SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર ‘મુગવીર’ જૈનશાસ્ત્રોના અધ્યયન તરફ વળી. તેના ફળસ્વરૂપે રત્નકાંડ શ્રાવકાચાર, તાર્થસૂત્ર, ભક્તામરસ્તોત્ર આદિ પ્રારંભિક ધર્મગ્રંથો તેમણે નાની વયમાં જ કંઠસ્થ કરી લીધા હતા. પૌરાણિક ધર્મગ્રંથોના સ્વાધ્યાયથી અનેક ઐતિહાસિક જિજ્ઞાસાઓ પણ તેમના અંત:કરણમાં ઉત્પન્ન થઈ, જે આગળ જતાં ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રમાં અનેકવિધ પ્રદાન કરી ગઈ! તેમનું જૈન વાડ્મયનું જ્ઞાન ઉત્તરોત્તર પુષ્ટ તથા પરિવર્તિત થતું રહ્યું. ૧૨૩ સહારનપુરની સરકારી સ્કૂલમાં ૯ ધોરણ સુધી અંગ્રેજીનું શિક્ષણ લીધા પછી એક પ્રસંગ બનતાં તેમણે અચાનક સ્કૂલ છોડી દીધી ! જુગલકિશોર હંમેશાં નિયમિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરતા. છાત્રાવાસના જે રૂમમાં તેઓ રહેતા, તે રૂમની બહાર તેમણે બારણા પર લખેલું “None is allowed to enter with shoes.” તેઓ પોતાની રૂમમાં કોઈને પણ બૂટ-ચંપલ પહેરીને આવવા દેતા નહિ. એમના રૂમમાં શાસ્ત્રગ્રંથો હંમેશ રહેતા. જિનવાણીનો અવિનય— અજ્ઞાતના ન થાય તે માટે તેમણે આવો નિયમ રાખેલો. એક દિવસ એક મુસલમાન વિદ્યાર્થી જુગલકિશોરની ના પાડવા છતાં તેમની રૂમમાં ચંપલ પહેરીને ઘૂસૌ ગયો. નીડર જુગલકિશો૨ે તેને ધક્કો મારીને બહાર કાઢયો. તે મુસલમાન વિદ્યાર્થીએ પ્રધાનાધ્યાપકને જુગલકિશોર વિરુદ્ધ ફરિયાદ કરી. પ્રધાનાધ્યાપક તે વિદ્યાર્થીનો પક્ષ લઈ જુગલકિશોરને આર્થિક દંડ કર્યો. સ્વાભિમાની જુગલકશોર આ ઘટનાથી અત્યંત વિચલિત થઈ ગયા અને સ્કૂલ છોડી દીધી. ત્યાર પછી તેમણે પ્રાઇવેટ રીતે પરીક્ષા પાસ કરી. નાનપણથી જ તેમના જીવનમાં વણાયેલી સત્યનિષ્ઠા અને તેને આચરણમાં મૂકવા માટે જે કાંઈ કરવું પડે તે કરી છૂટવાની પૂર્ણ તૈયારી-આ પ્રસંગમાં દૃષ્ટિગોચર થાય છે. આ ઘટનાથી કિશોર જુગલકિશોરને સત્ય માટે અહિંસાત્મક સંધર્ષ કરવાની ઉત્તમ પ્રેરણા અને દૃઢ સંકલ્પશક્તિ પ્રાપ્ત થયાં; તેમજ જિનવાણીની રક્ષા માટે બધું જ કરી છૂટવાની ભાવના પણ દૃઢપણે ઉત્પન્ન થઈ. સાહિત્યરચનાની પ્રાથમિક ભૂમિકામાં લખાયેલા સરસ્વતીના વિરલ પુત્ર જુગલકિશોરજીના પ્રારંભિક લેખો આજે અપ્રાપ્ય છે. પરંતુ તેમની એક રચના જેનું પ્રકાશન ૮ મે, ઈ. સ. ૧૮૯૬માં ‘જૈન ગૅઝેટ'માં પ્રકાશિત થઈ હતી, તે ઉપલબ્ધ છે. આ લેખ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે શ્રી. જુગલકશોરજીમાં શૈશવ-અવસ્થાથી જ અંતર્જ્યોતિ પ્રગટ થઈ ચૂકી હતી. આ અંતતિ વડે તેમને જણાયું કે ભારતના દુર્ભાગ્યનું કારણ અવિદ્યા, અસંગઠન અને માન્ય આચાર્યોનાં વચનો પ્રત્યેનો લોકોનો ઉપેક્ષાભાવ છે. જ્યાં સુધી આ મૂળ કારણોનો નાશ નહિ થાય ત્યાં સુધી દેશ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકશે નહિ કે જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રતિ થઈ શકશે નહિ. તેમણે પોતાની એક રચનામાં લખ્યું છે કે પ્રાચીન યુગમાં ભારત જગદ્ગુરુના સ્થાને બિરાજતું હતું. પણ આજે અજ્ઞાન અને અસંગઠનના કારણે તેનું આ પદ લુપ્તાવસ્થાને પ્રાપ્ત થયું છે. વિશ્વના માનચિત્ર પર તેનું આ પદ પુન: સ્થાપિત કરવા યુવકોએ સંગઠિત થઈ દેશોત્થાનના કાર્યમાં દૃઢાંકલ્પી થવું જોઈએ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.249016
Book TitleSahityasamalochak Jugalkishor Mukhtar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size417 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy