ કે જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રતિ થઈ શકશે નહિ. તેમણે પોતાની એક રચનામાં લખ્યું છે કે પ્રાચીન યુગમાં ભારત જગદ્ગુરુના સ્થાને બિરાજતું હતું. પણ આજે અજ્ઞાન અને અસંગઠનના કારણે તેનું આ પદ લુપ્તાવસ્થાને પ્રાપ્ત થયું છે. વિશ્વના માનચિત્ર પર તેનું આ પદ પુન: સ્થાપિત કરવા યુવકોએ સંગઠિત થઈ દેશોત્થાનના કાર્યમાં દૃઢાંકલ્પી થવું જોઈએ.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જીવનમાં એક નવો વળાંક : જુગલકિશોરના જીવનને કવિતા તથા ગવેષણાત્મક નિબંધોની રચના પ્રત્યે વાળવાનું કોય એક પ્રસંગને આભારી છે. આ ઘટના ઈ. સ. ૧૮૯૯ની આસપાસની છે. જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમના ધરે એક મંગળપ્રસંગ આવ્યો તે નિમિત્તે વધાઈ ગાવા માટે વિશિષ્ટ સ્ત્રીઓ ભેગી થઈ હતી. આ સ્ત્રીઓ અશ્લીલ ગીતો ગાવા લાગી. તે સાંભળીને કિશોરવયના જુગલકિશોરને અત્યંત નારાજી થઈ. જેમના અંત:કરણમાં ભારતીય સંસ્કૃતિની ઉત્તમ વિચારધારા છુપાયેલી હોય તેને આવાં અશ્લીલ ગીતો ક્યાંથી પસંદ આવે ! તત્કાળ તેમણે ગીતો ગાવાનું બંધ કરાવી દીધું અને પોતાની સહજ કાવ્યશક્તિથી એક માંગલિક વધાઈ ગીત લખી નાખ્યું. આ રચના તેમણે પોતાના અહંભાવને પોષવા અર્થે કરી ન હતી પણ અવિદ્યાના કારણે પોષાતી અશ્લીલતાનો ભારતીય સંસ્કૃતિમાંથી છેદ ઉડાડવા માટે કરી હતી. તેમણે પોતાની પ્રતિભાનો ઉપયોગ અશ્લીલતા દૂર કરવા કર્યો. આ પ્રસંગ પછી જુગલકિશોરના જીવનમાં ક્રમશ: કવિત્વશક્તિ વિકસિત થતી ગઈ અને તેમના અંત:કરણમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો સાહિત્યદેવતા જાગૃત થઈ ગયો.
જુગલકિશોરજીની શિક્ષા-દીક્ષા ઉર્દૂ-ફારસીમાં થઈ હોવા છતાં, તેમની દૂરગામી દૃષ્ટિએ જોઈ લીધું હતું કે ભારતીય સાહિત્યની સંપત્તિનું પ્રકાશન આ ભાષાઓ દ્વારા નહિ, પણ હિન્દી ભાષાના માધ્યમથી જ થઈ શકે તેથી તેઓ હિન્દી ભાષા તરફ વળ્યા અને નિબંધો, કવિતાઓ તેમજ અન્ય સાહિત્યિક રચનાઓ કરી.
જીવનસંધા–અર્થોપાર્જનની શરૂઆતઃ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા બાદ જુગલકિશોરજીએ વિચાર્યું કે પોતાની આજીવિકાનો નિર્વાહ પોતે જ કરવો જ જોઈએ. તેમનો પૂર્ણ વિશ્વાસ હતો કે જીવનસંઘર્ષમાં છાતી ખોલીને જ કામ કરવામાં જીવનની સાર્થકતા છે. તેથી તેમણે પોતાની રુચિ મુજબ મુંબઈ પ્રાન્ટિક મહાસભાના ઉપદેશક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ રીતે તેઓ જન-જાગરણ કરવા પણ ઇચ્છતા હતા. તેમના આ કાર્ય બદલ મહાસભા દ્વારા તેમને વેતન પણ મળતું હતું. આ ઘટના નવેમ્બર, ઈ. સ. ૧૮૯૯થી શરૂ થઈ હતી. ઉપદેશક તરીકેનું તેમનું આ કાર્ય ફક્ત એક મહિનો અને ૧૪ દિવસ ચાલ્યું. ધર્મપ્રચાર જેવા પવિત્ર કાર્ય માટે વેતન લેવામાં આવે તે તેમના હૃદયને અરુચિકર લાગ્યું ! આ કાર્યને અનનિક રૂપે જ કરવામાં સ્વાભિમાન જળવાશે એવી તેમને પ્રતીતિ થઈ. આ વિચારનું પરિણામ તેમના જીવનમાં સુખદ આવ્યું અને તેમણે કોઈ પણ પ્રલોભન વિના સાહિત્યસેવા કરવાનું શરૂ કર્યું.
હવે, યુવક જુગલકિશોરના મનમાં સ્વતંત્ર વ્યવસાય કરવાની ભાવના ઉત્પન્ન થઈ. તે જમાનામાં મુખત્યારીનો વ્યવસાય અત્યંત આકર્ષક ગણાતો હતો, કેમ કે તેમાં સારી એવી આવક થતી હતી. ઈ. સ. ૧૯૦૨માં તેમણે મુખારીની પરીક્ષા પાસ કરી અને સહારનપુરમાં તેનો વ્યવસાય શરૂ કર્યો. તે જમાનામાં વકીલોની સંખ્યા ઘણી ઓછી હોવાથી તેમની ફી ઘાણી વિશેષ રહેતી. સાધારણ માણસને તે પરવડતી નહીં તેથી લોકો વકીલને બદલે મુખ્તારને પસંદ કરતા હતા. ઈ. સ. ૧૯૦૫ માં તેઓ દેવબન્દ
Page #5
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસમાલોચક શી જુગલકિશોર મુખાર યુગવીર
૧૨૫
ચાલ્યા ગયા અને ત્યાં મુખ્તાર તરીકે પ્રેકિટસ કરતા રહ્યા. પોતાના સ્વતંત્ર કાનુની વ્યવસાયની સાથે સાથે તેઓ સમાજસેવાનાં કાર્યોમાં પણ ભાગ લેતા રહ્યા. મુખ્તારના વ્યવસાય વિષે એવી માન્યતા પ્રચલિત છે કે જે મુખ્તાર જૂઠ બોલી શકે અને જળ બિછાવી શકે, તે જ સફળ થઈ શકે. પણ શ્રી જુગલકિશોરજી આ વ્યાપક માન્યતાના તદ્દન વિરોધાભાસી વલણવાળા હતા. તેમણે પોતાના વ્યવસાયમાં કદી પણ જૂઠનો આશ્રય લીધો નથી, છતાં તેમની ગણના ઉચ્ચકોટિના મુખ્તારોમાં થતી હતી. તેમના જેવી માન્યતાવાળા સત્યનિષ્ઠ મુખ્તાર લાખોમાં એક જ હોઈ શકે ! વાદી કે પ્રતિવાદી પોતાનો મુકદ્દમો-કેસ તેમને સોંપી નિશ્ચિત થઈ જતા હતા. યુવક જુગલકિશોર પોતાનો અધિકાંશ સમય સાહિત્ય-કલા તેમજ પુરાતત્ત્વના અધ્યયન-અવેષણમાં પસાર કરતા હતા, છતાં પણ પોતાના વ્યવસાયને પૂર્ણ ન્યાય આપતા હતા. તેથી જ તેમની મુખારી પ્રસિદ્ધ હતી. આ વ્યવસાયમાં તેમને ધન તથા યશ બંને પ્રાપ્ત થયાં.
ગૃહસ્થાશ્રમના સારા-નરસા અનુભવો : પંડિતશ્રી જુગલકિશોરજીનું ગૃહસ્ય જીવન સા, સુખમય અને સહધર્મચારિણીના યોગ્ય સહકાર દ્વારા શાંતિપૂર્વક વ્યતીત થતું હતું. પંડિતજીની જ્ઞાનસાધનામાં તેમની ધર્મપત્નીનો ત્યાગ ઘણો મહત્ત્વનો ભાગ ભજવતો અને પત્નીની યથાર્થ સેવાઓ પ્રાપ્ત કરીને જ તેમણે પોતાનો બૌદ્ધિક વિકાસ સાધેલો.
વિ. સં. ૧૯૫૬ (ઈ. સ. ૧૮૯૯)માં પંડિતજીના ઘેર એક મનોહર પુત્રીનો જન્મ થયો. તેનું નામ “સન્મતિકુમારી' રાખ્યું. આ કન્યામાં નામ પ્રમાણે ગુણ હતા. ભણવામાં પણ તે ઘણી ચતુર હતી. પરંતુ પંડિતજીની આ લાડકી દીકરી માત્ર ૮ વર્ષની ઉંમરે જ પ્લેગની બીમારીમાં ગુજરી ગઈ. પંડિતજીને આથી ઘણી વેદના થઈ.
ઈ. સ. ૧૯૧૭માં બીજી એક પુત્રીનો જન્મ થયો, જેનું વિદ્યાવતી' નામ રાખવામાં આવ્યું. તે ઘણી સ્વરૂપવાન તેમજ ગુણવાન હતી. પુત્રી માંડ ત્રણ મહિનાની થઈ હશે ને પંડિતજીના જીવનમાં એક વાપાત જેવી ઘટના બની ગઈ. ૧૫ માર્ચ, ૧૯૧૮ના રોજ તેમનાં ધર્મપત્ની ૨૫ વર્ષોનો સાથ છોડી ન્યૂમોનિયાના કારણે સંસાર છોડી ગયાં. પંડિતજીની ગૃહસ્થીની લીલી વાડી અચાનક ઉજજડ બની ગઈ. પંડિતજી પર કન્યાના પાલનપોષણની જવાબદારી પણ આવી પડી. તે માટે તેમણે ધાયની સેવાઓ લીધી. કહેવત છે કે- “વિપત્તિ એકલી નથી આવતી, પણ સમૂહમાં આવે છે.’ પત્નીવિયોગનું દુ:ખ પંડિતજી ભૂલ્યા નહોતા એટલામાં નો પુત્રી વિદ્યાવતી પણ બીમાર પડી અને ૨૮ જાન્યુ., ૧૯૨૦ ના રોજ તેણે પણ સંસારમાંથી વિદાય લીધી. પડિતજીના જીવનમાં આ દિવસને પારિવારિક, કૌટુંબિક, ગાëસ્થિક ધર્મના સમાપ્તિ દિન તરીકે ગણી શકાય. પંડિતજીની બધી મહત્ત્વાકાંક્ષાઓ અનંત આકાશમાં વિલીન થઈ ગઈ. કૌટુંબિક વાપાતનો એક જબરજસ્ત હુમલો પંડિતજી પર થયો, પંડિતજીને તેની ભારે માર્મિક વેદના પણ થઈ. પરંતુ સ્વાધ્યાયતપસ્વી મુખારસાહેબે આવી પડેલી પરિસ્થિતિનું ચિત્તન-મનન કરી તેનો અત્યંત દઢતાથી સામનો કરવાનું મનોમન
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અર્વાચીન જૈન જ્યોતિધરો
નક્કી કરી લીધું. તેઓ નિલિપ્ત કર્મયોગીની જેમ પોતાની સાહિત્ય-સેવાની સાધનામાં બમણા વેગથી લાગી ગયા. પ્રકૃતિએ-કુદરતે જાણે કે તેમની સાધનાને વેગીલી બનાવવા માટે જ આ ગૃહસ્થીની જેજાળમાંથી તેમને મુક્ત કર્યા હતા.
પંડિતજી: પત્રકાર-સમ્પાદક તરીકે : પત્રકાર અને સમ્પાદક તરીકેની પ્રવૃત્તિને “યુગવીર’ શ્રી જુગલકિશોરજીની બહુમુખી પ્રતિભાનું એક મહત્ત્વનું અંગ ગણી શકાય. સાહિત્યમાં સત્યની સુરક્ષા એ પત્રકારનું સૌથી પવિત્ર કર્તવ્ય છે, જે “યુગવીરજીના જીવનમાં સમયે-સમયે જોઈ શકાય છે. પોતાના મૌલિક ચિન્તનને તર્કબદ્ધ રીતે સમાજ સમક્ષ નિર્ભયપણે મૂકવાનું શ્રેય શ્રી પંડિતજીના ફાળે જાય છે. શ્રી જુગલકિશોરજીનું પત્રકારજીવન જયારે તેમણે મહાસભાનું મુખપત્ર “જેન ગેઝેટ'નું સંપાદનકાર્ય સંભાળ્યું હતું ત્યારથી એટલે કે ૧ જુલાઈ, ઈ. સ. ૧૯૦૭થી શરૂ થયું હતું. તેમની સમ્પાદનશૈલીને ત્રણ ભાગમાં વહેંચી શકાય :
(૧) ભાષા-સંશોધનાત્મક પ્રવૃત્તિ (૨) સમાજસુધારની ભાવનાત્મક પ્રવૃત્તિ તેમજ (૩) પ્રમાણસંગહાત્મક પ્રવૃત્તિ. પંડિતજીના જીવન સમ્પાદનકાર્યને જનતાએ ખૂબ પસંદ કર્યું અને “જૈન ગેઝેટ'ની ગ્રાહકસંખ્યા ૩૦૦ થી ૧૫૦૦ સુધી પહોંચી ગઈ. પરંતુ તેમની સ્પષ્ટ-નિપક્ષ-નીડર વિચારસરણીથી સમાજના નેતા નારાજ થયા હતા. આથી તેમને ૩૧ ડિસે. ૧૯૦૯ના રોજ સમ્પાદક તરીકેની કામગીરી છોડી દેવી પડી.
જન ગૅઝેટ'માંથી છૂટા થયા પછી લગભગ દસ વર્ષે છે. શ્રી નાથુરામજી પ્રેમીએ પંડિતજીને “જેન હિતેષી”ના સમપાદક તરીકે નિયુક્ત કર્યા. પંડિતજીએ પોતાનું આ કાર્ય અનન્ય નિષ્ઠા અને દેઢ લગનથી ઈ. સ. ૧૯૨૧ સુધી બે વર્ષ માટે સફળપણે કર્યું.
૨૧ એપ્રિલ, ઈ. સ. ૧૯૨૯થી તેઓએ દિલ્હીમાં સુમંતભાશ્રમની સ્થાપના કરી અને નવેમ્બર માસથી “અનેકા-ત’ નામના માસિકપત્રનું સમ્પાદન તથા પ્રકાશનકાર્ય પ્રારંભ કર્યું. “અનેકાન' માસિકના સંપાદનમાં પંડિતજીની પ્રૌઢતા અને પાંડિત્યપૂર્ણ શૈલીનો ચરમ વિકાસ સ્પષ્ટપણે દષ્ટિગોચર થતો હતો. માસિકના સંપાદનમાં પંડિતજીની નીતિ લોકસૂચિન નહીં, પણ લોકહિતની રહી હતી.
ત્યાગના પથ પર: “જેન ગૅઝેટ'ના સમ્પાદનકાર્યથી જે સમય બચતો, તેમાં પંડિતજી જૈનસાહિત્યનું ગંભીર અધ્યયન કરતા. આ અધ્યયને તેમના ઉપર ઊંડી છાપ પાડી અને મુખારગીરીનો વ્યવસાય તેમને ભારરૂપ લાગવા માંડ્યો. જીવનનો અમૂલ્ય સમય નિરર્થક અર્થોપાર્જનમાં બરબાદ કરીને માત્રવધેલો સમય શોધ તથા સમાજસેવાના કાર્યમાં વાપરવાનું તેમના માટે અસહૃા થવા લાગ્યું. તેઓ વારંવાર બાબુ સૂરજભાનું વકીલને ટોકવા માંડયા કે આપણે બંને વકીલાત છોડી પૂરો સમય અનુસંધાન અને સમાજસેવાના કાર્યમાં લગાવીએ. એક દિવસે તેનું ફળ આવ્યું અને તા. ૧૨ ફેબ્રુ. ૧૯૧૪ના રોજ બાબુ સૂરજભાનુએ પોતાની વકીલાત અને પં. જુગલકિશોરજીએ તેમની
Page #7
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખાર પુરવીર
૧૨૭
મુખ્તારી છોડી દીધી. બંને પ્રસિદ્ધ વકીલ હતા, છતાં વકીલાત છોડી દીધી તેથી અજાણ્યા લોકોને ઘણું આશ્ચર્ય થયું. ૧૨ ફેબ્રુ. ૧૯૧૪નો દિવસ જેન આશ્રમ માટે એક પર્વ સમાન ગણાય, કેમ કે તે દિવસથી પંડિતજી સર્વ સમર્પણભાવથી સાહિત્યની સેવામાં લાગી ગયા.
