________________
મધ્યકાલીન ગુજરાતના મુખ્ય જૈન સાહિત્યકારો
વિજયરાય કલ્યાણરાય વૈદ્ય
ભારતીય સંસ્કૃતિના સર્વ અભ્યાસીઓ જાણે છે તેમ, ભારતવર્ષના આર્યોના આર્યત્વના અમૃતરસે જેનાં મૂળ સિંચન પામ્યાં છે, હજી પામ્યું જાય છે, તે ધર્મવૃક્ષની વૈદિક, જૈન તથા બૌદ્ધ એ ત્રણ બહુવિધ ફળફૂલ-પણું લચેલી સુન્દર શાખાઓ છે. એ પ્રત્યેકના પ્રવર્તકોની—ભૃગુઅંગિરાઅત્રિ આદિ ઋષિમુનિઓની, મહાવીરસ્વામીની તથા ભગવાન તથાગત મુદ્દની ગણના જગતની વિરલ વિભૂતિઓમાં થાય છે. આજથી શતકોના શતકો પર એ અધ્યાત્મદર્શી અધ્યાત્મપ્રભાવી મહાત્માઓએ આ દેશની પ્રજામાં અધ્યાત્મલક્ષી બલકે અધ્યાત્મનિષ્ઠ વૈધર્મ, જૈનધર્મ તથા ઔદ્દધર્મને જુદા જુદા સમયે પ્રતિત કર્યાં. એ પ્રત્યેકની આર્ષવાણીથી પ્રભાવિત થઈ ને, કહો કે એ વચનામૃતને આત્મસાત્ કરીને આપણા દેશનાં પ્રજાજનોએ એના લાક્ષણિક ભિન્ન ભિન્ન પ્રદેશોમાં યુગે યુગે વે વે મળ્યમિતઃ સંસિદ્ધિ સમતે નઃ । એ પ્રાચીન તો ચે નિત્યનવીન ભગવદ્વચન અનુસાર ધર્મપાલન દ્વારા વનસિદ્ધિ પૂર્વસંસ્કારને કરી છે અને સંસ્કૃત, અર્ધમાગધી તથા પાલીથી માંડીને અન્યાન્ય દેશભાષાઓ દ્વારા વિવિધ સાહિત્યસિદ્ધિ પણ તે તે ધર્મસંસ્કૃતિના ઉપાસક અસંખ્ય સારસ્વતોએ કરી છે. એ ધણા કવિઓ અને થોડા ગદ્યસ્વામીઓમાંના જે જે આ ગુર્જર-ભૂમિમાં આપણા સાહિત્યના આદિકાળથી (ડૉ॰ મુનશીના ‘ગુજ॰ ઍન્ડ ઇટ્સ લિસ્ ’માં ઉલ્લેખિત તરંગાવતીના કવિ પાદલિપ્તાચાર્ય (ઈ સ૦ ૫૦૦ પહેલાં) તથા હરિભદ્ર (૭૫૦) ધર્મકથાઓના રચિયતા : આ બંનેનો ઉલ્લેખ અહીં વચ્ચે કરી લેવો ધર્ટ)——આદિકાળથી ઈસવી અઢારમી સદી સુધીમાં થઈ ગયા તેમાંના મુખ્યની સાહિત્યસેવાનો ઇત્પરિચય સંક્ષેપમાં કરાવવાનો આ ઉપક્રમ છે. એ નિવિઘ્ને પાર પડે એ માટે, જૈનધર્મી તો પણ સર્વધર્મ-સમભાવી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સોમનાથ ભગવાનની (જે તત્ત્વે એક, પણ સ્વરૂપાન્તરે તો અમારા ઇષ્ટદેવ છે તે હાટકેશની) સ્તુતિ જે અમર શ્લોકથી કરી છે, તેનાથી આરંભ કરવો ઉચિત લાગે છે :
Jain Education International
यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यथा तथा वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् नमोस्तुते ।
For Private & Personal Use Only
www.jainelibrary.org