SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ ૨. કોષ : (૧) અમરકોષ પર આધારિત અભિધાનચિન્તામણિ (૨) અનેકાર્થસંગ્રહ : વનસ્પતિવિષયક નિધંટુ શિક્ષા (૩) દેશીનામમાલા : પ્રાકૃત, સભાષ્ય. ૩. પિંગલ : સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના છન્દો વિષેનું સટીક છન્દોનુશાસન. ૪. કાવ્યશાસ્ત્ર : “અલંકારચૂડામણિ” અને “વિવેક” નામની ટીકાઓ સહિતનું, મમ્મટાચાર્યાદિ આલંકારિકોના ગ્રન્થોના આધાર પર રચાયલું કાવ્યાનુશાસન. ૫. તર્કશાન્ક્રનો ગ્રન્થ નામે પ્રમાણમીમાંસા. ૬. મહાકાવ્ય : યાશ્રય અને કુમારપાલચરિત. આ અનુક્રમે ૨૦ તથા ૮ સર્ગનાં બે સંસ્કૃત-પ્રાકૃત ઈતિહાસકાવ્યો છે. બંનેમાં વ્યાકરણના નિયમો પણ સમાવ્યા છે. ૭. ચરિત્રગ્રન્થ : (૧) ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત. એના ૩૨,૦૦૦ શ્લોકોમાં ૬૩ જૈન નરોત્તમોની ચરિત્રગાથા છે. (૨) પરિશિષ્ટપર્વમાં સાડાત્રણ હજાર શ્લોકોનું આ છે. (૩) મહાવીરચરિત. ૮. પ્રકીર્ણ : યોગશાસ્ત્ર તથા સ્તોત્રો. 3 ,, હેમચન્દ્રાચાર્યનો સમય યોગ્ય રીતે જ હેમયુગ કહેવાયો છે. જેને દેવચન્દ્ર સરખા કવિપતેિ “વિદ્યારૂપી સમુદ્રના મન્થનાર્થ પ્રયોજવાના મન્દરગિરિ ” કહ્યા છે તેની પ્રત્યક્ષપરોક્ષ પ્રેરણાથી ગુજરાતમાં સને ૧૧૦૬થી ૧૧૭૩ના આશરે સાત દશકા દરમ્યાન વિવિધ પ્રકારનાં કવિરત્નો નીપજ્યાં અને ઝળકયાં, તેમના નામથી યુગ ઓળખાય એનાથી વધુ સ્વાભાવિક બીજું શું હોય આ વિષયમાં ? એ સમયગાળા દરમ્યાન ૧૧૩૦માં સિદ્ધરાજે માળવા જીત્યું હતું. એ યાદગાર વિજયના અવસર સુધીમાં તો પાટણ મહાન વિદ્યાધામ બની ચૂક્યું હતું. એ આખો સોલંકીયુગ જ એવો યશોવલ હતો કે ત્યારે “ગુજરાતના સર્વાંગીણ પરાક્રમમાં તેમ અના વિદ્યાકીય પુરુષાર્થમાં મોટી ભરતી આવી હતી”. (ડૉ॰ ભો॰ જે॰ સાંડેસરા) * એ હેમયુગમાં આચાર્યશ્રીના જે શારદોપાસક શિષ્યો થયા તેમાં રામચન્દ્રસૂરિ એમના પટ્ટધર છે. આ કવિ જયસિંહ સિદ્ધરાજ સરખા વિદ્યાપ્રેમી રાજવીના તરફથી “ કવિ-કટારમલ્લ ’”નું બિરુદ પામ્યા હતા. તેમણે પોતાને (જે સોએ સો હવે તો મળતા નથી તેના) “ પ્રબન્ધ શતકર્તા ” તથા શબ્દ, ન્યાય ને કાવ્યના “વિદ્યવેદી' કહ્યા છે. એ માત્ર સાદીસીધી હકીકતનું કથન છે. આ સુરિજીએ બીજા હેમશિષ્ય ગુણચન્દ્રગણિની સાથે મળીને, દ્વાદશ-પ્રકારી રૂપકોનું આકલન જેમાં કરાવ્યું છે તે નાટ્યદર્પણ અને એમ જ કવિયે રચેલ જીવાદ્રિવ્યો વિષેનું દ્રવ્યાલંકાર એ તેમની મુખ્ય કૃતિઓ છે. તેમની આગવી રચનાઓમાં અગ્રતમ આ બે છે: કૌમુદી-મિત્રાણુંદ તથા નવિલાસ. આમાંનું પહેલું નાટક દશાંકી છે, બીજું સપ્તાંકી. પહેલામાં નામ-સૂચિત બંને પાત્રોની કૌતુકરાગી કથા છે અને ખીજામાં નળરાજાનું ચરિત્ર કથાનક તરીકે સ્વીકારાયું છે. અન્ય શિષ્યોમાં સૌથી અધિક ગણુનાપાત્ર આ ત્રણ છે: ‘અનેકાર્થ કરવાકર–કૌમુદી'કાર મહેન્દ્રસરિ; ‘કુમારવિહાર ’ એ પ્રશસ્તિકાવ્યનો રચનાર વર્ધમાનગણિ અને ‘ચન્દ્રલેખાવિજય’ નામે પ્રકરણ-રચનાનો કર્યાં દેવચન્દ્ર. લેખના આ ખંડકના અતે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તથા બીજા મૂલ્યવાન આકરગ્રન્થોના આરૂઢ સંશોધક સ્વ॰ મોહનલાલ ૬૦ દેશાઈનાં હેમયુગ વિષેનાં સારગર્ભ વાયો ઉતારીશું : ટૂંકમાં એ જૈન શાસન માટે, વાક્રમચ માટે, અતિ વૈભવ પ્રતાપ અને વિજયી દેદીપ્યમાન હતો. તેની અસર સમગ્ર ગુજરાતના પર અનેક રીતે સ્મરણમાં રહે તેવી થઈ છે. હેમચંદ્રના નામ પ્રમાણે તેનો યુગ પણ હેમમય—સુવર્ણમચ હતો અને ચિરકાલ સુધી તેનો પ્રભાવ રહેશે. (પૃ૦ ૩૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230190
Book TitleMadhyakalin Gujarat na Mukhya Jain Sahityakaro
Original Sutra AuthorN/A
AuthorVijayrai K Vaidya
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size497 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy