________________
મધ્યકાલીન ગુજરાતના મુખ્ય જૈન સાહિત્યકારોઃ ૨૦૫
भवबीजाकुराजनना रागाद्याः क्षयमुपागता यस्य
ब्रह्मा वा विष्णुर्वा महेश्वरो वा नमस्तस्मै ॥ [ગમે તે સ્થળે, ગમે તેવા સમયે, તમે ગમે તે હો અને ગમે તે નામથી ઓળખાતા હો, પણ જે મળદોષથી રહિત હો તો તે એક એવા આપ ભગવાનને નમસ્કાર હો. ભવના બીજ અંકુરના કારણરૂપ એવા, રાગ આદિ જેના ક્ષય પામી ગયા છે એવા તે વિષ્ણુ હો, બ્રહ્મા હો કે મહેશ્વર-શંકર હો, તેને નમરકાર હો.].
અથવા એટલું જ શા માટે? એ મહાન ભારતીય સારસ્વત એથી ય એક ડગલું આગળ વધીને જેમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે પરમાત્મતત્વની ગહન અનુભૂતિપૂર્વક સ્તુતિ જે એક બીજા પ્રસિદ્ધતર શ્લોકમાં નિમિત્તભેદે પણ આવિર્ભાવ તો તે જ પરમાત્માના, એને સંસ્મરીને કરી છે, તેનો શબ્દાર્થ જ અહીં આપવો બસ થશે :
જે વેદ્ય જગતને જાણે છે, જેણે ઉત્પત્તિરૂપી સમુદ્રની ભંગિઓની પાર જોયું છે, જેનું વચન પૂર્વાપર અવિરુદ્ધ અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુપુરુષોને વંદ્ય છે, સકલ ગુણના ભંડાર છે, દોષરૂપી શત્રુને જેણે નષ્ટ કર્યા છે એવા તે બુદ્ધ હો, વર્ધમાન હો, શતદલીનિલય નામ નિવાસમાં રહેતા કેશવ હો કે શિવ, તેને હું વન્દન કરું છું.” (ભાષાન્તર, સ્વ. મોહનલાલ દ. દેશાઈનું)
એવા એ આચાર્ય હેમચન્દ્રને માટે હિંદી ભાષાના વિદ્વાન પં. શિવદત્તજીએ કહ્યું છે કે સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્યના ઈતિહાસમાં જે સ્થાન કાલિદાસનું છે, અને શ્રીહર્ષના દરબારમાં બાણભટ્ટનું, તે જ ઈસવી બારમા શતકમાં ચૌલુક્યવંશોભવ સુપ્રસિદ્ધ ગુર્જર નરેન્દ્રશિરોમણિ સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસમાં હેમચન્દ્રનું છે.
“કલિકાલસર્વજ્ઞ” એવું મોંઘું બિરુદ જે પામ્યા તે પંડિત પ્રવર જગતભરની જીવન્ત જ્ઞાનકોષ સદશ નિજનિક યુગે મહાન વાડ્મયવિભૂતિઓ ઍરિસ્ટૉટલ ને લીઓનાર્ડો ડા વિંચી સાથે, બેકન અને ઋઈથી સાથે. અમુક અંશે પેટિક ગેડીસ અને એએન. હાઈટહેડ સાથે, (જેમ, અંશતઃ મરમી ઈતિહાસ પંડિત ટૉયલ્મી સાથે પોતાની મહોજવલ પ્રતિભાપ્રભાના નિવઘ લખલખતા તેજે સુહાય છે અને સદૈવ કુહાશે એ જાણીને કયો ગુજરાતી સાત્ત્વિક ગર્વ નહિ અનુભવે, સગીરવ ઉન્નતશિર નહિ બને ?
આચાર્ય હેમચન્દ્ર જગતસાહિત્યને કરેલા બહુવિધ પ્રદાનની પિછાન આ શ્લોકમાંથી યથાર્થતયા મળી રહે છે :
कुलुप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वयाश्रया ऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवम्
बद्धं येन न के [न केन] विधिना मोहः कृतौ दूरतः ॥ [જેણે નવું વ્યાકરણ, નવું છન્દ શાસ્ત્ર, નવું દ્વયાશ્રય રચ્યું, નવાં શાસ્ત્રો અલંકાર, યોગ તથા તર્કનાં રચાં, જેણે જિનવરાદિનાં નવાં ચરિત્રો પણ રચ્યાં છે, તેણે એ ગ્રન્થસમૃદ્ધિમાંના જ્ઞાન કરીને કઈ કઈ રીતે આપણો મોહ દૂર કર્યો નથી ?]
આ શબ્દોમાં કવિ સોમપ્રભસૂરિએ આચાર્યશ્રીના જે ગ્રન્થરાશિની સર્વથા યોગ્ય પ્રશંસા કરી છે, તે વિપુલ વાય આમ અણુવિધ છે: ૧. વ્યાકરણ: સવા લાખ શ્લોકનું સિદ્ધહેમ.
આમાં પ્રાકૃત તથા અપભ્રંશનાં ઉદાહરણ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org