“ગ્રંથપરીક્ષાના પ્રકાશનનું ઐતિહાસિક કાર્ય : જૈનશાસ્ત્રોનું ગંભીર અધ્યયન કરતાં એક વાત પંડિતજીના ધ્યાન પર ખાસ આવી કે જૈનશાસ્ત્રોમાં કેટલાક ભટ્ટારકોએ જૈન ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ ઘણી વિકૃત વાતો ઉમેરી દીધી છે. તેમણે એ શોધી કાઢયું કે જૈનશાસ્ત્રોમાં આ વિકૃત અંશો કઈ કઈ જગાએથી સામેલ થયા છે. તેમની આ શોધ “ગ્રંથપરીક્ષા” નામના પુસ્તકમાં ચાર ભાગોમાં પ્રકાશિત થઈ. લગભગ ઈ. સ. ૧૯૧૬માં ગ્રંથપરીક્ષાના બે ભાગ પ્રકાશિત થયા અને તેનાથી કેટલીયે પરંપરાગત માન્યતાઓ પર ઊંડો આઘાત લાગ્યો. અનેક વિદ્વાનો તેમની આ શોધ-કાર્યથી સમસમી ઉઠયા અને પંડિતજીને ધર્મદ્રોહી ગણવા લાગ્યા. તેમના આ ગ્રંથ વિરુદ્ધ ઘણી વાતો વહેતી થઈ પરંતુ કોઈ પણ વિદ્વાન તેની વિરુદ્ધમાં એક પણ પ્રમાણ રજૂ કરી શક્યો નહિ.
ઈ. સ. ૧૯૨૮માં “ગ્રંથપરીક્ષાઓનો ત્રીજો ભાગ પ્રકાશિત થયો. તેની ભૂમિકામાં પં. શ્રી નાથુરામજી પ્રેમીએ લખ્યું કે, “મારી જાણમાં નથી કે પાછલી કેટલીયે સદીઓથી કોઈ પણ જૈન વિદ્રાને આ પ્રકારનો સમાલોચક ગ્રંથ આટલા પરિશ્રમથી લખ્યો હોય અને આ વાત તો કોઈ પણ ખચકાટ વિના કહી શકાય કે આ પ્રકારનો પરીક્ષાલેખ જનસાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ છે. આ લેખમાળા પ્રતિવાદીઓ માટે લોઢાના ચણા સમાન છે.”
આ લોઢાના ચણાનું નિર્માણ કેટલી લગનથી થયું હશે ! આ લેખમાળા તૈયાર કરવામાં તેઓ એટલા બધા તલ્લીન રહ્યા હતા કે દોઢ મહિના સુધી તેમને ઊંઘ નહોતી આવી અને છતાંયે કોઈ પણ જાતની કમજોરી અનુભવ્યા વગર રસપૂર્ણ શૈલીથી તેમણે આ રચના પૂર્ણ કરી હતી. આને એક આશ્ચર્યકારક ઘટના જ ગણી શકાય !
“મેરી ભાવના'-એક અમર રચના: યુગવીરજીએ માત્ર “મેરી ભાવના નામની પ્રસિદ્ધ પદ્યરચના જ કરી હોત, તો પણ આ પદ્યરચનાના પ્રતાપે તેઓ અમર બની ચૂક્યા હોત ! આ કવિતા સૌથી પ્રથમ “જેનલિપિ”ના એપ્રિલ-મે, ૧૯૧૬ના સંયુક્ત અંકમાં છપાઈ હતી. આ કવિતા પુસ્તિકાના રૂપમાં પ૦ લાખની આસપાસ છપાઈ ચૂકી છે અને અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી, કન્નડ વગેરે ભાષાઓમાં તેના અનુવાદો પણ થઈ ચૂક્યા છે, જે તેની અત્યંત લોકપ્રિયતા અને સર્વોપયોગિતા દર્શાવે છે. આ પદ્યરચના મુખારજીની જીવનસાધનાના પ્રતીક સમાન હતી. જેનસમાજમાં તો “મેરી ભાવના” અને “યુગવીરજી બંને એક જ સિક્કાની બે બાજુ સમાન ગણાય છે! હજારો પરિવારોમાં તેનો નિત્યપાઠ થાય છે. સામૂહિક પ્રાર્થનાના રૂપમાં પણ ને અત્યંત પ્રસિદ્ધ થઈ છે. આ પદ્યરચનામાં આત્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય સમુત્યાનની ભાવના સ્પષ્ટપણે જોઈ શકાય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અર્વાચીન જૈન જયોતિર્ધરો
“મેરી ભાવના'નાં અગિયાર પદોમાં અનેક ઉત્તમ ગ્રંથોનો સાર “ગાગરમાં સાગર’ની જેમ ભરી દીધેલો જણાય છે. ભાવ તથા શબ્દયોજના–બંને દૃષ્ટિએ આ રચના અતિ ઉત્તમ છે.
પંડિતજીની ઐતિહાસિક સાહિત્યસાધના : પં. શ્રી જુગલકિશોરજીએ ૨૧ એપ્રિલ, ૧૯૨૯માં દિલ્લીમાં સમનભદ્રાશ્રમની સ્થાપના કરી. એક વર્ષ પછી તેનું સ્થાન દિલ્લીથી સરસાવામાં બદલવામાં આવ્યું. ત્યાં તે આશ્રમે વીરસેવા નામ ધારણ કર્યું. આમ પંડિતજીનું જન્મક્ષેત્ર જ તેમની સાધનાક્ષેત્રનું સ્થાન બની ગયું.
પંડિતજીની જીવનવ્યાપી સાહિત્યસાધનાને સંક્ષેપમાં વિચારીએ તો એમ કહી શકાય કે તેઓ એક ઉત્તમ સાહિત્યકાર, નિબંધકાર, સમાલોચક, ઇતિહાસકાર અને પત્રકારની–એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જેનસમાજમાં પાત્રકેસરી અને વિદ્યાનન્દ સ્વામીને એક જ વ્યક્તિ સમજવામાં આવતા હતા. મુખ્તાર સાહેબે પોતાની શોધના આધારે સ્પષ્ટ રીતે જણાવ્યું કે પાત્ર કેસરી વિદ્યાનન્દથી તથા અકાંકથી પણ પહેલાં થયેલા છે.
તેવી જ રીતે પંચાધ્યાયીના ગ્રંથકર્તા વિષે પણ તેમણે કેટલાય આધારો સાથે જણાવ્યું કે કવિરાજ શ્રીરાજમલ્લજી જ તેના ગ્રંથકર્તા છે.
મહાન આચાર્ય સ્વામી સમન્તભદ્રનો ઇતિહાસ કેવળ અંધારામાં હતો. પરંતુ મુખ્તારસાહેબે બે વર્ષના પ્રેમપરિશ્રમ વડે એક પ્રામાણિક ઈતિહાસ તૈયાર કર્યો, જેની અનેક વિદ્વાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. આમ સમcભદ્ર સ્વામીના ઇતિહાસને પ્રકાશમાં લાવવાનું સંપૂર્ણ શ્રેય પંડિતજીના ફાળે જાય છે.
જૈન સાહિત્યના એવા કેટલાયે ગ્રંથોનો ઉલ્લેખ મળે છે, પણ તે અપ્રાપ્ત છે. આવા ગ્રંથોની સૂચિ પંડિતજીએ તૈયાર કરી હતી. તેની શોધ માટે ઇનામની જાહેરાત પણ કરી હતી. તેમાંથી થોડાક ગ્રંથો પ્રાપ્ત પણ થયા હતા.
આંતરજાતીય વિવાહના સમર્થનમાં વિવાહ ક્ષેત્રો પ્રકાશ” નામનું પુસ્તક તથા દસ્તાપૂજા અધિકારના સમર્થનમાં જિન પૂજાધિકાર મીમાંસા' નામનું પુસ્તક પંડિતજીએ લખ્યું હતું. આના કારણે પંડિતજીને નાતબહાર મૂક્યા હતા પણ વ્યવહારમાં તે અમલી બન્યું નહોતું.
ધવલા તથા જયધવલાનો અભ્યાસ કરવા માટે પંડિતજી જૈન સિદ્ધાંત ભવનઆરામાં ગયા હતા અને સાડાત્રણ મહિના રાત-દિવસ પરિશ્રમ કરી તેમણે ૧૦૦૦ પાનાંની નોંધ (Notes) તૈયાર કરી હતી, જેમાં બંને ગ્રંથોનો સાર સંગ્રહીત છે.
મહાવીર ભગવાનના સમયની બાબતમાં અનેક મતભેદો તથા ઘણી મૂંઝવણો હતી. પંડિતજીએ ગંભીર અધ્યયન કરી તેનો સર્વમાન્ય સમન્વય પ્રસ્તુત કયોં. વીરશાસનજયંતી(ભગવાન મહાવીરની પ્રથમ ધર્મપ્રવર્તન તિથિ)ની શોધને તો તેમના જીવનનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય ગણી શકાય. આ તિથિ શ્રાવણ વદ પ્રતિપદાના રોજ ઉજવાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર “યુગવીર’ 129 વ્યકિતત્વ તથા કતિત્વની ઉપલબ્ધિઓ : આચાર્યશ્રી પ. જુગલકિશોરજીનું વ્યક્તિત્વ એક સાધક અને સ્વાધ્યાયનિષ્ઠ તપસ્વીનું ગણી શકાય. તેમના વ્યક્તિત્વમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ પ્રચૂર માત્રામાં જોઈ શકાય છે. તેઓ હંમેશાં પરીક્ષાપ્રધાની શ્રદ્ધાવાન રહ્યા છે, અંધવિશ્વાસ કે શિથિલાચારને તેઓશ્રીએ જીવનમાં કદી સ્થાન આપ્યું નથી. જયાં જયાં તેમણે અંધવિશ્વાસ, પાખંડ અને વિકૃતિઓ જોઈ, ત્યાં ત્યાં તેમણે દેઢતાથી તેનો સામનો કર્યો અને નિર્ભીક થઈને તેનું ખંડન કર્યું. જીવનોત્થાન માટે અત્યંત આવશ્યક એવા પરિશ્રમ અને અધ્યવસાય જેવા સદ્ગુણોનો સુંદર સમન્વય આપણને મુખ્તારસાહેબના જીવનમાં જોવા મળે છે. તેમના જેટલો પરિશ્રમી અને નિ:સ્પૃહતાપૂર્વક જિનવાણીની ઉપાસના કરનાર સાધક લાખોમાં એકાદ જ જોવા મળે છે. સાચે જ તેમનું મસ્તિષ્ક જ્ઞાનીનું, હૃદય યોગીનું અને શરીર કૃષકનું હતું. લોકસેવા અને સાહિત્ય-સેવામાં પ્રવૃત્ત જુગલકિશોરજી પોતાની સાહિત્ય-સાધના દ્વારા એટલું બધું અંતિહાસિક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરી ગયા છે કે શતાબ્દીઓ સુધી જનપરંપરામાં તેઓ અમર રહેશે. હરહંમેશ જ્ઞાનની ધારા પ્રવાહિત રહી છે. એક જ્ઞાની, સમાજસુધારક, દેઢ અધ્યવસાયી કવિ, નિબંધકાર, ઇતિહાસકાર અને સાહિત્યકાર તરીકેની તેમની બહુમુખી પ્રતિભા યુગોયુગ સુધી નવી પેઢીઓને પ્રેરક બની રહેશે. 5 અર્વાચીન જૈન જયોતિર્ધરો