Book Title: Madhyakalin Gujarat na Mukhya Jain Sahityakaro
Author(s): Vijayrai K Vaidya
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230190/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતના મુખ્ય જૈન સાહિત્યકારો વિજયરાય કલ્યાણરાય વૈદ્ય ભારતીય સંસ્કૃતિના સર્વ અભ્યાસીઓ જાણે છે તેમ, ભારતવર્ષના આર્યોના આર્યત્વના અમૃતરસે જેનાં મૂળ સિંચન પામ્યાં છે, હજી પામ્યું જાય છે, તે ધર્મવૃક્ષની વૈદિક, જૈન તથા બૌદ્ધ એ ત્રણ બહુવિધ ફળફૂલ-પણું લચેલી સુન્દર શાખાઓ છે. એ પ્રત્યેકના પ્રવર્તકોની—ભૃગુઅંગિરાઅત્રિ આદિ ઋષિમુનિઓની, મહાવીરસ્વામીની તથા ભગવાન તથાગત મુદ્દની ગણના જગતની વિરલ વિભૂતિઓમાં થાય છે. આજથી શતકોના શતકો પર એ અધ્યાત્મદર્શી અધ્યાત્મપ્રભાવી મહાત્માઓએ આ દેશની પ્રજામાં અધ્યાત્મલક્ષી બલકે અધ્યાત્મનિષ્ઠ વૈધર્મ, જૈનધર્મ તથા ઔદ્દધર્મને જુદા જુદા સમયે પ્રતિત કર્યાં. એ પ્રત્યેકની આર્ષવાણીથી પ્રભાવિત થઈ ને, કહો કે એ વચનામૃતને આત્મસાત્ કરીને આપણા દેશનાં પ્રજાજનોએ એના લાક્ષણિક ભિન્ન ભિન્ન પ્રદેશોમાં યુગે યુગે વે વે મળ્યમિતઃ સંસિદ્ધિ સમતે નઃ । એ પ્રાચીન તો ચે નિત્યનવીન ભગવદ્વચન અનુસાર ધર્મપાલન દ્વારા વનસિદ્ધિ પૂર્વસંસ્કારને કરી છે અને સંસ્કૃત, અર્ધમાગધી તથા પાલીથી માંડીને અન્યાન્ય દેશભાષાઓ દ્વારા વિવિધ સાહિત્યસિદ્ધિ પણ તે તે ધર્મસંસ્કૃતિના ઉપાસક અસંખ્ય સારસ્વતોએ કરી છે. એ ધણા કવિઓ અને થોડા ગદ્યસ્વામીઓમાંના જે જે આ ગુર્જર-ભૂમિમાં આપણા સાહિત્યના આદિકાળથી (ડૉ॰ મુનશીના ‘ગુજ॰ ઍન્ડ ઇટ્સ લિસ્ ’માં ઉલ્લેખિત તરંગાવતીના કવિ પાદલિપ્તાચાર્ય (ઈ સ૦ ૫૦૦ પહેલાં) તથા હરિભદ્ર (૭૫૦) ધર્મકથાઓના રચિયતા : આ બંનેનો ઉલ્લેખ અહીં વચ્ચે કરી લેવો ધર્ટ)——આદિકાળથી ઈસવી અઢારમી સદી સુધીમાં થઈ ગયા તેમાંના મુખ્યની સાહિત્યસેવાનો ઇત્પરિચય સંક્ષેપમાં કરાવવાનો આ ઉપક્રમ છે. એ નિવિઘ્ને પાર પડે એ માટે, જૈનધર્મી તો પણ સર્વધર્મ-સમભાવી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સોમનાથ ભગવાનની (જે તત્ત્વે એક, પણ સ્વરૂપાન્તરે તો અમારા ઇષ્ટદેવ છે તે હાટકેશની) સ્તુતિ જે અમર શ્લોકથી કરી છે, તેનાથી આરંભ કરવો ઉચિત લાગે છે : यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यथा तथा वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् नमोस्तुते । Page #2 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતના મુખ્ય જૈન સાહિત્યકારોઃ ૨૦૫ भवबीजाकुराजनना रागाद्याः क्षयमुपागता यस्य ब्रह्मा वा विष्णुर्वा महेश्वरो वा नमस्तस्मै ॥ [ગમે તે સ્થળે, ગમે તેવા સમયે, તમે ગમે તે હો અને ગમે તે નામથી ઓળખાતા હો, પણ જે મળદોષથી રહિત હો તો તે એક એવા આપ ભગવાનને નમસ્કાર હો. ભવના બીજ અંકુરના કારણરૂપ એવા, રાગ આદિ જેના ક્ષય પામી ગયા છે એવા તે વિષ્ણુ હો, બ્રહ્મા હો કે મહેશ્વર-શંકર હો, તેને નમરકાર હો.]. અથવા એટલું જ શા માટે? એ મહાન ભારતીય સારસ્વત એથી ય એક ડગલું આગળ વધીને જેમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે પરમાત્મતત્વની ગહન અનુભૂતિપૂર્વક સ્તુતિ જે એક બીજા પ્રસિદ્ધતર શ્લોકમાં નિમિત્તભેદે પણ આવિર્ભાવ તો તે જ પરમાત્માના, એને સંસ્મરીને કરી છે, તેનો શબ્દાર્થ જ અહીં આપવો બસ થશે : જે વેદ્ય જગતને જાણે છે, જેણે ઉત્પત્તિરૂપી સમુદ્રની ભંગિઓની પાર જોયું છે, જેનું વચન પૂર્વાપર અવિરુદ્ધ અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુપુરુષોને વંદ્ય છે, સકલ ગુણના ભંડાર છે, દોષરૂપી શત્રુને જેણે નષ્ટ કર્યા છે એવા તે બુદ્ધ હો, વર્ધમાન હો, શતદલીનિલય નામ નિવાસમાં રહેતા કેશવ હો કે શિવ, તેને હું વન્દન કરું છું.” (ભાષાન્તર, સ્વ. મોહનલાલ દ. દેશાઈનું) એવા એ આચાર્ય હેમચન્દ્રને માટે હિંદી ભાષાના વિદ્વાન પં. શિવદત્તજીએ કહ્યું છે કે સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્યના ઈતિહાસમાં જે સ્થાન કાલિદાસનું છે, અને શ્રીહર્ષના દરબારમાં બાણભટ્ટનું, તે જ ઈસવી બારમા શતકમાં ચૌલુક્યવંશોભવ સુપ્રસિદ્ધ ગુર્જર નરેન્દ્રશિરોમણિ સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસમાં હેમચન્દ્રનું છે. “કલિકાલસર્વજ્ઞ” એવું મોંઘું બિરુદ જે પામ્યા તે પંડિત પ્રવર જગતભરની જીવન્ત જ્ઞાનકોષ સદશ નિજનિક યુગે મહાન વાડ્મયવિભૂતિઓ ઍરિસ્ટૉટલ ને લીઓનાર્ડો ડા વિંચી સાથે, બેકન અને ઋઈથી સાથે. અમુક અંશે પેટિક ગેડીસ અને એએન. હાઈટહેડ સાથે, (જેમ, અંશતઃ મરમી ઈતિહાસ પંડિત ટૉયલ્મી સાથે પોતાની મહોજવલ પ્રતિભાપ્રભાના નિવઘ લખલખતા તેજે સુહાય છે અને સદૈવ કુહાશે એ જાણીને કયો ગુજરાતી સાત્ત્વિક ગર્વ નહિ અનુભવે, સગીરવ ઉન્નતશિર નહિ બને ? આચાર્ય હેમચન્દ્ર જગતસાહિત્યને કરેલા બહુવિધ પ્રદાનની પિછાન આ શ્લોકમાંથી યથાર્થતયા મળી રહે છે : कुलुप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वयाश्रया ऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवम् बद्धं येन न के [न केन] विधिना मोहः कृतौ दूरतः ॥ [જેણે નવું વ્યાકરણ, નવું છન્દ શાસ્ત્ર, નવું દ્વયાશ્રય રચ્યું, નવાં શાસ્ત્રો અલંકાર, યોગ તથા તર્કનાં રચાં, જેણે જિનવરાદિનાં નવાં ચરિત્રો પણ રચ્યાં છે, તેણે એ ગ્રન્થસમૃદ્ધિમાંના જ્ઞાન કરીને કઈ કઈ રીતે આપણો મોહ દૂર કર્યો નથી ?] આ શબ્દોમાં કવિ સોમપ્રભસૂરિએ આચાર્યશ્રીના જે ગ્રન્થરાશિની સર્વથા યોગ્ય પ્રશંસા કરી છે, તે વિપુલ વાય આમ અણુવિધ છે: ૧. વ્યાકરણ: સવા લાખ શ્લોકનું સિદ્ધહેમ. આમાં પ્રાકૃત તથા અપભ્રંશનાં ઉદાહરણ પણ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ ૨. કોષ : (૧) અમરકોષ પર આધારિત અભિધાનચિન્તામણિ (૨) અનેકાર્થસંગ્રહ : વનસ્પતિવિષયક નિધંટુ શિક્ષા (૩) દેશીનામમાલા : પ્રાકૃત, સભાષ્ય. ૩. પિંગલ : સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના છન્દો વિષેનું સટીક છન્દોનુશાસન. ૪. કાવ્યશાસ્ત્ર : “અલંકારચૂડામણિ” અને “વિવેક” નામની ટીકાઓ સહિતનું, મમ્મટાચાર્યાદિ આલંકારિકોના ગ્રન્થોના આધાર પર રચાયલું કાવ્યાનુશાસન. ૫. તર્કશાન્ક્રનો ગ્રન્થ નામે પ્રમાણમીમાંસા. ૬. મહાકાવ્ય : યાશ્રય અને કુમારપાલચરિત. આ અનુક્રમે ૨૦ તથા ૮ સર્ગનાં બે સંસ્કૃત-પ્રાકૃત ઈતિહાસકાવ્યો છે. બંનેમાં વ્યાકરણના નિયમો પણ સમાવ્યા છે. ૭. ચરિત્રગ્રન્થ : (૧) ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત. એના ૩૨,૦૦૦ શ્લોકોમાં ૬૩ જૈન નરોત્તમોની ચરિત્રગાથા છે. (૨) પરિશિષ્ટપર્વમાં સાડાત્રણ હજાર શ્લોકોનું આ છે. (૩) મહાવીરચરિત. ૮. પ્રકીર્ણ : યોગશાસ્ત્ર તથા સ્તોત્રો. 3 ,, હેમચન્દ્રાચાર્યનો સમય યોગ્ય રીતે જ હેમયુગ કહેવાયો છે. જેને દેવચન્દ્ર સરખા કવિપતેિ “વિદ્યારૂપી સમુદ્રના મન્થનાર્થ પ્રયોજવાના મન્દરગિરિ ” કહ્યા છે તેની પ્રત્યક્ષપરોક્ષ પ્રેરણાથી ગુજરાતમાં સને ૧૧૦૬થી ૧૧૭૩ના આશરે સાત દશકા દરમ્યાન વિવિધ પ્રકારનાં કવિરત્નો નીપજ્યાં અને ઝળકયાં, તેમના નામથી યુગ ઓળખાય એનાથી વધુ સ્વાભાવિક બીજું શું હોય આ વિષયમાં ? એ સમયગાળા દરમ્યાન ૧૧૩૦માં સિદ્ધરાજે માળવા જીત્યું હતું. એ યાદગાર વિજયના અવસર સુધીમાં તો પાટણ મહાન વિદ્યાધામ બની ચૂક્યું હતું. એ આખો સોલંકીયુગ જ એવો યશોવલ હતો કે ત્યારે “ગુજરાતના સર્વાંગીણ પરાક્રમમાં તેમ અના વિદ્યાકીય પુરુષાર્થમાં મોટી ભરતી આવી હતી”. (ડૉ॰ ભો॰ જે॰ સાંડેસરા) * એ હેમયુગમાં આચાર્યશ્રીના જે શારદોપાસક શિષ્યો થયા તેમાં રામચન્દ્રસૂરિ એમના પટ્ટધર છે. આ કવિ જયસિંહ સિદ્ધરાજ સરખા વિદ્યાપ્રેમી રાજવીના તરફથી “ કવિ-કટારમલ્લ ’”નું બિરુદ પામ્યા હતા. તેમણે પોતાને (જે સોએ સો હવે તો મળતા નથી તેના) “ પ્રબન્ધ શતકર્તા ” તથા શબ્દ, ન્યાય ને કાવ્યના “વિદ્યવેદી' કહ્યા છે. એ માત્ર સાદીસીધી હકીકતનું કથન છે. આ સુરિજીએ બીજા હેમશિષ્ય ગુણચન્દ્રગણિની સાથે મળીને, દ્વાદશ-પ્રકારી રૂપકોનું આકલન જેમાં કરાવ્યું છે તે નાટ્યદર્પણ અને એમ જ કવિયે રચેલ જીવાદ્રિવ્યો વિષેનું દ્રવ્યાલંકાર એ તેમની મુખ્ય કૃતિઓ છે. તેમની આગવી રચનાઓમાં અગ્રતમ આ બે છે: કૌમુદી-મિત્રાણુંદ તથા નવિલાસ. આમાંનું પહેલું નાટક દશાંકી છે, બીજું સપ્તાંકી. પહેલામાં નામ-સૂચિત બંને પાત્રોની કૌતુકરાગી કથા છે અને ખીજામાં નળરાજાનું ચરિત્ર કથાનક તરીકે સ્વીકારાયું છે. અન્ય શિષ્યોમાં સૌથી અધિક ગણુનાપાત્ર આ ત્રણ છે: ‘અનેકાર્થ કરવાકર–કૌમુદી'કાર મહેન્દ્રસરિ; ‘કુમારવિહાર ’ એ પ્રશસ્તિકાવ્યનો રચનાર વર્ધમાનગણિ અને ‘ચન્દ્રલેખાવિજય’ નામે પ્રકરણ-રચનાનો કર્યાં દેવચન્દ્ર. લેખના આ ખંડકના અતે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તથા બીજા મૂલ્યવાન આકરગ્રન્થોના આરૂઢ સંશોધક સ્વ॰ મોહનલાલ ૬૦ દેશાઈનાં હેમયુગ વિષેનાં સારગર્ભ વાયો ઉતારીશું : ટૂંકમાં એ જૈન શાસન માટે, વાક્રમચ માટે, અતિ વૈભવ પ્રતાપ અને વિજયી દેદીપ્યમાન હતો. તેની અસર સમગ્ર ગુજરાતના પર અનેક રીતે સ્મરણમાં રહે તેવી થઈ છે. હેમચંદ્રના નામ પ્રમાણે તેનો યુગ પણ હેમમય—સુવર્ણમચ હતો અને ચિરકાલ સુધી તેનો પ્રભાવ રહેશે. (પૃ૦ ૩૨૬) Page #4 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતના મુખ્ય જૈન સાહિત્યકારો : ૨૦૭ * આ લેખમાં હવે જે સાહિત્યકારો તથા એમની કૃતિઓનો પરિચય અપાશે તે ઈસવી દસમી તેમ જ પછીના સૈકાઓના લેખકો, બહુધા પદ્યના તો કોઈક ગદ્યતા, છે. તેમણે અપભ્રંશમાં ઊગતી ( જૂની '') ગુજરાતીમાં અને ત્યાર પછીના કેટલાક સૈકાથી અર્વાચીન ગુજરાતીમાં સાહિત્યસર્જન કે શાસ્ત્રરચના કરી છે. સાહિત્યના પ્રકારો તમણે ખેડ્યા એ કયા હતા ? આનો જવાબ આમ કહીને અપાય કે ધર્મકથા ને ફાગુ, રાસા ને પ્રબન્ધ, કેટલાક મુકાખલે ગૌણ પદ્યપ્રકારો; એવી સેવા તેમની મૂલ્યવાન સાહિત્યના રૂપે છે. અપભ્રંશમાં ગણનાપાત્ર કૃતિઓ મુખ્યત્વે આટલી છે : સ્વયંભૂદેવકૃત હરિવંશ તથા પઉમરિય (પદ્મચરિત્ર, રામકથા જૈન દૃષ્ટિએ), જેનું ગ્રન્થપૂર ૧૩,૦૦૦ શ્લોક છે તે મહાપુરાણ, પુષ્પદન્તકૃર્ત; ભવિરસત–કહા, ધનપાલકૃત; અને યોગીન્દ્રદેવની આ બે : ૧૦૫ દોહાનો યોગસાર તથા પરમાત્મપ્રકાશ. પ આર્ય સંસ્કૃતિની જૈન શાખાએ ગુજરાતી ભાષાને કરેલા પ્રદાનના કવિઓમાં શાલિભદ્ર તથા સોમસુન્દરથી, અને લાવણ્યસમય આદિથી માંડી સંખ્યાબંધ સમર્થ સાહિત્યસાધકો છે. એમાંના મુખ્યતમની લંબાણભયે ઓછી–અધૂરી પણ નિરુપયોગી નહિ એવી પિછાન હવે કરાવીશું. કવિ શાલિભદ્રસૂરિ વસ્તુપાલ-તેજપાલના સમયમાં થયા. તેમનું ૨૦૩ કડીનું કાવ્ય ‘ભરતેશ્વરબાહુબલિરાસ’ નામનું છે. વીરરસપ્રધાન ઓજસ્વન્ત એ કાવ્યમાં ઋષભદેવજીના પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે પિતાના રાજ્ય માટે થયેલા વિગ્રહનું વર્ણન કરાયું છે. એ કાવ્ય ઈસવી ૧૧૮૫માં રચાયું હતું. એ સૈકો બારમો. તેરમા તથા ચૌદમા ઈસવીસન દરમ્યાન રચાયલી નીચે લખી સાત પદ્ય કે ગદ્યની કૃતિઓ નોંધપાત્ર છે. ૧. મહેન્દ્રસૂરિનું નાયકના ગુણસંકીર્તનાત્મક જંબુસામિ-ચરિત્ર (૧૨૧૦). ૨. વસ્તુપાલના ધર્માચાર્ય વિજયસેનસૂરિકૃત સુવર્ણન-ભય મધુર કાવ્ય રેવન્તગિરિરાસો (આશરે ૧૨૩૧). ૩. વિનયસુન્દરની સુન્દર કેમકે અલંકારાત્મક, (આશરે) ૧૨૬૯ના વર્ષની રચના નામે નેમિનાથચતુપકિા. આ ગુજરાતીમાં લગભગ પહેલું જ બારમાસી કાવ્ય છે. ૪. અઁખદેવસૂરિનો સમરરાસો (૧૩૧૫). આમાં એ સમયના મહાન સંધપતિ સમરસિંહનું ચરિત્રનિરૂપણ રૂડી રીતે કર્યું છે. પ. તરુણુપ્રભસૂરિ (૧૩૫૫) સર્વપ્રથમ ગૂર્જર ગદ્યકાર છે. તેમના પ્રતિક્રમણથ્યાલાવબોધમાંની કથાઓનું ગદ્ય લાલિત્યમય છે, ઓજસ્વી છે અને એ ઉભય ગુણે કરીને મનોગમ છે. ૬. ગૌતમસ્વામીરાસ (૧૩૫૬) ખંભાતમાં કવિ વિનયપ્રભનો રચેલો છે. એમાં આપણે એ કાવ્યના નાયક જે ગણધર ગૌતમ, તેમના અનેક સદ્ગુણોના વર્ણન નિમિત્તે કવિએ કરેલાં પ્રકૃતિનાં રમ્ય વર્ણનો, ગુજરાતીમાં પહેલાં જ, વાંચીએ છીએ. ૭. કુલમંડન (૧૩૯૪) પણ ગદ્યકાર હતા. તેમનો વ્યાકરણગ્રન્થ મુગ્ધાવબોધઔક્તિક વિખ્યાત છે. એ બાળકોને ભાષા શીખવવાના પુસ્તકમાં સમજૂતી આપતો ભાગ છે. એ ત્યારના સાદા ગુજરાતીમાં લખાયો છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ 208 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ સોમસુન્દર (1374-1446), જયશેખર (વિદ્યમાન આશરે ૧૪૦૬માં) અને ભાણિજ્યસુન્દર (1422). આ દરેકે પદ્ય વા ગદ્યનું વાહન વાપરીને રસભર સાહિત્ય ઊગતી ગુજરાતીના ઉદયમાં સ્મરણીય ભાગ ભર્યો છે. એ પ્રમાણમાંના પહેલાના રચેલા નેમિનાથનવારસ-ફાગમાંનું વસન્તવર્ણન મનોહર છે. એ રસિક પંડિતનો આ ફાગ ત્રણ ખંડમાં ભાવિકજનોના મનરંજનાર્થ થયેલી ચિરંજીવ રચના છે. - જયશેખરની સંસ્કૃત પદ્યકૃતિ જે પ્રબંધચિન્તામણિ, તેને જાણે નવસર્જન સમી રસ-રંગવતી પોતે એ જ નામે ગુજરાતી શ્રોતાઓને સુગમ કરી છે એનું અપર નામ છે ત્રિભુવનદીપકપ્રબન્ધ. ધનકનકસમૃદ્ધ, પૃથ્વીપી(પ્રસિદ્ધ, અત્યન્ત રમણીય, સલોકસ્પૃહણીય : લક્ષમીલીલાનિવાસ, સરસવતીતણઉ આવાસ જનિતદુર્જનક્ષોભ, સજજનોત્પાદિતશોભ... આ ગઘનમૂના માણિક્યસુન્દરના પંચઉલ્લાસી પૃથ્વીચન્દ્રચરિત્રમાંથી છે. એ પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મકથા છે. કર્તાએ પોતે જ એને આપેલું બીજું નામ વાગ્વિલાસ છે. એ નામ, સહેજે સમજાશે કે, એમાંના લોલવિલોલ અન્તર્યમકવાળા લયે કરીને સાર્થ બને છે. ઋતુકાવ્યોના જૈન કવિઓની કૃતિઓ યાદ કરીને જ સંતોષ માનવો પડશે. આશરે ૧૨૬માં વિદ્યમાન વિનયચન્દ્રની સાર્ક રચના નેમિનાથ ચતુષદિકાની ખરી ખૂબી એ વાંચ્યું જ સમજાવે તેવી છે. એવી જ રસીલી રચના નામે સિરિયૂલિભદ્રફાગુ છે. જિનપદ્મસૂરિની (1316-44) એ રચના ધર્મલક્ષી તો પણ સંસારચિત્ર તરીકે સુવાચ્ય છે. વિદ્યમાન આશરે 1337-49 માં, એ રાજશેખરના કાવ્ય નીમનાથ ફાગુમાં વસન્તખેલનનું સૂચન છે. એનાં વર્ણનો ત્યારે પ્રચલિત રૂઢ શૈલીનાં તો પણ ખરા કવિત્વની ચમકવાળાં છે. શતકો ૧૫મા–૧ભાના આપણા વિષયના સૌથી અગ્રિમ કવિઓ હતા સુપ્રસિદ્ધ વિમલ– પ્રબંધકાર લાવણ્યસમય (જન્મ ૧૪૬૫માં), ‘માધવકાકુંડલારાસ' એ 156 ૦ના અરસામાં થયા તે કુશલાભનું કૌતુકરાગી શૈલીનું કાવ્યરત્ન છે. ૧૫૬થી 1620 દરમ્યાન વિદ્યમાન હોવા સંભવ છે તે નયસુંદરે સુકુમાર ભાવો ને શબ્દલાલિત્યવાળી આ બે (છમાંની મુખ્ય) રચનાઓ વડે સાહિત્યસમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે: રૂપચંદકુંવરરાસ તથા નલદમયન્તીરાસ. એવી જ વૃદ્ધિ આપણા સાહિત્યમાં અભુતરસિક ને બહુભાષી કહેવાય તેવો પ્રખ્યાત શીલવતીરાસ (1994) રચીને સુકવિ નેમિવિજયે કરી છે. આ લેખ ધાર્યા કરતાં લાંબો થયો, તેથી અતિવિસ્તારભયે, ઈસવી સત્તરમા શતકની આખરના ઉપર્યુક્ત કવિ નેમિવિજયથી જ વિરમવું પડે છે. આ ઊણપ માટે આશા છે કે વાચકો લેખકને ક્ષમાપનાનો અધિકારી ગણશે. સંદર્ભસૂચિઃ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (મો. 60 દેશાઈ); ગુજરાત ઍન્ડ ઈટસ લિટરેચર (ક. મા. મુનશી); સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ (ભો. જે. સાંડેસરા); ગુજરાતી સાહિત્યની રૂપરેખા (વિક વૈદ્ય)