Book Title: Mandalana Jinalyoni Dhatupratimaona Lekho
Author(s): Lakshman Bhojak
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249338/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માંડલનાં જિનાલયોની ધાતુપ્રતિમાઓના લેખો લક્ષ્મણભાઈ ભોજક માંડલ. મધ્યકાલીન મંડલીગ્રામમાં સોલંકીયુગમાં કેટલાંક જિનાલયો બંધાયેલાં જે સૌનો મુસ્લિમ આક્રમણો દરમિયાન સંપૂર્ણ વિનાશ થઈ ચૂક્યો છે. વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતાં ત્રણ દહેરાસરો આધુનિક યુગમાં બંધાયેલાં છે, તેમાંનાં શાંતિનાથ-દહેરાસર અને મોટા દહેરાસરની ધાતુમૂર્તિઓ ઉપરના લેખો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. તેમાં કોઈ કોઈ મૂર્તિ ઉપર ૧૩મી સદીના લેખ છે પરંતુ તે પૂરા વંચાતા ન હોઈ છોડી દીધા છે. બાકીના છે તેમાં મોટા ભાગના ઈસ્વીસનની ૧૫મી શતાબ્દી અને કોઈ કોઈ સોળમી શતાબ્દીના તુલ્યકાલીન છે, જે બધા અહીં પ્રકાશિત કરવામાં આવે છે. પહેલાં શાંતિનાથના દહેરાસરના લેખો જોઈશું. પાટણના શ્રીમાલજ્ઞાતિના શ્રાવકાદિએ સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧માં ભરાવેલ પાર્શ્વનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમાની વૃદ્ધતપાગચ્છના પ્રસિદ્ધ આચાર્ય રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી હોઈ તે મહત્ત્વની છે. सं० १५०७ वर्षे वैशाष वदि .... पत्तनवास्तव्य श्रीश्रीमालज्ञा० व्य० वाधा० भा० टबकू गाधा-जावडपुत्राभ्यां भली-झलीपुत्रीभ्यां युतेन बाई भली नाम्न्या स्वभर्तुर्म० समधर श्रेयसे श्रीपार्श्वबिंब कारितं प्र० श्री वृद्धतपापक्षे श्री रत्नसिंहसूरिभिः ॥श्री: તીર્થકર ધર્મનાથની ચતુર્વિશતિપટ્ટયુકત આ ધાતુપ્રતિમા પણ પાટણના શ્રાવક-શ્રાવિકાદિએ ભરાવેલી છે. લેખ સં. ૧૫૯ | ઈસ. ૧૪૫૩નો છે. પ્રતિષ્ઠાપક આચાર્ય પિપલગચ્છના ઉદયદેવસૂરિ છે. संवत १५०९ वर्षे ज्येष्ठ बदि ९ ऊकेश श्रीश्रीमालज्ञातीय श्रे० घेता भा० घेतलदे भ्रातव्य आसापांचा भा० डाही द्वि० भा० वाल्ही सुत जूठा-शाणा-जिणदासै सर्वपूर्वजश्रेयोर्थं श्रीधर्मनाथप्रमुखचतुर्विशतिपट्टः कारित: प्रतिष्ठित: पिप्पलगच्छे भट्टा० श्री उदयदेवसूरिभि: शुभं भवतु શ્રી પ્રત્તનવાર્તવ્ય it આ પંચતીર્થી ધાતુપ્રતિમા પણ પાટણના જ શ્રાવક-શ્રાવિકાઓએ ભરાવેલ છે. ભરાવનાર શ્રીશ્રીમાલજ્ઞાતિના ગાંધી કુટુંબના છે. પ્રતિમા જીવિતસ્વામી શીતલનાથની છે અને તે પૂર્ણિમાપક્ષના ભીમપલ્લીય જયચન્દ્રસૂરિના ઉપદેશથી સં. ૧૫ર૩} ઈસ. ૧૪૬માં ભરાવવામાં આવી છે. संवत १५२३ वर्षे वैशाष बदि १ सोमे श्रीश्रीमालज्ञा० गांधी जावड भा० गुरी सुत धना द्वि० भा० हर्षादनाम्न्या सु० शंकर-श्रीदत्त-सहितया स्वपुण्यार्थं जीवितस्वामि-श्रीशीतलनाथबिंबं का० पूर्णिमापक्षे भीमपल्लीय श्रीपार्श्वचन्द्रसूरिपट्ट श्री जयचंद्रसूरिणामुपदेशेन प्रतिष्ठितं श्रीपत्तनवास्तव्य ॥ પ્રાગ્વાટ જ્ઞાતિના કુટુંબે સંભવનાથની ચતુર્વિશતિપટ્ટ યુકત આ ધાતુપ્રતિમા સં. ૧૫૪૧ | ઈ. સ. ૧૪૮૫માં Education international Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ લમાનભાઈ ભોજક Nirgrantha ભરાવેલી, જેની પ્રતિષ્ઠા (તપાગચ્છીય) સોમસુંદરસૂરિની પરંપરામાં થયેલા પ્રસિદ્ધ લક્ષ્મીસાગરસૂરિએ કરાવેલી છે. सं० १५४१ वर्षे प्राग्वाटज्ञातीय मं० देवा भार्या श्रा० रूपिणि पुत्र मं० पुंजाकेन भार्या श्रा० चंपाई-प्रमुख-कुटुंबयुतेन श्रीसंभवनाथ-चतुर्विंशतिपट्टः कारित: प्रतिष्ठित: श्रीसोमसुंदरसूरिसंताने श्रीलक्ष्मीसागरसूरिभिः। જિન ચંદ્રપ્રભની, મળે પરિકરમાંથી છૂટી પડી ગયેલ, આ ધાતુમૂર્તિ ઉપર સં. ૧૬૫૪ | ઈસ. ૧૫૮નો લેખ છે. પ્રતિષ્ઠાપક આચાર્ય પૂર્ણિમાપક્ષના લલિતપ્રભસૂરિ છે. सं० १६५४ माध वदि १ स्वौ सं० हीरजीकेन श्रीचंद्रप्रभस्वामिबिंब का० श्रीपूर्णिमापक्षे श्रीललितसूरिभिःप्रतिष्ठितं ॥ માંડલમાં મોટા દહેરાસર તરીકે ઓળખાતા મંદિર સમુદાયમાં ત્રણ મંદિરો છે, જેમાં વચ્ચેનું અને ઉત્તર તરફનું મંદિર વધારે જૂનું છે અને તે બન્નેમાં લેખો ધરાવતી ધાતુમૂર્તિઓ છે તેના લેખો ઉતારી અહીં આપવામાં भावे छे. સં. ૧૪૦૫ | ઈ. સ. ૧૩૪૯નો લેખ ધરાવતી આ એકતીથી પરિકર સરિત ધાતપ્રતિમાને “શ્રી શાંતિનાથ ગોત્રબિંબ” રૂપે ઘટાવી છે. શ્રીશ્રીમાલજ્ઞાતિના કુટુંબે એને પૂર્ણિમાપક્ષીય નરસિંહસૂરિના ઉપદેશથી ભરાવેલી છે. सं० १४०५ वर्षे वैशाष शुदि ५ सोमे श्रीश्रीमालज्ञा० व्य० वेला व्य० साजण व्य० अरसीह सा० गेला समस्त गोत्र-पूर्वज-संताने व्य० सामल व्य० सोना व्य० सांगा सा० वाच्छा व्य० रोहा व्य. नाना व्य० बाचा सु० ऊदा समस्ति] गोत्राभ्युदयाय पूर्वजा० स्वगोत्रिभि: मिलित्वा निजनां श्रेयसे श्रीशांतिनाथ-गोत्र-बिंब श्रीपूर्णिमापक्षीय श्रीरत्नसागरसूरिपट्टे श्रीनरसिंहसूरिणामुपदेशेन कारितं प्रतिष्ठितं श्रीसूरिभिः । श्री:।। શ્રી સંભવનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમા સં૧૫૦૧ / ઈસ. ૧૪૪૫માં શ્રીમાલજ્ઞાતિના પરિવારજનોએ ભરાવેલ છે. પ્રતિષ્ઠા બ્રહ્માણગચ્છના મુનિચંદ્રસૂરિએ કરી છે. सं० १५०१ वर्षे माघ शु० ५ बुधे श्रीश्रीमालज्ञातीय श्रे० डाहा भार्या मलू सुत लालाकेन पित-मात-पितृव्य-श्रेयोर्थं