________________
૨૬૮
શાસનપ્રભાવક
કાળજ્ઞાનની વિશેષ સામગ્રી છે. વલભી અને માથુરી વાચનાને ઘટનાપૂર્ણાંક વિસ્તૃત ઉલ્લેખ આ ટીકામાં મળે છે. ટીકાના અંતમાં શ્રી મલયગિરિએ ટીકાગત અશુદ્ધ અ'શેને સુધારવા માટે વિદ્વાનોને નમ્ર નિવેદન કર્યું છે.
વ્યવહારસૂત્ર-વૃત્તિ: આ વૃત્તિનું વિશાળ ક્ષેાકપરિમાણ ૩૩૨૫ છે. શ્રી મલયગિરિના પ્રાપ્ત ટીકાસાહિત્યમાં આ સર્વાંથી માટી વૃત્તિ છે. આ વૃત્તિની રચના નિયુક્તિ, ભાષ્યસહિત મૂલસૂત્રેા પર થઈ છે. વૃત્તિના પ્રારંભમાં પ્રસ્તાવનારૂપ વિશાળ પીઠિકા છે. આગમ, શ્રત આદિ પાંચ વ્યવહારોનુ વર્ણન, ગીતા – અગીતાના સ્વરૂપની વ્યાખ્યા, પ્રાયશ્ચિતના ભેદનું વિવેચન આદિ વિષયા આ ટીકામાં સારી રીતે બતાવ્યા છે. ટીકાના અંતમાં આ વિવરણ મુનિગણુ માટે અમૃતતુલ્ય બતાવ્યું છે,
રાજપ્રશ્નીય ( રાયપસેણીસુત્ત )વૃત્તિ : રાજપ્રશ્નીય આગમ સૂત્રકૃતાંગનુ ઉપાંગ છે. આ ટીકા બીજા ઉપાંગ પર છે. આ ટીકામાં અંગ અને ઉપાંગની ચર્ચા કર્યા પછી પ્રદેશી રાજા અને ફેશીકુમારનુ આખ્યાન વિસ્તારપૂર્વક આપેલ છે. આ ટીકાનું ગ્રંથમાન ૩૭૦૦
લૈક પરિમાણ છે.
પિંડનિયુક્તિવૃત્તિ : આનું પ્રથમાન ૭૦૦૦ છે. આ રચના આચાર્ય ભદ્રબાહુરચિત પિડનિયુક્તિના આધારે થઈ છે. દશવૈકાલિક સૂત્ર 'તત પાંચમા અધ્યયનની નિયુક્તિનુ નામ પિડનિયુક્તિ છે.
આવશ્યક ( આવલ્સયસુત્ત ) વૃત્તિ : આ ટીકા આવશ્યક નિયુક્તિ પર રચાયેલી છે. ટીકાના ઉદ્દેશ બતાવતા ટીકાકાર કહે છે કે, આ સૂત્ર પર ઘણાં વિવરણ છે. મંદબુદ્ધિ પાટ માટે તે સમજવુ' કહેન છે. આથી તે માટે આ વિવરણમાં વિષયને સમજવા માટે ટીકાકારે ભાષ્યની ગાથાઓને ઉપયાગ કર્યો છે. પ્રસંગે કથાનકો પણ જણાવ્યા છે. વર્તમાનમાં આ ટીકા અપૂર્ણ મળે છે. આનું ગ્રંથમાન ૨૨૦૦૦ શ્ર્લોક પરિમાણુ ખતાવ્યુ` છે. ટીકામાં વપરાયેલાં કથાનકા પ્રાકૃતમાં છે.
બૃહદ્કલ્પપીઠિકા ( મહાકલ્પસૂઅ ) વૃત્તિ : આ વૃત્તિની રચના નિયુક્તિ અને ભાગ્ય ગાથાએ પર થઈ છે. નિયુક્તિની ગાથાએ શ્રી ભદ્રમહુસ્વામીની છે અને ભાષ્યની ગાથાએ શ્રી સંઘદાસગણિની છે. આ વૃત્તિમાં પણ પ્રાકૃત કથાનકનો ઉપયોગ થયા છે. શ્રી મલયગિરિની આ ટીકા અધૂરી છે. આચાય ક્ષેમકીર્તિસૂરિએ તે પૂરી કરી છે. શ્રી મલયગિરિએ ચૂર્ણિકારને અંધકારમાં દીપક સમાન માની સ્તુતિ કરી છે.
મુષ્ટિ વ્યાકરણ ( શબ્દાનુશાસન ) : આ વ્યાકરણ ૩૦૦૦ પરિમાણુ છે. આ ગ્રંથની રચના કુમારપાલના શાસનકાળમાં થઈ છે. આચાય શ્રી હેમચંદ્રસૂરિના સિદ્ધહેમશબ્દાનુશાસન સાથે આનાં ઘણાં સૂત્રેાની સમાનતા છે.
ચંદ્રપ્રભ મહત્તર કૃત પંચસંગ્રહવૃત્તિ, કમ પ્રકૃતિ ( કમ્મપયડી )વૃત્તિ, હારિભદ્રીય ધર્માંસ ગ્રહણી વૃત્તિ, સપ્તતિકાવૃત્તિ, બૃહત્સગ્રહણીવૃત્તિ, બૃહત્સેત્રસમાસત્તિ જેવા ગ્રંથા
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org