Page #1
--------------------------------------------------------------------------
________________
૧૫. કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ
સર્વ જીવો સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, મધુર રાગમાં ભક્તિગીતોનું ગાન, સહજ-પરોપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓ કરતાં પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રી નાનચંદ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત હતા.
ભૂમિકા અને જન્મ : પશ્ચિમ ભારતનો સૌરાષ્ટ્ર પ્રદેશ સંતો, શૂરવીરો અને દાતારોની જન્મભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેના ઝાલાવાડ (વર્તમાન સુરેન્દ્રનગર) નામના જિલ્લામાં સાયલા નામનું ગામ છે. આ ગામમાં લાલા ભગત નામના સંત થઈ ગયા, તેથી આ ગામ “ભગતના ગામ” તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં વિ. સં. ૧૯૩૩ના માગશર સુદ એકમ ને ગુરુવારે શ્રી નાનચંદ્રજીનો જન્મ થયો હતો. તેમનું જન્મ વખતનું નામ નાગરભાઈ હતું; તેમનાં માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું નામ પાનાચંદભાઈ હતું. આ ધર્મનિષ્ઠ સદાચારી કુટુંબ દશાશ્રીમાળી વણિક ગણાતું અને તેમાં સ્થાનકવાસી સંપ્રદાયના સંસ્કાર હતા. બાળકની પાંચ વર્ષની ઉંમરે માતાએ અને અગિયાર વર્ષની ઉંમરે પિતાએ વિદાય લીધી. તેથી તેમનાં ભાભી મોંધી
૧૧૩
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
બાએ જ પાલક માતા તરીકેની ફરજ બજાવી. આટલું ઓછું હોય તેમ થોડા વખતમાં મોટા ભાઈ જેસંગભાઈનું અવસાન થયું અને મોંઘીબા વિધવા થયાં. ત્યાર બાદ નાગરભાઈની સાથે જે કન્યાનો વિવાહ થયો હતો, તેમાં કાંઈ અદલા-બદલી કરી નાખવામાં આવી છે તેવા સમાચાર મળ્યા. એક પછી એક આવી પડેલા આવા અનેક પ્રસંગોથી નાગરભાઈ તથા મોંઘીબાનું ચિત્ત વધારે વિરક્ત થઈ ગયું. ઘણા લોકોની સમજાવટ છતાં નાગરભાઈનો વૈરાગ્ય વધતો ગયો. તેઓ સવાંચન અને સસમાગમમાં રહેવા લાગ્યા અને યોગ્ય ગુરુ મળે તો દીક્ષા લેવી એવા નિર્ણય પર આવી ગયા. આ સમયે તેમને લીંબડીના શ્રી પોપટભાઈ હંસરાજભાઈનો ભેટો થયો. તેમણે પૂ. શ્રી. દેવચંદ્રજી મહારાજ પાસે જવાની સૂચના કરી. બંને જણા વાગડ થઈ કચ્છ પહોંચી ગયા. અહીં પૂ. મહારાજશ્રી દેવચંદ્રજીના દર્શન-બોધથી પ્રભાવિત થઈ જેસલ-તોરલની સમાધિસ્થાનથી પ્રસિદ્ધ અંજાર ગામે વિ. સં. ૧૯૫૭ના ફાગણ સુદ ત્રીજ ને ગુરુવારે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ મુનિ નાનચંદ્ર રાખ્યું.
તેમના કેટલાક ચાતુર્માસ માંડવી, જામનગર અને મોરબીમાં થયા. આ દરમિયાન તેઓએ રાષ્ટ્રીયતાના પક્ષમાં અને પ્રભુ મહાવીરના ગુણગાન સાધુ મહારાજ પણ મોટેથી ગાય તો વાંધો નહિ તેના સમર્થનમાં પોતાનું સુધારાવાદી વલણ સમાજ સમક્ષ વ્યક્ત કર્યું. આ કારણથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મુનિશ્રી ક્રાંતિકારી વિચારોવાળા તરીકે જાણીતા થયા.
ગુરુસેવા અને વિશેષ શાસ્ત્રાભ્યાસ: ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજને લકવાની અસર થઈ અને આ યુવાન મુનિએ ગુરુજીની સેવામાં રહેવાનું નક્કી કર્યું. આથી વિ.સં. ૧૯૬૮ થી વિ. સં. ૧૯૭૬ સુધી નવ વર્ષ સુધી) લીંબડીમાં લાંબો સ્થિરવાસ કરવો પડયો. આ સમય દરમિયાન તેમણે પોતાની આગવી બુદ્ધિપ્રતિભા દ્વારા સાધક જીવન માટે આવશ્યક સંસ્કૃત, પ્રાકૃત, દર્શન અને કાવ્યશાસ્ત્રોનો દીક ઠીક અભ્યાસ કરી લીધો. ઉપરાંત સમાજસેવા અને સાહિત્ય-નિર્માણમાં પોતાના સમયનો સદુપયોગ કરી સંધની ખૂબ ખૂબ ચાહના મેળવી. સમસ્ત સંઘ અને મુનિશ્રીએ ગુરૂજીની સેવાશુશ્રષા કરવામાં કોઈ ઊણપ રાખી ન હતી. છતાં, તેમની તબિયતે પલટો ખાધો અને વિ.સં. ૧૯૭૭માં તેઓએ સ્વર્ગારોહણ કર્યું. સૌની સાથે મુનિશ્રીને પણ ગુરુવિરહનું દુ:ખ હતું. થોડા સમયમાં જ સંધે સાયલા પ્રયાણ કર્યું. ત્યાં તેઓ ત્રણ દિવસના ઉપવાસ ગ્રહણ કરી એક ભોંયરામાં ચિતનમગ્ન દશામાં બેસી રહ્યા. આથી શરીર પર ઠંડી અને ભેજની વિપરીત અસર થઈ અને “વા”ની બીમારી લાગુ પડી. પણ યુવાવસ્થામાં શરીરને કસવું અને શાતાશીલિયા ના થવું, શરીરની બહુ આળપંપાળ ના કરવી તેવી મુનિરાજની દઢ માન્યતા હતી. પોતાની દઢતાની પરીક્ષાનો આ એક નવતર પ્રયોગ હતો.
મુંબઈગરાઓનું આકર્ષણ : મુનિશ્રીનું ભવ્ય વ્યક્તિત્વ, તેમની પદ્યમય શૈલી, વિશાળ દષ્ટિ, બુલંદ છતાં મીઠો સ્વર, સુધારાવાદી વિચારધારા, સમાજવિકાસની ધગશ વગેરે અનેક ગુણોને લીધે મુંબઈના સંધની ચાતુર્માસ માટે સતત માગાગી રહેતી. અને મુનિશ્રીને વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ ઘાટકોપરમાં કરવાની સ્વીકૃતિ આપવી પડી.
Page #3
--------------------------------------------------------------------------
________________
કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ
તેમનાં પ્રવચનોમાં જે મોટી હાજરી થતી તે પરથી ખ્યાલ આવતો કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કેલી મોટી સંખ્યામાં જૈનો અહીં આવીને વસ્યા હતા. આ ચાતુર્માસમાં સ્થાનક્વાસૌ ઉપાશ્રયની ભવ્ય ઇમારતનો પાયો નંખાયો. સમસ્ત જૈન સમાજમાં ધર્મજાગૃતિની સરસ લહેર વ્યાપી ગઈ. અહીં તેઓએ અ.ભા.સ્થા. જૈન કૉન્ફરન્સને પણ સંબોધી હતી.
૧૧૫
વિ. સં. ૧૯૮૩નું ચાતુર્માસ લીંબડીમાં થયું. ત્યાં શ્રી ચુનીલાલજી મુનિની દીક્ષા થઈ. ત્યાર પછી વિ. સં. ૧૯૮૪માં વાંકાનેરનું ચાતુર્માસ કરી, ૧૯૮૫માં મોરબીમાં શ્રી શિવલાલજી(સંતબાલજી)ની દીક્ષા થઈ. ૧૯૮૯નું ચાતુર્માસ આગ્રામાં હતું, દરમિયાન અજમેર સંમેલનમાં તેઓએ લીંબડી સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું. વિ. સં. ૧૯૯૧માં ઘાટકોપર અને ૧૯૯૨માં કાંદાવાડીમાં તેઓના ચાતુર્માસ થયા. બોરીવલીમાં ૨૦૧૪ અને ૨૦૧૫ના જે ચાતુર્માસ થયા તેમાં ધાર્મિક જાગૃતિ સાથે અનેક સામાજિક અને લોકોપયોગી કાર્યો પણ થયાં. બોરીવલીમાં તે સમયે મધ્યમ અને ગરીબ વર્ગના જૈન વસના, પણ તેઓની ધર્મ પ્રત્યેની લગન અને શ્રદ્ધા તથા સંપ રાખીને કાર્ય કરવાની ભાવના અદમ્ય હતી. આ કારણથી જ આ ચાતુર્માસમાં ધર્મજાગૃતિ, યુવાપ્રવૃત્તિ, મહિલામંડળની પ્રવૃત્તિઓ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર થઈ.
છેલ્લા ત્રણ ચાતુર્માસ અને બીમારી : વિ. સં ૨૦૧૪નું ચાતુર્માસ પૂર્ણ કરીને મહારાજશ્રી વતન તરફ જવાની ગણતરીથી વજેશ્વરી પધાર્યા, જ્યાં રહેવા માટે આશ્રમ, સેનેટોરિયમ વગેરેની સારી વ્યવસ્થા હતી. પરંતુ અહીંના દોઢ મહિનાના નિવાસ દરમિયાન તેઓનું સ્વાસ્થ્ય વા અને શરદીને લીધે બગડી ગયું. ડૉ. સૂચકની સલાહથી પાછો બોરીવલી ફરવાનો નિર્ણય લેવાયો, જેથી સારવાર વધારે સારી રીતે થઈ શકે. પૂજ્યશ્રીની અસ્વસ્થ તબિયતના સમાચાર સાંભળી હંસાકુમારી મહાસતીજી આદિ અમદાવાદથી ઉગ્ર વિહાર કરી વજેશ્વરી થઈ બોરીવલી આવી પહોંચ્યા. વિ. સં ૨૦૧૫ના આગામી ચાતુર્માસ માટે વતનમાં પહોંચાય તેટલો સમય નહોતો અને પૂજ્યશ્રીને બોરીવલીના સમાજ તરફથી ચાતુર્માસનો ધણો આગ્રહ હતો, તેથી ચાતુર્માસ બોરીવલીમાં કરવાનું નક્કી થયું. નિવૃત્તિ અર્થે શાંતિથી રહી શકાય તે હેતુથી આ આતુર્માસ ઉપાશ્રયમાં ન કરતાં કૃષ્ણકુંજ નામના એક મકાનમાં કર્યો. મહાસતીઓનો ચાતુર્માસ ઘાટકોપરમાં થયો. અહીંના નિવાસ દરમિયાન તેમને નાનો હૃદયરોગનો હુમલો (હાર્ટ– ઍટેક) થયેલો, પરંતુ ડૉક્ટરોની જહેમતથી અને પાપકર્મનો ઉદય શાંત થવાથી પૂજયશ્રીની બિયત સારી થઈ ગઈ અને ચાતુર્માસ પૂરો થતાં ગુજરાત તરફ તેમનો વિહાર ચાલુ થયો, યથા સમયે સંધ લીંબડી પહોંચી ગયો. રસ્તામાં વીરમગામ નજીક ફરીથી હૃદયરોગનો નાનો હુમલો થયો હતો, પણ ધીરે ધીરે તિબયત થોડી સુધરી કે ફરી પાછા ગુરુદેવ પ્રવચન, લાઇબ્રેરી, વિદ્યાશાળા વગેરેનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. અહીંથી ચાતુર્માસ પૂરો કરી વર્તમાન જીવનના છેલ્લા વિહાર માટે સાયલા તરફ પ્રયાણ કર્યું.
સાયલામાં સ્થિરવાસ અને અંતિમ દિવસો : છેલ્લા ચાર ચાતુર્માસ પૂ. મહારાજશ્રીએ સાયલામાં જ કર્યાં. ૮૭મી જન્મજયંતી પૂ. સંતબાલજી, પૂ. ચુનીલાલજી મુનિ તથા અન્ય મહાસતીઓ અને શ્રાવકોની હાજરીમાં પ્રાર્થના, પ્રવચન, ભક્તિ
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
આદિથી ઉજવવામાં આવી. ત્યાર પછી પૂ. સંતબાલજી તો દિલ્હી અને કલકત્તા(ભવાનીપુરા)નાં ચાતુર્માસ અર્થે જતા રહ્યા પણ પૂ. ચિતમુનિને તો “ગુરુદેવ” જ સર્વસ્વ હોવાથી તેઓ તેમની સાથે જ રહ્યા. અહીંના તેઓશ્રીના સ્થિરવાસ દરમિયાન વિવિધ સ્થળોએથી સેવા, દર્શન અને સત્સંગ અર્થે મહાસતીજીઓ તથા શ્રાવકોનો પ્રવાહ ચાલુ જ રહો. આખરે વસમી વિદાયનો અને મહાપ્રયાણનો દિવસ આવી પહોંચ્યો.
“કર લે સિગાર ! ચતુર અલબેલી
સાજનકે ઘર જાના હોગા.' વિ. સં. ૨૦૨૧ના માગશર વદ ૯ને રવિવારે સવારના તેઓએ પ્રાર્થના અને પ્રવચન કરી, નિત્યક્રમથી પરવારી, પ્રતિક્રમણ કરી લીધું. પરંતુ સાંજની પ્રાર્થનામાં ન બેસી શક્યા. તેમણે છાતીમાં દુખાવાની વાત કરી. એટલામાં તો શ્વાસ પણ જોરશોરથી ચાલવા લાગ્યો. સુરેન્દ્રનગરથી ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી, પણ તે પહેલાં તો પૂ. મહારાજશ્રીએ ચાર શરણાને–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણિત ધર્મને-સ્વીકારવાનો સંકેત કરી દીધો અને રાત્રે ૧૦-૨૫ મિનિટે મહાપ્રયાણ કર્યું.
આના સમાચાર વીજળીની માફક ચારે બાજુ પહોંચી ગયા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, હૈદ્રાબાદ વગેરે અનેક સ્થળોએથી લોકો અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યા અને આવા નાના ગામમાં દશ હજારથી ઉપરની સંખ્યા એકત્રિત થઈ ગઈ. “જય જય નંદા, જય જય ભદ્રા'ના જયનાદો વર આ જ્યોતિર્મય આત્માના દેહના અવશેષો પંચમહાભૂતમાં મળી ગયા.
આમ એકંદરે ૬૪ વર્ષનું દીર્ધ સંયમી જીવન વિતાવી, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ વગેરે પ્રદેશોમાં જૈન-જૈનતર સમસ્ત જનતામાં સદાચાર, નિર્બસનતા, માનવધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કારો રેડીને મહારાજે ચિરવિદાય લીધી.