श्रीसंभवनाथबिंबं का० प्रति० श्रीब्रह्माणगच्छे श्रीमुनिचंद्रसूरिभिः । અંચલગચ્છીય જયકેસરિસૂરિના ઉપદેશથી ઉકેશજ્ઞાતિના શ્રાવક કુટુંબે સં૧૫૧૩ | ઈસ. ૧૪૫૭માં જિન મુનિસુવ્રતની ભરાવેલ છે. આ પંચતીર્થી ધાતુમૂર્તિની પ્રતિષ્ઠા શ્રીસંઘે કરી છે. सं० १५१३ वर्षे वैशाख मासे श्रीऊएस ज्ञा० सा० वीसा भा० वाहलदेसु० सा० झांझण-रतनाभ्यां भा० झटकादे पु० अमरादि-कुटुंबसहिताभ्यां श्रीअंचलगच्छेश श्रीजयकेसरिसूरीश्वरा श्रीमुनिसुव्रतस्वामिबिंबं स्वश्रेयसे कारि० प्र० श्रीसंघेन। Page #3 -------------------------------------------------------------------------- ________________ .-1996 ( ९ ) સંવત્ વગરની આ જિન વાસુપૂજ્યની પંચતીર્થી પણ શિખર વિનાની આ ધાતુપ્રતિમાની કુમારગિરિ હાલના કુણઘેર · માં નાગેન્દ્રગચ્છના કોઈ સૂરિએ પ્રતિષ્ઠા કરાવેલ છે. मांडवन विनासपोनी... - भा० दे पुत्र व्य० अमा भा० नाकू लघुभ्रातृ व्य० दमा भा० मल्हाई पु० धर्मण प्रमुख - कुटुंबयुतेन स्वश्रेयोर्थं श्रीवासुपूज्यबिंबं का० प्र० नागेन्द्रगच्छे श्रीसूरिभि: कुमरगिरौ ॥ ( 10 ) શ્રીમાલજ્ઞાતિના કુટુંબીજનોએ સં ૧૪૮૯ / ઇ સ૦ ૧૪૩૩માં આ પંચતીર્થી પંચધાતુની મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા પૂર્ણિમાપક્ષીય સાધુરત્નસૂરિએ કરી હોઈ તે મહત્ત્વની છે. संवत् १४८९ वैशाष शुदि ३ श्रीश्रीमाली श्रे० देवा भा० लहिकू पुत्र - गहगाकेन भा० गंगादे- पुत्र- डाहादि - कुटुंबयुतेन निजपुत्रश्रेयसे श्रीमुनिसुव्रतबिंबं कारितं प्रतिष्ठितं श्रीसूरिभिः ॥ श्रीपूर्णिमापक्षीय - श्री साधुरत्नसूरिभिः || (११) સં ૧૫૦૭ / ઈ સ ૧૪૫૧માં માંડલના શ્રીશ્રીમાલજ્ઞાતિના જૈન કુટુંબે જિન નમિનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમા આગમચ્છના હેમરત્નસૂરિના ઉપદેશથી ભરાવેલી છે. संवत् १५०७ वर्षे येष्ठ शु० ९ श्रीश्रीमालज्ञातीय व्य० धनपालभार्या फदू-सुत-कर्माकेन कुटुंबयुतेन स्वपितृश्रेयोर्थं श्रीनमिनाथबिंबं कारितं आगमगच्छे श्रीहेमरत्नसूरिणामुपदेशेन प्रतिष्ठितं मांडलीवास्तव्य || श्री ( १२ ) પાટણના રહેવાસી શ્રાવક-શ્રાવિકાઓના પરિવારે ભરાવેલી આ સુમતિનાથની પંચતીર્થી ધાતુપ્રતિમાની સં ૧૫૧૩ / ઈ સ૦ ૧૪૫૭માં (સોમસુંદરસૂરિની પરંપરાના) તપાગચ્છીય રત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરેલી હોઈ મહત્ત્વની છે. संवत् १५१३ वर्षे ज्येष्ठ शु० ९ बुधे श्रीश्रीमालज्ञातीय व्य० मालदे सुत-केल्हाभार्याहरषसुत - माणिक्य - भार्या - माणिकदे श्रेयसे सुत - लखराजादियुतेन श्रीसुमतिनाथबिंबं कारितं प्र० तपा - श्रीरत्नशेखरसूरिभिः पत्तनवास्तव्य ॥ श्री १०३ ( 23 ) અંચલગચ્છીય જયકેસરિસૂરિના ઉપદેશથી સં૰ ૧૫૧૭ / ઈ સ ૧૪૬૧માં શ્રીવંશના કુટુંબે ભરાવેલ આ સંભવનાથ જિનની પંચતીર્થી ધાતુપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીસંઘે કરેલી છે. सं० १५१७ वर्षे वैशाष शुदि ३ सोमे श्रीवंक्षे (शे) श्रे० मांडण भा० चापू- पु० - लाखाकेन भा० सोभागिणि पु० - सधारण सहितेन लघुभ्रातृ-रवीमसी- पुण्यार्थं श्रीअंचलगच्छाधीश- श्रीजयकेसरिसूरिणामुपदेशेन श्रीसंभवनाथबिंबं कारितं प्र० श्रीसंघेन । Page #4 -------------------------------------------------------------------------- ________________ 104 લમણભાઈ ભોજક Nirgrantha (14) સં 1523 / ઈસ. ૧૪૬૭માં બીબીપુરના પ્રાગ્વાટ જૈન કુટુંબે ભરાવેલ કુંથુનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમા વૃદ્ધ તપાગચ્છના જ્ઞાનસાગરસૂરિએ ભરાવેલ હોઈ અગત્યની છે. सं० 1523 वर्षे वैशाख शुदि 13 गुरौ श्रीबीबीपुरवास्तव्य-प्राग्वाटज्ञातीय-व्य० भूभवभार्या-ललीसुत-व्यः सीवाकेन भार्या टबी व्य० वच्छा-मुख्य-समस्तपुत्रयुतेन आत्मश्रेयसे श्रीकुंथुनाथबिंब कारापितं प्रतिष्ठितं श्रीवृद्धतपापक्षे श्रीज्ञानसागरसूरिभिः / / (15) ઉત્તર તરફ્તા દહેરાસરમાં રહેલા આ કુંથુનાથની પંચતીથી ધાતુપ્રતિમા ઉકેશવંશના પરિવારજનોએ સં ૧૫ર૩/ ઈ. સ. ૧૪૬૭માં પાટણમાં અંચલગચ્છીય જયકેસરિસૂરિના ઉપદેશથી ભરાવેલી. પ્રતિષ્ઠા અંચલગચ્છના શ્રીસંઘે કરાવેલી છે. संवत 1523 वर्षे वैशाष बदि 4 गुरौ श्रीऊएसवंशे दो० बडूआ भार्या मेघू-पु०-जय-सुश्रावकेण भा० जाल्हण भ्रातृ जैता पुत्र पूना सहितेन स्वश्रेयसे श्रीअंचलगच्छेश्वर-श्रीजयकेसरिसूरिणामुपदेशेन श्रीकुंथुनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीसंघेन पत्तने॥ ( 16 ) સં. 1587 | ઈ. સ. ૧૫૩૧ની અજિતનાથની આ પંચતીર્થી ધાતુમૂર્તિ પણ ઉપર્યુકત દહેરાસરમાં છે. ભરાવનાર પ્રાગ્વાટ જ્ઞાતિના સભ્યો છે. પ્રતિષ્ઠાપક આચાર્ય તપાગચ્છીય હર્ષવિનયસૂરિ છે. संवत् 1587 वर्षे वैशाखमासे कृष्णपक्षे 7 दिने शनिवारे चांपानेरवास्तव्य प्राग्वाटज्ञातीय लघुशाषीय मं० राणा भा० रंगादे पु० श्रीनाकूनाम्न्या भ्रा० मं० विपा युतया श्रीअजितनाथबिंब कारापितं प्रतिष्ठितं तपागच्छनायक श्रीहर्षविनयसूरिभिः માંડલની આ ધાતુપ્રતિમાઓમાં કેટલી માંડલમાં ભરાયેલી અને કેટલી પાટણાદિ સ્થળોની હશે તેનો નિર્ણય કરવો કઠણ છે. માંડલમાં વર્તમાને તપાગચ્છ, અંચલગચ્છ, અને પાર્ધચન્દ્રગચ્છ અસ્તિત્વમાં છે.