Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રતિસેવના
કોઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ પુછાઈ જાય છે : “શું થયું છે ?’ સામાન્ય રીતે કોઈક રોગનું નામ કહેવાય છે. દાક્તર રોગનું બરાબર નિદાન કરે તે પછી ઉપચાર થાય છે.
કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ : “છેલ્લી ઘડી સુધી શું રોગ હતો તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને મૃત્યુ પામ્યો.”
કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ : “નિદાન બરાબર હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ.”
તો કોઈ વખત એવું સાંભળીએ છીએ કે : “નિદાન બરાબર હતું, પરંતુ દવા લાગુ પડી નહિ, કારણ કે રોગ ઘણો આગળ વધી ગયો હતો.'
રોગ થવો, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, ઉપાચર નક્કી થવો, ઉપચારનો તરત બરાબર અમલ થવો અને દર્દી સાજો થવો – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી ચીટપૂર્વક વર્તે છે તે રોગથી મુક્ત થઈ શકે છે.
જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના રોગ પણ હોય છે. શરીરના રોગના ચિહનો તરત નજરે પડે છે. પરંતુ મન અને આત્માના રોગનાં ચિહ્નો જણાતાં વાર લાગે છે. ક્યારેક જણાતાં પણ નથી. વળી તેના ઉપચારો પણ સૂક્ષ્મ હોય છે અને તેનું પરિણામ ક્યારેક વિલંબિત હોય છે.
રોગના નિરાકરણ માટે દર્દીએ પોતાની વાત પ્રામાણિકપણે કહી દેવી જોઈએ. એથી દાક્તરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. જો તે છુપાવે તો કેટલીક વાર ઉપચાર ઊંધા પણ પડે.
પ્રાચીન સમયનું એક સરસ દૃષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો અને ફળફળાદિ ખાઈને પોતાનો નિર્વાહ ચલાવતો. એક દિવસ એક
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
સ્થળેથી બીજે સ્થળે એ જતો હતો એવામાં એને કકડીને ભૂખ લાગી હતી. પરંતુ આસપાસ ક્યાંય કશું ખાવાનું મળ્યું નહિ. એમ કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યો. તેની ભૂખ વધી ગઈ હતી. એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા, માછીમારો પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી. તાપસ માત્ર ફળાહાર કરતો હતો. પરંતુ ભૂખ બહુ લાગી હતી એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી. પરંતુ એણે પહેલાં ક્યારેય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના દોષને કારણે એને તાવ ચઢયો. આશ્રમમાં એ પહોંચ્યો ત્યારે એની તબિયત ઘણી બગડી ગઈ. વૈદે કરેલા સામાન્ય ઉપચારોની કંઈ અસર ન થઈ, કારણ કે તાપસે વૈદને માત્ર ફળાહારની વાત કરી, માછલીની નહિ. એટલે વૈદે કહ્યું, ‘મારા ઉપચારો ઊંધા પડ્યા છે. માટે તમારાથી જરૂ૨ કોઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને યાદ આવતી નહિ હોય. માટે બરાબર યાદ કરો.' પરંતુ તાપસે ફરીથી કહ્યું કે પોતે ફ્ળાહાર સિવાય કશું જ ખાધું નથી. વૈદના જુદા જુદા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે તો કદાચ પ્રાણ બચશે નહિ એમ વૈદને લાગ્યું. વૈદે ફરી એક વખત તાપસને કહ્યું, ‘તમે જે કંઈ ખાધું હોય તે બધું હજી બરાબર યાદ કરો, કારણ કે મારા બધા ઉપચારો ઊંધા પડે છે ને તમારો જાન હવે જોખમમાં છે.’ એટલે તાપસે કબૂલ કર્યું કે પોતે માછલી ખાધી છે. વૈદે તરત જ એ પ્રમાણે ઉપચારોમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો.
ક
જેમ તાપસની બાબતમાં એમ પોતાના જીવનની બાબતમાં માણસ જો પોતાના દોષોનો સમયસર પ્રામાણિકપણે એકરાર કરી લે છે તો તે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી જઈ શકે છે.
સ્નાન, પ્રક્ષાલન, દંતધાવન ઇત્યાદિ દ્વારા પ્રતિદિન પોતાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલો પ્રયત્નશીલ હોય છે તેટલો ચિત્તની શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતો નથી. આત્માનું સ્વરૂપ કેવું છે, આત્માના ગુણો કયા કયા છે, આત્માને કયા કયા દોષોથી બચાવવાનો હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ રહી શકે છે.
દોષોનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના દોષસેવનને શાસ્ત્રીય પરિભાષામાં ‘પ્રતિસેવના’ કહેવામાં આવે છે. પ્રતિસેવા થવાનાં દસ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રતિસેવના
મુખ્ય કારણો છે. “ભગવતીસૂત્રમાં કહ્યું છે : સવિદ્દા પડવUT THી. આ દસ પ્રકારની પ્રતિસેવના નીચે પ્રમાણે છે :
(૧) દપ પ્રતિસેવના : અહંકારને કારણે થતી સંયમની વિરાધના.
(૨) પ્રમાદ પ્રતિસેવના : મદ્યપાન, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદના સેવનથી જીવનમાં આવતી અશુદ્ધિ.
(૩) અનાભોગ પ્રતિસેવના : અનાભોગ એટલે અજ્ઞાન. એને કારણે થતાં દુષ્કર્મો.
(૪) આતુર પ્રતિસેવના સુધા, તૃષા વગેરેની પીડાથી વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે તે.
(૫) આપ~તિસેવના : આપત્તિ આવી પડતાં થતી ચારિત્રની શિથિલતા, ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણાવાય છે : (અ) દ્રવ્યાપત્તિ (યોગ્ય આહાર આદિ ન મળે), (બ) ક્ષેત્રાપત્તિ (ભયંકર જંગલ કે અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય), (ક) કાલાપત્તિ (દુકાળ, રેલ, ધરતીકંપ વગેરે કુદરતી સંકટોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે), (ડ) ભાવાપત્તિ (માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્ય ચિત્ત ઉપરનો સંયમ ગુમાવી બેસે તે).
(૬) સંકીર્ણ પ્રતિસેવના : આહાર વગેરમાં દોષની શંકા થવા છતાં તેનો ઉપયોગ કરવાથી થતી વિરાધના.
(૭) સહસાકાર પ્રતિસેવના : અચાનક વગર-વિચાર્યું થઈ જતું અનુચિત કાર્ય.
(૮) ભય પ્રતિસેવના : અપમાન, લોકનિંદા, સજા, મૃત્યુ ઇત્યાદિના ભયને કારણે મનુષ્ય અસત્ય બોલે, બીજા ઉપર આળ ચઢાવે અથવા નિંદા કરે, ભયને ભૂલવા વ્યસનો સેવે ઇત્યાદિ અકાર્ય.
(૯) પ્રદોષ પ્રતિસેવના : ક્રોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ.
(૧૦) વિમર્શ પ્રતિસેવના : કોઈની પરીક્ષા કે કસોટી કરવાના ઇરાદાથી જાણીજોઈને ખોટો આરોપ મૂકવામાં આવે તેવું કાર્ય.
ચિત્તશુદ્ધિ માટે આ દશ પ્રકારની પ્રતિસેવનાથી બચવાની આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિસેવનારૂપી સૂક્ષ્મ રોગ ક્યારે ચિત્તમાં પેસી જાય છે તેની ખબર પડતી નથી. એ રોગનું નિદાન વ્યક્તિએ
Page #4
--------------------------------------------------------------------------
________________ જિનતત્ત્વ પોતે કરવાનું રહે છે અને નિદાન થયા પછી તેનો ઉપચાર પણ પોતે જ તરત કરવાનો રહે છે. પોતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની શોધ અને શુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તો જંગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર શિકારી, જેમ સિંહના હુમલા વખતે દોડી ન શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. દોષરૂપી કાંટાના તત્કાલ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રોગની જેમ દોષોની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષોનું તત્પણ શોધન કરવું એ ઉત્તમ પુરુષોનું લક્ષણ ગણાયું છે.