મુખ્ય શિષ્યો: પૂ. મહારાજશ્રીએ મુનિશ્રી ચુનિલાલજીને વિ.સં. ૧૯૮૩માં અને મુનિશ્રી સંતબાલજીને વિ. સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. બંને શિષ્યોની ગુરુભક્તિ અદભૂત હતી. પૂ. ચુનિલાલજી મુનિમાં પરંપરાગત સંસ્કારોની સાથે સાથે ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવનું વધારે પ્રતિબિંબ પડે છે. આજે ૬૦ વર્ષના દીર્ધ દીક્ષા જીવન પછી પણ તેઓ મહારાજશ્રીના શિષ્યો અને સંધનું વિધિવત્ પાલન અને અનુશાસન પોતાની અપાર ધીરજ અને કરુણાથી સુંદર રીતે કરી રહ્યા છે. સ્વ. મુનિશ્રી સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું, તેથી પોતાની ચર્યાના નિયમોનું પાલન કરતાં કરતાં તેઓ વિશ્વ વાત્સલ્યના ભાવથી પ્રેરાઈને સમગ્ર ભારનીય સંસ્કારો, રાષ્ટ્રીયતા, ગાંધીજીની વિચારધારા અને સમાજોદ્ધારનાં કાર્યો પ્રત્યે અભિમુખ થયા હતા. તેમના સમગ્ર જીવનમાં આ વિચારધારા સ્પષ્ટપણે પ્રતિબિબિત થાય છે. ચીંચણના આશ્રમમાં તેમણે શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી, પૂ. શ્રી નાનચંદ્રજી અને શ્રી જવાહરલાલજીના નામે ચાર મુખ્ય વિભાગોનું આયોજન કર્યું. આમ આ શિષ્ય યુગલે પૂ. મહારાજશ્રીની વિચારધારા અને સત્કાર્યોની ભાવનાની જયોતને જલતી રાખીને પોતાના ગુરુનું ઋણ
અદા કર્યું.
Page #5
--------------------------------------------------------------------------
________________
કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ
૧૧૭
શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સુંદર કાવ્યો રચવાની જન્મજાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ અભ્યાસને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં લગભગ ૪૦૦ સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે પ્રાર્થના મંદિર” અને “સુબોધ સંગીતમાળા (ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા-સંપાદિત કરેલા સંસ્કૃત કાવ્યાનંદ” (ભાગ ૧-૨-૩) તથા “માનવતાનું મીઠું જગત’ નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્ય પ્રસાદીનો રસાસ્વાદ થઈ શકે તે આશયથી કેટલીક રચનાઓ નીચે રજૂ કરી છે:
( પદ્યવિભાગ
પ્રાર્થના
(હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કચ્છમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ, અસતું આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય, પાપ, અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. ૧ બગડે ન બુદ્ધિ કુટિલકાર્યો બોધ એહ બતાવજો, વિભુ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો. ૨ પ્રભુ! સત્ય-ન્યાય-દયા-વિનય-જળ હૃદયમાં વરસાવજે, બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવજો; હે દેવના પણ દેવ ! અમ ઉર પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો. ૩ સુખ-સંપ–સજજનતા–વિન–યશ રસ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિશે ઉભરાવજો; શુભ “સંત શિષ્ય” સધાય શ્રેયો એ વિવેક વધારો, આનંદ મંગળ અર્પવાની અરજને અવધારજો. ૪
ગુરુ મહારાજને વિનંતિ ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે,
બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો;
લાયકાન ગુરુ નાલાયકમાં લાવજો રે. ગુરુ. ૧
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
તિમિર તમામ સ્થળે છવરાવ્યું, હિત—અહિત જરાય ન જણાયું, અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરુ૦ ૨ દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જૉશો; વિશાળ દૃષ્ટિ કરીને અમી વરસાવજો રે. ગુરુ૦ ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિઘ્નો આવી નડે છે; આ અગવડની સરસ દવા સમજાવજો રે. ગુરુ ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી; દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. ગુરુ ૫ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો; શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. ગુરુ ૬ જન્મ મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા; ‘સંત શિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. ગુરુ૦ ૭ વિરા (રાગ-પીલુ અથવા આશા)
આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે, ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. સદ્ગુરુસંગ કરે કોઈ વિરલા, અમૃત ફલ કોઈ વિરલા ખાવે. અંતરમાં જાગે જન વિરલા, કર્માદળોને વિરલા હઠાવે. તજવાનું ત્યાગે કોઈ વિરલા, શાન નદીમાં વિરલા નહાવે. આતમ રમણ કરે કોઈ વિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. સમજે આત્મસમા સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે. અર્પી દે પ્રભુ અર્થે વિરલા, ‘સંત શિષ્ય ' વિરલા સમજાવે. ગદ્યવિભાગ
આતમ
આતમ
આતમ
આતમ૦
આતમ૦
આતમ૦ આતમ૦
અધ્યાત્મ બોધ :
(૧) જીવન અને ધન : વિવેકપૂર્વકની વિચારણા : માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધું સૌંદર્ય આભાને લીધે છે. શરીર અને આભૂષણોની કિંમત આભાને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે.
