________________
૧૨૮
અર્વાચીન જૈન જયોતિર્ધરો
“મેરી ભાવના'નાં અગિયાર પદોમાં અનેક ઉત્તમ ગ્રંથોનો સાર “ગાગરમાં સાગર’ની જેમ ભરી દીધેલો જણાય છે. ભાવ તથા શબ્દયોજના–બંને દૃષ્ટિએ આ રચના અતિ ઉત્તમ છે.
પંડિતજીની ઐતિહાસિક સાહિત્યસાધના : પં. શ્રી જુગલકિશોરજીએ ૨૧ એપ્રિલ, ૧૯૨૯માં દિલ્લીમાં સમનભદ્રાશ્રમની સ્થાપના કરી. એક વર્ષ પછી તેનું સ્થાન દિલ્લીથી સરસાવામાં બદલવામાં આવ્યું. ત્યાં તે આશ્રમે વીરસેવા નામ ધારણ કર્યું. આમ પંડિતજીનું જન્મક્ષેત્ર જ તેમની સાધનાક્ષેત્રનું સ્થાન બની ગયું.
પંડિતજીની જીવનવ્યાપી સાહિત્યસાધનાને સંક્ષેપમાં વિચારીએ તો એમ કહી શકાય કે તેઓ એક ઉત્તમ સાહિત્યકાર, નિબંધકાર, સમાલોચક, ઇતિહાસકાર અને પત્રકારની–એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જેનસમાજમાં પાત્રકેસરી અને વિદ્યાનન્દ સ્વામીને એક જ વ્યક્તિ સમજવામાં આવતા હતા. મુખ્તાર સાહેબે પોતાની શોધના આધારે સ્પષ્ટ રીતે જણાવ્યું કે પાત્ર કેસરી વિદ્યાનન્દથી તથા અકાંકથી પણ પહેલાં થયેલા છે.
તેવી જ રીતે પંચાધ્યાયીના ગ્રંથકર્તા વિષે પણ તેમણે કેટલાય આધારો સાથે જણાવ્યું કે કવિરાજ શ્રીરાજમલ્લજી જ તેના ગ્રંથકર્તા છે.
મહાન આચાર્ય સ્વામી સમન્તભદ્રનો ઇતિહાસ કેવળ અંધારામાં હતો. પરંતુ મુખ્તારસાહેબે બે વર્ષના પ્રેમપરિશ્રમ વડે એક પ્રામાણિક ઈતિહાસ તૈયાર કર્યો, જેની અનેક વિદ્વાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. આમ સમcભદ્ર સ્વામીના ઇતિહાસને પ્રકાશમાં લાવવાનું સંપૂર્ણ શ્રેય પંડિતજીના ફાળે જાય છે.
જૈન સાહિત્યના એવા કેટલાયે ગ્રંથોનો ઉલ્લેખ મળે છે, પણ તે અપ્રાપ્ત છે. આવા ગ્રંથોની સૂચિ પંડિતજીએ તૈયાર કરી હતી. તેની શોધ માટે ઇનામની જાહેરાત પણ કરી હતી. તેમાંથી થોડાક ગ્રંથો પ્રાપ્ત પણ થયા હતા.
આંતરજાતીય વિવાહના સમર્થનમાં વિવાહ ક્ષેત્રો પ્રકાશ” નામનું પુસ્તક તથા દસ્તાપૂજા અધિકારના સમર્થનમાં જિન પૂજાધિકાર મીમાંસા' નામનું પુસ્તક પંડિતજીએ લખ્યું હતું. આના કારણે પંડિતજીને નાતબહાર મૂક્યા હતા પણ વ્યવહારમાં તે અમલી બન્યું નહોતું.
ધવલા તથા જયધવલાનો અભ્યાસ કરવા માટે પંડિતજી જૈન સિદ્ધાંત ભવનઆરામાં ગયા હતા અને સાડાત્રણ મહિના રાત-દિવસ પરિશ્રમ કરી તેમણે ૧૦૦૦ પાનાંની નોંધ (Notes) તૈયાર કરી હતી, જેમાં બંને ગ્રંથોનો સાર સંગ્રહીત છે.
મહાવીર ભગવાનના સમયની બાબતમાં અનેક મતભેદો તથા ઘણી મૂંઝવણો હતી. પંડિતજીએ ગંભીર અધ્યયન કરી તેનો સર્વમાન્ય સમન્વય પ્રસ્તુત કયોં. વીરશાસનજયંતી(ભગવાન મહાવીરની પ્રથમ ધર્મપ્રવર્તન તિથિ)ની શોધને તો તેમના જીવનનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય ગણી શકાય. આ તિથિ શ્રાવણ વદ પ્રતિપદાના રોજ ઉજવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org