Book Title: Malayagirisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249084/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સિદ્ધાંતશાસ્ત્રના સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરીશ્વરજી મહારાજ સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિ શ્વેતાંબર પર પરાના પ્રભાવક આચાર્ય હતા. શ્રી મલયગિરિસૂરિ મહારાજે પોતાના ગ્રંથામાં કોઈ ઠેકાણે પોતાની ગુરુપર પરાને ઉલ્લેખ કર્યાં નથી, શ્રી મલગિરિના ગૃહસ્થજીવન સખ`ધી કે મુનિજીવન સ`બધી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. મુષ્ટિવ્યાકરણ અર્થાત્ શબ્દાનુશાસનના પ્રારંભમાં તેઓ લખે છે કે • આચાર્યા મનિરિ: ચન્ધ્યાનુશાસનમારંમતે તેમનું પેાતાનુ આ વાદ્ય તેમની આચાય - પદવીનું પ્રમાણ છે. " શ્રી જિનમંડનગણિકૃત ‘ કુમારપાલપ્રબંધ ' મુજબ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાયે દેવેન્દ્રણ અને મુનિ મલયગિરિ સાથે વિશેષ વિદ્યાની સાધનાની ષ્ટિથી ગુરુના આદેશ મેળવી ગૌડદેશ તરફ પ્રયાણુ કર્યુ હતું. માગ માં ત્રણેએ રૈવતાવતાર તીથે સાધના કરી. આથી મંત્રાધિષ્ઠાયક વિમલેશ્વરદેવ પ્રગટ થયા. તેમણે ત્રણેને ઇચ્છિત વરદાન માગવાનું કહ્યું. એ સમયે મલયગિરએ જૈન આગમ ( સિદ્ધાંત ) પર ટીકા રચવાનું વરદાન માગ્યું હતું. ત્રણેની ઇચ્છિત માંગણીને પૂર્ણ કરવા દે તથાસ્તુ કહીને અશ્ય થઈ ગયા. પ્રમાણે છે શ્રી મલયગિરિસૂરિ સૌના કલ્યાણની કામના ધરાવતા હતા. અનેક ટીકાગ'થાની પ્રશસ્તિઓમાં મળતાં ઉલ્લેખા મુજબ તેમણે ગ્રંથ રચતાં એક જ કામના રાખી હતી કે ૮ મને આ બનાવવાથી જે લાભ થાય તે વડે જગતના તમામ જીવા માધિબીજને પામે તેમ ઇચ્છુ છું.” અને “સૌ જીવે સમ્યક્ત્વ પામે, આત્મકલ્યાણ સાધે અને મેાક્ષ મેળવે.” શ્રી મલયિિરસૂરિ બુદ્ધિવાન અને જ્ઞાનસપન્ન હતા. તેમની સર્જનશક્તિ પણ અનુપમ હતી. તેમણે આગમગ્રંથા પર હજારો શ્ર્લાકપરિમાણ ટીકાગ્રંથનું નિર્માણ કર્યું ટીકા સિવાયના મૌલિક ગ્રંથની પણ રચના કરી છે. ટીકાકાર આચાયૅ માં આચાર્ય દેવ શ્રી મલયગિરિસૂરિનુ સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. તેમની ટીકાએ મૂલસૂત્રસ્પશી અને વ્યાખ્યારૂપે જ્યાં જરૂરી જણાયું ત્યાં પોતાનું મૌલિક ચિંતન વ્યક્ત કરનારી છે. જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસ ” ગ્રંથમાં આચાર્ય મલયરના ગ્રંથાની