હૃદયમાં માણસાઈના દીવા પ્રગટાવજો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થોડી વાર વિરામ લેતાં શીખજો. .. . ફક્ત પેટ ભરવા માટે રાતદિવસ વ્યવસાયમાં ઘાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશું મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા
Page #7
--------------------------------------------------------------------------
________________
કવિરત્ન શ્રી નાનાંદ્રજી મહારાજ
૧૧૯
જવું, એ શું બરાબર છે? જીવન શા માટે ? આવ્યા શા માટે ? કત્યાંથી આવ્યા ? પાછા કાં જવાનું ? સાથે શું શું આવવાનું ? આપણે કોણ ? શું કરીએ છીએ ? આ બધા આત્માં સંબંધી વિચારો નવરાશ મળ્યે કરતાં રહેશો.
હંમેશાં સત્સંગ, સાંચન કરતા રહેવું. તમારું શ્રેય તેમાં છે. બાકી તો આ બધાં દૃશ્યો એક વખત નકામાં થવાનાં છે. ત્રુટિઓ તો માનવમાત્રમાં હોય પણ શ્રેયાર્થીએ ગુણગ્રાહક થવું. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનું કહેશો.
(૨) સત્સંગ, સાંચન અને સદ્ગુણ દ્વારા પ્રભુમય જીવન : પ્રભુ સન્મુખ થવાનો પ્રયાસ સતત રાખવો. એ જ ઉપયોગ, એ જ ચિંતન, એ જ લગની, એવાં જ વાંચનો, એવો જ સંગ એ બધાં નિમિત્તો મદદગાર થાય છે. વાંચનથી વધુ વખત ચિંતનમાં ગાળવો. આસક્તિ ઘટે, સેવાભાવ વધે, વાણી—વિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશો. દયા, પ્રેમ, સેવા, ભક્તિના રસો પ્રગટાવવા માટે તમોને મળેલા બધા યોગ સારા છે. માટે આ ભાવોનો વિકાસ થાય એ ખૂબ લક્ષમાં રાખશો.
(૩) સ્વરૂપના શાનથી મૃત્યુ પર વિલ્ક્ય : જીવનનો વિકાસ એ જ જીવનનું રહસ્ય છે, વિકાસનો ઉપાય સદ્વિચાર અને સદ્વિચાર એ સદ્વિદ્યાનું પરિણામ છે. સમય, શક્તિ, સાધન અને સમજણનો દુરુપયોગ ન થાય તેવી કાળજી તે પણ સદ્વિચારથી ઉદ્ભવે છે. મુનશીલ પદાર્થના અતિ અને હંમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જેવો પામર અને ભયગ્રસ્ત બન્યો છે. આત્મા પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે સ્વભાવે જોતાં અમર અવિનાશી છે. પોતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે.
(૪) સાધનામાર્ગ : દૃષ્ટિ : ભક્તિ : નામસ્મરણ : સાધનાનો અમૂલ્ય સમય અને અમૂલાં સાધનોનો સદુપયોગ કરવા, અંતર્દષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશો. ખૂબ લક્ષપૂર્વક ભાવપ્રતિક્રમણ કરીને, હૃદય શુદ્ધ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમનું નામોચ્ચારણ કરતાં કરતાં શયન કરશો. પરમાત્માના નામસ્મરણમાં અમોધ શક્તિ છે. અજબ તાકાત છે. માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમ જોઈએ.
બધામાં અતૂટ સંપ, ઐકય જળવાઈ રહે એવું મધુર, મીઠું, પ્રેમાળ, નિર્દેભી વર્તન રાખશો. ઉપયોગી અભ્યાસની, અનુભવની-પ્રેમના પ્રવાહોની–મોજ માણતા રહેશો. કદીએ નિરુત્સાહી, નિરાશાવાદી, હતવીર્ય, હતપ્રભ ન થશો. સદાય આનંદમાં પ્રસન્નચિત્ત રહો એ જ ભલામણ છે.
(૫) વકતાઓના જીવનમાં અનુભવન્યા : સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે, તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પોતાની જાતને શોધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી શકે અને મેળવે તો કાંઈક આપી શકે. કોઈને
'
Page #8
--------------------------------------------------------------------------
________________ 120 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ક્રિયાનું, કોઈને આચારનું, કોઈને શાસ્ત્રો ભણવાનું તો કોઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ જ નથી! વિવિધલક્ષી સંસ્થાઓનું પ્રદાન : પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થાઓની યાદી : (1) સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી ભુવન, લીંબડી (વિ. સં. 1970) (2) શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, લબડી. 5. મહારાજશ્રી પાસે વિવિધ વિષયોનાં 7000 પુસ્તકો હતાં, તે તેમણે પુસ્તકાલયને અર્પણ કર્યા. તેમાં શેઠશ્રી અમુલખભાઈએ વિશિષ્ટ યોગદાન કરતાં તે પુસ્તકાલય એક સવોપયોગી બૃહદ્ મહાપુસ્તકાલયનું સ્વરૂપ લીધું. તેનું જાહેર ઉધ્ધાટન વિ. સં. ૨૦૦૩માં થયું હતું. ગુજરાતના શ્રેષ્ઠ પુસ્તકાલય તરીકે તેણે ઘણા પુરસ્કાર પ્રાપ્ત કરેલા છે. (3) પૂ. શ્રી નાનચંદ્રજી સાર્વજનિક મહિલા મંડળ, લીંબડી (વિ. સં. 2003) આ સંસ્થા બહેનોના સર્વાગી વિકાસની, ખાસ કરીને કેળવણી અને રોજીની તકો મળે તે માટેની પ્રશંસનીય પ્રવૃત્તિ કરે છે. (4) બોરીવલીની સંસ્થાઓ : સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રય, હૉસ્પિટલ, ઉદ્યોગ-મંદિર અને સ્વધર્મી સ્ટોર્સ. (5) પૂ. નાનચંદ્રજી પ્રાથમિક શાળા, સાયલા (સ્થાપના વિ. સં. 2009) આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, સાયલા, જામનગર, ઘાટકોપર, માંડવી-કચ્છ વગેરે અનેક નગર-ઉપનગરોમાં તેઓશ્રીની પ્રેરણાથી સામાજિક, શૈક્ષણિક કાર્યો કરનારી અનેક સંસ્થાઓનો ઉદ્દભવ થયો છે, તે બદલ સમાજ હંમેશને માટે તેમનો ઝણી રહેશે. આમ, ધર્મપ્રચાર, સમાજસુધારણા અને ચતુર્વિધ સંઘના સંગઠનને લગતાં અનેક સત્કાર્યોમાં પોતાની આગવી પ્રતિભાથી વિશિષ્ટપણે યોગદાન કરનાર, સ્વ-પરકલ્યાણરન શ્રી નાનચંદ્રજી મહારાજ પોતાની મૌલિક દીર્ધદષ્ટિથી દેશકાળને ઓળખનાર ગુજરાતના એક મહાન સાધક-સંન, પ્રસિદ્ધ કીર્તનકાર અને આધ્યાત્મિક કવિવર હતા.