________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જન્મ, બાળપણ અને શિક્ષણ : વિક્રમ સંવત ૧૯૩૪ના માગસર સુદ અગિયા રસના રોજ શ્રી જુગલકિશોરજીનો જન્મ ચૌધરી નથુમલ જૈન અગ્રવાલની ધર્મપત્ની શ્રીમતી ભોઈદેવી જૈન અગ્રવાલની કૂખે સરસાવા(જિલ્લો : સહારનપુર, ઉ. પ્ર.)માં થયો હતો.
૧૨૨
પાંચ વર્ષની ઉંમરથી જ ઉર્દૂ-ફારસીના શિક્ષણનો આરંભ થયો. સાથે-સાથે પાઠ શાળામાં હિન્દી તથા સંસ્કૃતનો અભ્યાસ પણ કરવા લાગ્યા. બાળક જુગલકિશોરને અભ્યાસ કરાવતા મૌલવીસાહેબ બાળકની વિલક્ષણ પ્રતિભા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા અને વિચારતા કે આ બાળકની ધારણા-શક્તિ અને તર્ક-શક્તિ જરૂર કોઈ દૈવીપ્રદાન છે. તેની શક્તિઓ સાચે જ કોઈ સાધારણ બાળક કરતાં વિશિષ્ટ હતી. ઉર્દૂફારસીનું જે જ્ઞાન પ્રાપ્ત કરતાં સાધારણ બાળકને દસ વર્ષ લાગે તે જ્ઞાન બાળક જુગલકિશોરે થોડાંક જ વર્ષોમાં પ્રાપ્ત કરી લીધું. મૌલવીસાહેબ બીજાં બાળકોને ભણાવતાં, જુગલકિશોરનું ઉદાહરણ આપતાં કહેતા કે આ બાળકને જુઓ, તેની તર્કશક્તિ કેટલી વિશિષ્ટ છે ! કદાચ પૂર્વજન્મની કોઈ વિશિષ્ટ સાધનાના બળે જ બાળક જુગલકિશોરને ઉત્તમ ક્ષયોપશમ અને મૌલિક ચિતનની ક્ષમતા પ્રાપ્ત થઈ હશે ! તેમને ભણવાનો એટલો બધો શોખ હતો કે ત્યાંના પોસ્ટમાસ્તર શ્રી. બાલમુકુંદ પાસે નવરાશના સમયમાં તેઓ અંગ્રેજી પણ શીખતા. આ બધાની સાથે જૈનશાસ્ત્રનો અભ્યાસ પણ જૈન પાઠશાળામાં થતો. પાંચમા ધોરણ સુધી સરસાવાની સ્કૂલમાં અભ્યાસ કરી તેઓ ગવર્ન્મેન્ટ હાઈસ્કૂલ, સહારનપુરમાં દાખલ થયા અને ત્યાં નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્રાઇવેટ રીતે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી.
જુગલકિશોરજી પ્રતિદિન જૈન-શાસ્ત્રનો અત્યંત શ્રદ્ધાભક્તિપૂર્વક પાઠ કરતા. સરસાવામાં પોતાની નાની ઉંમરથી જ દશલક્ષણી પર્વમાં શાસ્ત્રવાંચન કરતા.
અભ્યાસ કરતાં કરતાં જ ૧૩-૧૪ વર્ષની ઉંમરે તેમનો વિવાહ થઈ ગયો હતો અને નાનપણથી જ તેમને ગૃહસ્થી બની જવું પડયું હતું.
સરસાવાની જૈન પાઠશાળામાં અભ્યાસ કરતાં કરતાં તેમણે લેખન-પ્રવૃત્તિનો પણ આરંભ કરી દીધો હતો. આરંભમાં જૈન ગૅઝેટ'માં તેઓ લેખ લખતા રહ્યા. ધીરેધીરે તેમની કાવ્યશક્તિ પણ પ્રસ્ફુરિત થવા લાગી. સોલાપુરથી પ્રકાશિત થયેલો ‘અનિત્ય પંચાશત' ગ્રન્થ તેમને ખૂબ ગમી ગયો અને તેનો તેમણે તુરત જ હિન્દી પદ્યાનુવાદ પણ કરી દીધો હતો,
જુગલકિશોરની જ્ઞાનપિપાસા ઘણી તીવ્ર હતી, પત્નીના આવ્યા પછી તેમની પ્રતિભા વધારે ચમકી ઊઠી ! તેમના જ્ઞાનાર્જનમાં પત્નીનો સહયોગ પણ ઘણો સરસ રહ્યો.
સરસાવાની હકીમ ઉગ્રસેનની પાઠશાળામાં તેમણે હિન્દી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. જન્મજાત મેધાના પ્રભાવે થોડાક જ પરિશ્રમથી હિન્દી-સંસ્કૃત પર તેમણે ધણો સારો અધિકાર પ્રાપ્ત કરી લીધો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થતાં જ તેમની અભિરુચિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International