યાદી મળે છે. તેમાં તેમના ૨૫ ટીકાગ્રંથો અને મુષ્ટિવ્યાકરણ ( શબ્દાનુશાસન) નામના એક સ્વત ંત્ર ગ્રંથને ઉલ્લેખ છે. આ ટીકાગ્ર થેામાંથી ૧૯ ટીકાગ્રંથ અત્યારે મળે છે, આકીના મળતા નથી. ઉપલબ્ધ ટીકાગ્ર થાનું કુલ શ્ર્લોકપરિમાણ ૧,૯૧,૬૧૨ છે. ** સાહિત્યસર્જન : શ્રી મલયગિરિસૂરિએ જે કીમતી સાહિત્યરાશિનુ' સર્જન કર્યુ છે તે આ 40 શાસનપ્રભાવક ܐ 2010-04 ૧. ભગવઈસુત્ત શતક ખીન્તની વૃત્તિ. ૨. ભગવઈસુત્ત ( ભગવતીસૂત્ર ) શતક વીસમાની વૃત્તિ. ૩. રાયપસેણીસુત્ત – વૃત્તિ ( ટીકા ) ( ગ્રંથમાન : ૩૭૦૦ ). ૪. જીવાજીવાભિગમસુત્ત – Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૬૭ વૃત્તિ (ગ્રંથમાન : ૧૩૦૦૦). પ. પન્નવણા (પ્રજ્ઞાપના) સુત્ત – વૃત્તિ (ગ્રંથમાન : ૧૬૦૦૦). ૬. સૂરપત્તિ (સૂર્યપ્રાપ્તિ) વૃત્તિ (ગ્રંથમાનઃ ૯૦૦૦). ૭. ચંપત્તિ (ચંદ્રપ્રજ્ઞપ્તિ) વૃત્તિ (ગ્રંથમાન : ૯૪૧૧). ૮. જંબૂદીવપત્તિ – વૃત્તિ. ૯. નંદીસૂસ (નંદીસૂત્ર) વૃત્તિ (ગ્રંથમાન : ૭૭૩૫). ૧૦. મહાકલ્પસૂએ – પિઢીઆ (બૃહદ્ – પીઠિકા) વૃત્તિ (ગ્રંથમાન : ૧૩૧૪). (આ વૃત્તિ અધૂરી છે. આ ક્ષેમકીતિએ તે પૂરી કરી છે.). ૧૧. વ્યવહારત્ત -- વૃત્તિ (ગ્રંથમાન : ૩૩૬૨૫). ૧૨. ઇસકાંય (જ્યોતિષ) – વૃત્તિ (ગ્રંથમાન : પ૦૦૦). ૧૩. અવિસ્મય (આવશ્યક) સુત્ત – વૃત્તિ (ગ્રંથમાન : ૨૨૦૦૦ ). ૧૪. હનિજજુત્તિ (ઘનિયુક્તિ) વૃત્તિ (ગ્રંથમાન : ૭૫૦૦). ૧૫. પિંડનિજજુત્તિ – વૃત્તિ (ગ્રંથમાન : ૭૦૦૦). ૧૬. વિસાવસ્મય (વિશેષાવશ્યક) વૃત્તિ. ૧૭. કમ્મપયડી (કર્મપ્રકૃતિ) વૃત્તિ. ૧૮. ખિત્તસમાસ – વૃત્તિ. ૧૯. હારિભદ્રીય ઘમ્મસંગહણી વૃત્તિ. ૨૦. ધર્મસાર વૃત્તિ. ૨૧. ચંદ્રપ્રભ મહત્તર કૃત પંચસંગ્રહ – વૃત્તિ (ગ્રંથમાન : ૧૮૮૫૦). ૨૨. ષડશીતિ – વૃત્તિ. ૨૩. સપ્તતિકા – વૃત્તિ. ૨૪. મુષ્ટિ વ્યાકરણ (શબ્દાનુશાસન) અ૦ ૧૨, પજ્ઞવૃત્તિ સાથે. ૨૫. દેશીનામમાલા. નંદીસૂત્ર (નદીસૂઅ) વૃત્તિ : આચાર્ય શ્રી મલયગિરિની નંદીસૂત્ર વૃત્તિ ૭૭૩૫ કલેકપરિમાણ છે. આમાં ચૂર્ણિકારને નમસ્કાર કરી ટીકાકારે શ્રી હરિભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે. વિવિધ જૈન દાર્શનિક માન્યતાઓને જાણવા માટે વિશેષ ઉપયોગી છે. વિષયને સ્પષ્ટ કરવા માટે સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણો અને કથાનકે પણ આપવામાં આવ્યા છે. જેનદન સમ્મત પાંચ જ્ઞાનની વિસ્તૃત સામગ્રી બતાવતી આ ટીકા વિશાળ જ્ઞાનની દ્યોતક છે. ટકાની પ્રશસ્તિના ચેથા કલેકમાં શ્રી મલયગિરિએ સ્વલ્પ શબ્દોમાં અધિક અર્થ પ્રદાન કરનારી આ ટીકાની રચનાથી ફલિત થનાર સિદ્ધિને લેકકલ્યાણ માટે અર્પણ કરી છે. પ્રજ્ઞાપના (પન્નવણાસુરી વૃત્તિ : આ વૃત્તિનું ગ્રંથમાન ૧૬૦૦૦ પદ પરિમાણ છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આ સૂત્ર પર વિષમ પદવિવરણ લખ્યું છે. આ ટકામાં આચાર્ય હરિભદ્રસૂરિનું તે વિવરણ આધારભૂત બન્યું છે. આ ટીકા સંક્ષિપ્ત છે. કઈ કઈ સ્થળે જરૂરિયાત મુજબ વિસ્તાર કર્યો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ (સૂરપત્તિ ) વૃત્તિ : આ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગની ટીકા છે. આનું ગ્રંથમાન ૯૦૦૦ શ્લેક પરિમાણ છે. આચાર્ય મલયગિરિના શબ્દોમાં આ સૂત્રસ્પશી ટીકા છે. કર કાળના પ્રભાવથી આચાર્ય હરિભદ્રસૂરિની નિયુક્તિ નષ્ટ થઈ ગઈ હતી, આથી આચાર્ય મલયગિરિએ મૂલસૂત્ર પર ટીકાની રચના કરી છે. જેનદર્શનમાન્ય તિષરાન સંબંધી સામગ્રી મેળવવા આ ટકાગ્રંથ ઉપગી છે. જીવાજીવાભિગમવિવરણવૃત્તિ ઃ આનું ગ્રંથમાન ૧૩૦૦૦ છે. આ ત્રીજા ઉપગની ટીકા છે. આમાં વિવિધ પ્રકારની સામગ્રી બતાવી છે. આ ટીકામાં કેટલાક પ્રાચીન ગ્રંથ અને ગ્રંથકારોના નામને પણ ઉલ્લેખ છે, જે ઐતિહાસિક સામગ્રીની દષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. તિષ્કરંડક (ઈસકરંડય) વૃત્તિ : આ ટીકા પ્રકીર્ણક ગ્રંથ પર છે. આ ટીકામાં 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શાસનપ્રભાવક કાળજ્ઞાનની વિશેષ સામગ્રી છે. વલભી અને માથુરી વાચનાને ઘટનાપૂર્ણાંક વિસ્તૃત ઉલ્લેખ આ ટીકામાં મળે છે. ટીકાના અંતમાં શ્રી મલયગિરિએ ટીકાગત અશુદ્ધ અ'શેને સુધારવા માટે વિદ્વાનોને નમ્ર નિવેદન કર્યું છે. વ્યવહારસૂત્ર-વૃત્તિ: આ વૃત્તિનું વિશાળ ક્ષેાકપરિમાણ ૩૩૨૫ છે. શ્રી મલયગિરિના પ્રાપ્ત ટીકાસાહિત્યમાં આ સર્વાંથી માટી વૃત્તિ છે. આ વૃત્તિની રચના નિયુક્તિ, ભાષ્યસહિત મૂલસૂત્રેા પર થઈ છે. વૃત્તિના પ્રારંભમાં પ્રસ્તાવનારૂપ વિશાળ પીઠિકા છે. આગમ, શ્રત આદિ પાંચ વ્યવહારોનુ વર્ણન, ગીતા – અગીતાના સ્વરૂપની વ્યાખ્યા, પ્રાયશ્ચિતના ભેદનું વિવેચન આદિ વિષયા આ ટીકામાં સારી રીતે બતાવ્યા છે. ટીકાના અંતમાં આ વિવરણ મુનિગણુ માટે અમૃતતુલ્ય બતાવ્યું છે, રાજપ્રશ્નીય ( રાયપસેણીસુત્ત )વૃત્તિ : રાજપ્રશ્નીય આગમ સૂત્રકૃતાંગનુ ઉપાંગ છે. આ ટીકા બીજા ઉપાંગ પર છે. આ ટીકામાં અંગ અને ઉપાંગની ચર્ચા કર્યા પછી પ્રદેશી રાજા અને ફેશીકુમારનુ આખ્યાન વિસ્તારપૂર્વક આપેલ છે. આ ટીકાનું ગ્રંથમાન ૩૭૦૦ લૈક પરિમાણ છે. પિંડનિયુક્તિવૃત્તિ : આનું પ્રથમાન ૭૦૦૦ છે. આ રચના આચાર્ય ભદ્રબાહુરચિત પિડનિયુક્તિના આધારે થઈ છે. દશવૈકાલિક સૂત્ર 'તત પાંચમા અધ્યયનની નિયુક્તિનુ નામ પિડનિયુક્તિ છે. આવશ્યક ( આવલ્સયસુત્ત ) વૃત્તિ : આ ટીકા આવશ્યક નિયુક્તિ પર રચાયેલી છે. ટીકાના ઉદ્દેશ બતાવતા ટીકાકાર કહે છે કે, આ સૂત્ર પર ઘણાં વિવરણ છે. મંદબુદ્ધિ પાટ માટે તે સમજવુ' કહેન છે. આથી તે માટે આ વિવરણમાં વિષયને સમજવા માટે ટીકાકારે ભાષ્યની ગાથાઓને ઉપયાગ કર્યો છે. પ્રસંગે કથાનકો પણ જણાવ્યા છે. વર્તમાનમાં આ ટીકા અપૂર્ણ મળે છે. આનું ગ્રંથમાન ૨૨૦૦૦ શ્ર્લોક પરિમાણુ ખતાવ્યુ` છે. ટીકામાં વપરાયેલાં કથાનકા પ્રાકૃતમાં છે. બૃહદ્કલ્પપીઠિકા ( મહાકલ્પસૂઅ ) વૃત્તિ : આ વૃત્તિની રચના નિયુક્તિ અને ભાગ્ય ગાથાએ પર થઈ છે. નિયુક્તિની ગાથાએ શ્રી ભદ્રમહુસ્વામીની છે અને ભાષ્યની ગાથાએ શ્રી સંઘદાસગણિની છે. આ વૃત્તિમાં પણ પ્રાકૃત કથાનકનો ઉપયોગ થયા છે. શ્રી મલયગિરિની આ ટીકા અધૂરી છે. આચાય ક્ષેમકીર્તિસૂરિએ તે પૂરી કરી છે. શ્રી મલયગિરિએ ચૂર્ણિકારને અંધકારમાં દીપક સમાન માની સ્તુતિ કરી છે. મુષ્ટિ વ્યાકરણ ( શબ્દાનુશાસન ) : આ વ્યાકરણ ૩૦૦૦ પરિમાણુ છે. આ ગ્રંથની રચના કુમારપાલના શાસનકાળમાં થઈ છે. આચાય શ્રી હેમચંદ્રસૂરિના સિદ્ધહેમશબ્દાનુશાસન સાથે આનાં ઘણાં સૂત્રેાની સમાનતા છે. ચંદ્રપ્રભ મહત્તર કૃત પંચસંગ્રહવૃત્તિ, કમ પ્રકૃતિ ( કમ્મપયડી )વૃત્તિ, હારિભદ્રીય ધર્માંસ ગ્રહણી વૃત્તિ, સપ્તતિકાવૃત્તિ, બૃહત્સગ્રહણીવૃત્તિ, બૃહત્સેત્રસમાસત્તિ જેવા ગ્રંથા 2010-04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત 268 સૈદ્ધાંતિક ચર્ચાઓથી પરિપૂર્ણ છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ઘનિયુક્તિ (એનિજુત્તિ), વિશેષાવશ્યક તત્ત્વાધિગમ, ધર્મસારપ્રકરણ, દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ -આ છ ગ્રંથ પર પણ શ્રી મલયગિરિની ટીકાઓને સંકેત તેમના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં આ ગ્ર મળતા નથી. - ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના સમકાલીન હતા. શ્રી હેમચંદ્રાચાર્યને સ્વર્ગવાસ 84 વર્ષની વયે વિ. સં. ૧૨૨૯માં થયું હતું. આ આધારે શ્રી મલયગિરિસૂરિને સમય પણ વિક્રમની ૧રમી–૧૩મી શતાબ્દી સિદ્ધ થાય છે. બડા દાદા ના નામથી પ્રસિદ્ધ મણિધારી આચાર્યશ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ખરતરગચ્છના મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ મહારાજ “બડા દાદા ના નામથી પ્રસિદ્ધ છે. ચાર ‘દાદા આચાર્યોમાં તેમને ક્રમ બીજે છે. શ્રી જિનદત્તસૂરિના આ શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિ મહારાજના મસ્તકમાં મણિ હોવાથી તેમની પ્રસિદ્ધિ મણિધારી જિનચન્દ્રસૂરિ રૂપે થઈ છે, એવી જનકૃતિ છે. શ્રી જિનચન્દ્રસૂરિને જન્મ વિક્રમપુર (રાજસ્થાન)માં વૈશ્યવંશમાં વિ. સં. ૧૨૯૭માં ભાદરવા સુદ 8 જયેષ્ઠા નક્ષત્રમાં થયું હતું. તેઓ શ્રેષ્ઠિ રાસલના પુત્ર હતા. તેમની માતાનું નામ દેલ્લણદેવી હતું. મણિધારી જિનચંદ્રસૂરિએ લઘુવયમાં જ મુનિજીવનમાં પ્રવેશ કર્યો હતું. તેમની દીક્ષા વિ. સં. ૧૨૦૩માં અજમેરમાં થઈ હતી. મણિધારી જિનચંદ્રસૂરિનું જીવન કેટલીક વિશિષ્ટતાથી મંડિત હતું. તેમના ગર્ભમાં આવ્યા પહેલાં શ્રી જિનદત્તસૂરિને વિશિષ્ટ આત્માના આગમનને આભાસ થયે હતે. મુનિજીવનમાં પ્રવેશ પામ્યા પછી શ્રી જિનચંદ્રસૂરિએ શાસ્ત્રીય ગ્રંથને ગંભીરતાપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે ગુરુના માર્ગદર્શનમાં અભ્યાસ આરંભે ને માત્ર બે જ વર્ષમાં તેમની અસાધારણ વિદ્વત્તા સિદ્ધ થઈ. પરિણામે તેમને માત્ર 8 વર્ષની લધુવયમાં વિ. સં. ૧૨૦૫ના વૈશાખ સુદ ૬ના રોજ બિકાનેર ( વિક્રમપુર)માં સૂરિપદ અર્પણ કરવામાં આવ્યું. સૂરિપદને મહિસવ શ્રેષ્ઠિ રાસલજીએ ઉલ્લાસપૂર્વક કર્યો. શ્રી જિનદત્તસૂરિના સ્વર્ગવાસ પછી વિ. સં. ૧૨૧૧માં ગચ્છને સંપૂર્ણ ભાર તેમના પર આવ્યું, જે તેમણે ઘણી કુશળતાથી ઉપાડ્યો. તેમણે ત્રિભુવનગિરિમાં શાંતિનાથના શિખર પર વિ. સં. ૧૨૧૪માં ધર્મની ગગા પ્રવાહિત કરી. વિ. સં. ૧૨૧૭માં મથુરામાં જિનપતિસૂરિને દીક્ષા આપી. ક્ષેમધર શ્રેષ્ઠિ જેવા તેમના ભક્ત બન્યા હતા. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ સમર્થ આચાર્ય હતા. તેમનાથી જૈનધર્મની વિશેષ પ્રભાવના થઈ તેજસ્વી વ્યક્તિત્વને કારણે શ્રી જિનચંદ્રસૂરિ પિતાના ગુરુ જિનદત્તસૂરિની જેમ દાદા નામે પ્રસિદ્ધ થયા. માત્ર 26 વર્ષની 2010_04