________________ શ્રમણભગવત 268 સૈદ્ધાંતિક ચર્ચાઓથી પરિપૂર્ણ છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ઘનિયુક્તિ (એનિજુત્તિ), વિશેષાવશ્યક તત્ત્વાધિગમ, ધર્મસારપ્રકરણ, દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ -આ છ ગ્રંથ પર પણ શ્રી મલયગિરિની ટીકાઓને સંકેત તેમના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં આ ગ્ર મળતા નથી. - ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના સમકાલીન હતા. શ્રી હેમચંદ્રાચાર્યને સ્વર્ગવાસ 84 વર્ષની વયે વિ. સં. ૧૨૨૯માં થયું હતું. આ આધારે શ્રી મલયગિરિસૂરિને સમય પણ વિક્રમની ૧રમી–૧૩મી શતાબ્દી સિદ્ધ થાય છે. બડા દાદા ના નામથી પ્રસિદ્ધ મણિધારી આચાર્યશ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ખરતરગચ્છના મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ મહારાજ “બડા દાદા ના નામથી પ્રસિદ્ધ છે. ચાર ‘દાદા આચાર્યોમાં તેમને ક્રમ બીજે છે. શ્રી જિનદત્તસૂરિના આ શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિ મહારાજના મસ્તકમાં મણિ હોવાથી તેમની પ્રસિદ્ધિ મણિધારી જિનચન્દ્રસૂરિ રૂપે થઈ છે, એવી જનકૃતિ છે. શ્રી જિનચન્દ્રસૂરિને જન્મ વિક્રમપુર (રાજસ્થાન)માં વૈશ્યવંશમાં વિ. સં. ૧૨૯૭માં ભાદરવા સુદ 8 જયેષ્ઠા નક્ષત્રમાં થયું હતું. તેઓ શ્રેષ્ઠિ રાસલના પુત્ર હતા. તેમની માતાનું નામ દેલ્લણદેવી હતું. મણિધારી જિનચંદ્રસૂરિએ લઘુવયમાં જ મુનિજીવનમાં પ્રવેશ કર્યો હતું. તેમની દીક્ષા વિ. સં. ૧૨૦૩માં અજમેરમાં થઈ હતી. મણિધારી જિનચંદ્રસૂરિનું જીવન કેટલીક વિશિષ્ટતાથી મંડિત હતું. તેમના ગર્ભમાં આવ્યા પહેલાં શ્રી જિનદત્તસૂરિને વિશિષ્ટ આત્માના આગમનને આભાસ થયે હતે. મુનિજીવનમાં પ્રવેશ પામ્યા પછી શ્રી જિનચંદ્રસૂરિએ શાસ્ત્રીય ગ્રંથને ગંભીરતાપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે ગુરુના માર્ગદર્શનમાં અભ્યાસ આરંભે ને માત્ર બે જ વર્ષમાં તેમની અસાધારણ વિદ્વત્તા સિદ્ધ થઈ. પરિણામે તેમને માત્ર 8 વર્ષની લધુવયમાં વિ. સં. ૧૨૦૫ના વૈશાખ સુદ ૬ના રોજ બિકાનેર ( વિક્રમપુર)માં સૂરિપદ અર્પણ કરવામાં આવ્યું. સૂરિપદને મહિસવ શ્રેષ્ઠિ રાસલજીએ ઉલ્લાસપૂર્વક કર્યો. શ્રી જિનદત્તસૂરિના સ્વર્ગવાસ પછી વિ. સં. ૧૨૧૧માં ગચ્છને સંપૂર્ણ ભાર તેમના પર આવ્યું, જે તેમણે ઘણી કુશળતાથી ઉપાડ્યો. તેમણે ત્રિભુવનગિરિમાં શાંતિનાથના શિખર પર વિ. સં. ૧૨૧૪માં ધર્મની ગગા પ્રવાહિત કરી. વિ. સં. ૧૨૧૭માં મથુરામાં જિનપતિસૂરિને દીક્ષા આપી. ક્ષેમધર શ્રેષ્ઠિ જેવા તેમના ભક્ત બન્યા હતા. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ સમર્થ આચાર્ય હતા. તેમનાથી જૈનધર્મની વિશેષ પ્રભાવના થઈ તેજસ્વી વ્યક્તિત્વને કારણે શ્રી જિનચંદ્રસૂરિ પિતાના ગુરુ જિનદત્તસૂરિની જેમ દાદા નામે પ્રસિદ્ધ થયા. માત્ર 26 વર્ષની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org