________________
સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખાર પુરવીર
૧૨૭
મુખ્તારી છોડી દીધી. બંને પ્રસિદ્ધ વકીલ હતા, છતાં વકીલાત છોડી દીધી તેથી અજાણ્યા લોકોને ઘણું આશ્ચર્ય થયું. ૧૨ ફેબ્રુ. ૧૯૧૪નો દિવસ જેન આશ્રમ માટે એક પર્વ સમાન ગણાય, કેમ કે તે દિવસથી પંડિતજી સર્વ સમર્પણભાવથી સાહિત્યની સેવામાં લાગી ગયા.
“ગ્રંથપરીક્ષાના પ્રકાશનનું ઐતિહાસિક કાર્ય : જૈનશાસ્ત્રોનું ગંભીર અધ્યયન કરતાં એક વાત પંડિતજીના ધ્યાન પર ખાસ આવી કે જૈનશાસ્ત્રોમાં કેટલાક ભટ્ટારકોએ જૈન ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ ઘણી વિકૃત વાતો ઉમેરી દીધી છે. તેમણે એ શોધી કાઢયું કે જૈનશાસ્ત્રોમાં આ વિકૃત અંશો કઈ કઈ જગાએથી સામેલ થયા છે. તેમની આ શોધ “ગ્રંથપરીક્ષા” નામના પુસ્તકમાં ચાર ભાગોમાં પ્રકાશિત થઈ. લગભગ ઈ. સ. ૧૯૧૬માં ગ્રંથપરીક્ષાના બે ભાગ પ્રકાશિત થયા અને તેનાથી કેટલીયે પરંપરાગત માન્યતાઓ પર ઊંડો આઘાત લાગ્યો. અનેક વિદ્વાનો તેમની આ શોધ-કાર્યથી સમસમી ઉઠયા અને પંડિતજીને ધર્મદ્રોહી ગણવા લાગ્યા. તેમના આ ગ્રંથ વિરુદ્ધ ઘણી વાતો વહેતી થઈ પરંતુ કોઈ પણ વિદ્વાન તેની વિરુદ્ધમાં એક પણ પ્રમાણ રજૂ કરી શક્યો નહિ.
ઈ. સ. ૧૯૨૮માં “ગ્રંથપરીક્ષાઓનો ત્રીજો ભાગ પ્રકાશિત થયો. તેની ભૂમિકામાં પં. શ્રી નાથુરામજી પ્રેમીએ લખ્યું કે, “મારી જાણમાં નથી કે પાછલી કેટલીયે સદીઓથી કોઈ પણ જૈન વિદ્રાને આ પ્રકારનો સમાલોચક ગ્રંથ આટલા પરિશ્રમથી લખ્યો હોય અને આ વાત તો કોઈ પણ ખચકાટ વિના કહી શકાય કે આ પ્રકારનો પરીક્ષાલેખ જનસાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ છે. આ લેખમાળા પ્રતિવાદીઓ માટે લોઢાના ચણા સમાન છે.”
આ લોઢાના ચણાનું નિર્માણ કેટલી લગનથી થયું હશે ! આ લેખમાળા તૈયાર કરવામાં તેઓ એટલા બધા તલ્લીન રહ્યા હતા કે દોઢ મહિના સુધી તેમને ઊંઘ નહોતી આવી અને છતાંયે કોઈ પણ જાતની કમજોરી અનુભવ્યા વગર રસપૂર્ણ શૈલીથી તેમણે આ રચના પૂર્ણ કરી હતી. આને એક આશ્ચર્યકારક ઘટના જ ગણી શકાય !
“મેરી ભાવના'-એક અમર રચના: યુગવીરજીએ માત્ર “મેરી ભાવના નામની પ્રસિદ્ધ પદ્યરચના જ કરી હોત, તો પણ આ પદ્યરચનાના પ્રતાપે તેઓ અમર બની ચૂક્યા હોત ! આ કવિતા સૌથી પ્રથમ “જેનલિપિ”ના એપ્રિલ-મે, ૧૯૧૬ના સંયુક્ત અંકમાં છપાઈ હતી. આ કવિતા પુસ્તિકાના રૂપમાં પ૦ લાખની આસપાસ છપાઈ ચૂકી છે અને અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી, કન્નડ વગેરે ભાષાઓમાં તેના અનુવાદો પણ થઈ ચૂક્યા છે, જે તેની અત્યંત લોકપ્રિયતા અને સર્વોપયોગિતા દર્શાવે છે. આ પદ્યરચના મુખારજીની જીવનસાધનાના પ્રતીક સમાન હતી. જેનસમાજમાં તો “મેરી ભાવના” અને “યુગવીરજી બંને એક જ સિક્કાની બે બાજુ સમાન ગણાય છે! હજારો પરિવારોમાં તેનો નિત્યપાઠ થાય છે. સામૂહિક પ્રાર્થનાના રૂપમાં પણ ને અત્યંત પ્રસિદ્ધ થઈ છે. આ પદ્યરચનામાં આત્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય સમુત્યાનની ભાવના સ્પષ્ટપણે જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org