________________ જિનતત્ત્વ પોતે કરવાનું રહે છે અને નિદાન થયા પછી તેનો ઉપચાર પણ પોતે જ તરત કરવાનો રહે છે. પોતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની શોધ અને શુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તો જંગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર શિકારી, જેમ સિંહના હુમલા વખતે દોડી ન શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. દોષરૂપી કાંટાના તત્કાલ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રોગની જેમ દોષોની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષોનું તત્પણ શોધન કરવું એ ઉત્તમ પુરુષોનું લક્ષણ ગણાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org