SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ લમાનભાઈ ભોજક Nirgrantha ભરાવેલી, જેની પ્રતિષ્ઠા (તપાગચ્છીય) સોમસુંદરસૂરિની પરંપરામાં થયેલા પ્રસિદ્ધ લક્ષ્મીસાગરસૂરિએ કરાવેલી છે. सं० १५४१ वर्षे प्राग्वाटज्ञातीय मं० देवा भार्या श्रा० रूपिणि पुत्र मं० पुंजाकेन भार्या श्रा० चंपाई-प्रमुख-कुटुंबयुतेन श्रीसंभवनाथ-चतुर्विंशतिपट्टः कारित: प्रतिष्ठित: श्रीसोमसुंदरसूरिसंताने श्रीलक्ष्मीसागरसूरिभिः। જિન ચંદ્રપ્રભની, મળે પરિકરમાંથી છૂટી પડી ગયેલ, આ ધાતુમૂર્તિ ઉપર સં. ૧૬૫૪ | ઈસ. ૧૫૮નો લેખ છે. પ્રતિષ્ઠાપક આચાર્ય પૂર્ણિમાપક્ષના લલિતપ્રભસૂરિ છે. सं० १६५४ माध वदि १ स्वौ सं० हीरजीकेन श्रीचंद्रप्रभस्वामिबिंब का० श्रीपूर्णिमापक्षे श्रीललितसूरिभिःप्रतिष्ठितं ॥ માંડલમાં મોટા દહેરાસર તરીકે ઓળખાતા મંદિર સમુદાયમાં ત્રણ મંદિરો છે, જેમાં વચ્ચેનું અને ઉત્તર તરફનું મંદિર વધારે જૂનું છે અને તે બન્નેમાં લેખો ધરાવતી ધાતુમૂર્તિઓ છે તેના લેખો ઉતારી અહીં આપવામાં भावे छे. સં. ૧૪૦૫ | ઈ. સ. ૧૩૪૯નો લેખ ધરાવતી આ એકતીથી પરિકર સરિત ધાતપ્રતિમાને “શ્રી શાંતિનાથ ગોત્રબિંબ” રૂપે ઘટાવી છે. શ્રીશ્રીમાલજ્ઞાતિના કુટુંબે એને પૂર્ણિમાપક્ષીય નરસિંહસૂરિના ઉપદેશથી ભરાવેલી છે. सं० १४०५ वर्षे वैशाष शुदि ५ सोमे श्रीश्रीमालज्ञा० व्य० वेला व्य० साजण व्य० अरसीह सा० गेला समस्त गोत्र-पूर्वज-संताने व्य० सामल व्य० सोना व्य० सांगा सा० वाच्छा व्य० रोहा व्य. नाना व्य० बाचा सु० ऊदा समस्ति] गोत्राभ्युदयाय पूर्वजा० स्वगोत्रिभि: मिलित्वा निजनां श्रेयसे श्रीशांतिनाथ-गोत्र-बिंब श्रीपूर्णिमापक्षीय श्रीरत्नसागरसूरिपट्टे श्रीनरसिंहसूरिणामुपदेशेन कारितं प्रतिष्ठितं श्रीसूरिभिः । श्री:।। શ્રી સંભવનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમા સં૧૫૦૧ / ઈસ. ૧૪૪૫માં શ્રીમાલજ્ઞાતિના પરિવારજનોએ ભરાવેલ છે. પ્રતિષ્ઠા બ્રહ્માણગચ્છના મુનિચંદ્રસૂરિએ કરી છે. सं० १५०१ वर्षे माघ शु० ५ बुधे श्रीश्रीमालज्ञातीय श्रे० डाहा भार्या मलू सुत लालाकेन पित-मात-पितृव्य-श्रेयोर्थं श्रीसंभवनाथबिंबं का० प्रति० श्रीब्रह्माणगच्छे श्रीमुनिचंद्रसूरिभिः । અંચલગચ્છીય જયકેસરિસૂરિના ઉપદેશથી ઉકેશજ્ઞાતિના શ્રાવક કુટુંબે સં૧૫૧૩ | ઈસ. ૧૪૫૭માં જિન મુનિસુવ્રતની ભરાવેલ છે. આ પંચતીર્થી ધાતુમૂર્તિની પ્રતિષ્ઠા શ્રીસંઘે કરી છે. सं० १५१३ वर्षे वैशाख मासे श्रीऊएस ज्ञा० सा० वीसा भा० वाहलदेसु० सा० झांझण-रतनाभ्यां भा० झटकादे पु० अमरादि-कुटुंबसहिताभ्यां श्रीअंचलगच्छेश श्रीजयकेसरिसूरीश्वरा श्रीमुनिसुव्रतस्वामिबिंबं स्वश्रेयसे कारि० प्र० श्रीसंघेन। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249338
Book TitleMandalana Jinalyoni Dhatupratimaona Lekho
Original Sutra AuthorN/A
AuthorLakshman Bhojak
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1996
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size300 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy