________________
મધ્યકાલીન ગુજરાતના મુખ્ય જૈન સાહિત્યકારો : ૨૦૭
*
આ લેખમાં હવે જે સાહિત્યકારો તથા એમની કૃતિઓનો પરિચય અપાશે તે ઈસવી દસમી તેમ જ પછીના સૈકાઓના લેખકો, બહુધા પદ્યના તો કોઈક ગદ્યતા, છે. તેમણે અપભ્રંશમાં ઊગતી ( જૂની '') ગુજરાતીમાં અને ત્યાર પછીના કેટલાક સૈકાથી અર્વાચીન ગુજરાતીમાં સાહિત્યસર્જન કે શાસ્ત્રરચના કરી છે. સાહિત્યના પ્રકારો તમણે ખેડ્યા એ કયા હતા ? આનો જવાબ આમ કહીને અપાય કે ધર્મકથા ને ફાગુ, રાસા ને પ્રબન્ધ, કેટલાક મુકાખલે ગૌણ પદ્યપ્રકારો; એવી સેવા તેમની મૂલ્યવાન સાહિત્યના રૂપે છે.
અપભ્રંશમાં ગણનાપાત્ર કૃતિઓ મુખ્યત્વે આટલી છે : સ્વયંભૂદેવકૃત હરિવંશ તથા પઉમરિય (પદ્મચરિત્ર, રામકથા જૈન દૃષ્ટિએ), જેનું ગ્રન્થપૂર ૧૩,૦૦૦ શ્લોક છે તે મહાપુરાણ, પુષ્પદન્તકૃર્ત; ભવિરસત–કહા, ધનપાલકૃત; અને યોગીન્દ્રદેવની આ બે : ૧૦૫ દોહાનો યોગસાર તથા પરમાત્મપ્રકાશ.
પ
આર્ય સંસ્કૃતિની જૈન શાખાએ ગુજરાતી ભાષાને કરેલા પ્રદાનના કવિઓમાં શાલિભદ્ર તથા સોમસુન્દરથી, અને લાવણ્યસમય આદિથી માંડી સંખ્યાબંધ સમર્થ સાહિત્યસાધકો છે. એમાંના મુખ્યતમની લંબાણભયે ઓછી–અધૂરી પણ નિરુપયોગી નહિ એવી પિછાન હવે કરાવીશું.
કવિ શાલિભદ્રસૂરિ વસ્તુપાલ-તેજપાલના સમયમાં થયા. તેમનું ૨૦૩ કડીનું કાવ્ય ‘ભરતેશ્વરબાહુબલિરાસ’ નામનું છે. વીરરસપ્રધાન ઓજસ્વન્ત એ કાવ્યમાં ઋષભદેવજીના પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે પિતાના રાજ્ય માટે થયેલા વિગ્રહનું વર્ણન કરાયું છે. એ કાવ્ય ઈસવી ૧૧૮૫માં રચાયું હતું. એ સૈકો બારમો. તેરમા તથા ચૌદમા ઈસવીસન દરમ્યાન રચાયલી નીચે લખી સાત પદ્ય કે ગદ્યની કૃતિઓ નોંધપાત્ર છે.
૧. મહેન્દ્રસૂરિનું નાયકના ગુણસંકીર્તનાત્મક જંબુસામિ-ચરિત્ર (૧૨૧૦).
૨. વસ્તુપાલના ધર્માચાર્ય વિજયસેનસૂરિકૃત સુવર્ણન-ભય મધુર કાવ્ય રેવન્તગિરિરાસો (આશરે ૧૨૩૧). ૩. વિનયસુન્દરની સુન્દર કેમકે અલંકારાત્મક, (આશરે) ૧૨૬૯ના વર્ષની રચના નામે નેમિનાથચતુપકિા. આ ગુજરાતીમાં લગભગ પહેલું જ બારમાસી કાવ્ય છે.
૪. અઁખદેવસૂરિનો સમરરાસો (૧૩૧૫). આમાં એ સમયના મહાન સંધપતિ સમરસિંહનું ચરિત્રનિરૂપણ રૂડી રીતે કર્યું છે.
પ. તરુણુપ્રભસૂરિ (૧૩૫૫) સર્વપ્રથમ ગૂર્જર ગદ્યકાર છે. તેમના પ્રતિક્રમણથ્યાલાવબોધમાંની કથાઓનું ગદ્ય લાલિત્યમય છે, ઓજસ્વી છે અને એ ઉભય ગુણે કરીને મનોગમ છે.
૬. ગૌતમસ્વામીરાસ (૧૩૫૬) ખંભાતમાં કવિ વિનયપ્રભનો રચેલો છે. એમાં આપણે એ કાવ્યના નાયક જે ગણધર ગૌતમ, તેમના અનેક સદ્ગુણોના વર્ણન નિમિત્તે કવિએ કરેલાં પ્રકૃતિનાં રમ્ય વર્ણનો, ગુજરાતીમાં પહેલાં જ, વાંચીએ છીએ.
૭. કુલમંડન (૧૩૯૪) પણ ગદ્યકાર હતા. તેમનો વ્યાકરણગ્રન્થ મુગ્ધાવબોધઔક્તિક વિખ્યાત છે. એ બાળકોને ભાષા શીખવવાના પુસ્તકમાં સમજૂતી આપતો ભાગ છે. એ ત્યારના સાદા ગુજરાતીમાં લખાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org