SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ સ્થળેથી બીજે સ્થળે એ જતો હતો એવામાં એને કકડીને ભૂખ લાગી હતી. પરંતુ આસપાસ ક્યાંય કશું ખાવાનું મળ્યું નહિ. એમ કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યો. તેની ભૂખ વધી ગઈ હતી. એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા, માછીમારો પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી. તાપસ માત્ર ફળાહાર કરતો હતો. પરંતુ ભૂખ બહુ લાગી હતી એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી. પરંતુ એણે પહેલાં ક્યારેય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના દોષને કારણે એને તાવ ચઢયો. આશ્રમમાં એ પહોંચ્યો ત્યારે એની તબિયત ઘણી બગડી ગઈ. વૈદે કરેલા સામાન્ય ઉપચારોની કંઈ અસર ન થઈ, કારણ કે તાપસે વૈદને માત્ર ફળાહારની વાત કરી, માછલીની નહિ. એટલે વૈદે કહ્યું, ‘મારા ઉપચારો ઊંધા પડ્યા છે. માટે તમારાથી જરૂ૨ કોઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને યાદ આવતી નહિ હોય. માટે બરાબર યાદ કરો.' પરંતુ તાપસે ફરીથી કહ્યું કે પોતે ફ્ળાહાર સિવાય કશું જ ખાધું નથી. વૈદના જુદા જુદા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે તો કદાચ પ્રાણ બચશે નહિ એમ વૈદને લાગ્યું. વૈદે ફરી એક વખત તાપસને કહ્યું, ‘તમે જે કંઈ ખાધું હોય તે બધું હજી બરાબર યાદ કરો, કારણ કે મારા બધા ઉપચારો ઊંધા પડે છે ને તમારો જાન હવે જોખમમાં છે.’ એટલે તાપસે કબૂલ કર્યું કે પોતે માછલી ખાધી છે. વૈદે તરત જ એ પ્રમાણે ઉપચારોમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો. ક જેમ તાપસની બાબતમાં એમ પોતાના જીવનની બાબતમાં માણસ જો પોતાના દોષોનો સમયસર પ્રામાણિકપણે એકરાર કરી લે છે તો તે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી જઈ શકે છે. સ્નાન, પ્રક્ષાલન, દંતધાવન ઇત્યાદિ દ્વારા પ્રતિદિન પોતાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલો પ્રયત્નશીલ હોય છે તેટલો ચિત્તની શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતો નથી. આત્માનું સ્વરૂપ કેવું છે, આત્માના ગુણો કયા કયા છે, આત્માને કયા કયા દોષોથી બચાવવાનો હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ રહી શકે છે. દોષોનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના દોષસેવનને શાસ્ત્રીય પરિભાષામાં ‘પ્રતિસેવના’ કહેવામાં આવે છે. પ્રતિસેવા થવાનાં દસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249485
Book TitlePratisevna
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size260 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy