SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ કવિરત્ન શ્રી નાનાંદ્રજી મહારાજ ૧૧૯ જવું, એ શું બરાબર છે? જીવન શા માટે ? આવ્યા શા માટે ? કત્યાંથી આવ્યા ? પાછા કાં જવાનું ? સાથે શું શું આવવાનું ? આપણે કોણ ? શું કરીએ છીએ ? આ બધા આત્માં સંબંધી વિચારો નવરાશ મળ્યે કરતાં રહેશો. હંમેશાં સત્સંગ, સાંચન કરતા રહેવું. તમારું શ્રેય તેમાં છે. બાકી તો આ બધાં દૃશ્યો એક વખત નકામાં થવાનાં છે. ત્રુટિઓ તો માનવમાત્રમાં હોય પણ શ્રેયાર્થીએ ગુણગ્રાહક થવું. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનું કહેશો. (૨) સત્સંગ, સાંચન અને સદ્ગુણ દ્વારા પ્રભુમય જીવન : પ્રભુ સન્મુખ થવાનો પ્રયાસ સતત રાખવો. એ જ ઉપયોગ, એ જ ચિંતન, એ જ લગની, એવાં જ વાંચનો, એવો જ સંગ એ બધાં નિમિત્તો મદદગાર થાય છે. વાંચનથી વધુ વખત ચિંતનમાં ગાળવો. આસક્તિ ઘટે, સેવાભાવ વધે, વાણી—વિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશો. દયા, પ્રેમ, સેવા, ભક્તિના રસો પ્રગટાવવા માટે તમોને મળેલા બધા યોગ સારા છે. માટે આ ભાવોનો વિકાસ થાય એ ખૂબ લક્ષમાં રાખશો. (૩) સ્વરૂપના શાનથી મૃત્યુ પર વિલ્ક્ય : જીવનનો વિકાસ એ જ જીવનનું રહસ્ય છે, વિકાસનો ઉપાય સદ્વિચાર અને સદ્વિચાર એ સદ્વિદ્યાનું પરિણામ છે. સમય, શક્તિ, સાધન અને સમજણનો દુરુપયોગ ન થાય તેવી કાળજી તે પણ સદ્વિચારથી ઉદ્ભવે છે. મુનશીલ પદાર્થના અતિ અને હંમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જેવો પામર અને ભયગ્રસ્ત બન્યો છે. આત્મા પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે સ્વભાવે જોતાં અમર અવિનાશી છે. પોતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે. (૪) સાધનામાર્ગ : દૃષ્ટિ : ભક્તિ : નામસ્મરણ : સાધનાનો અમૂલ્ય સમય અને અમૂલાં સાધનોનો સદુપયોગ કરવા, અંતર્દષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશો. ખૂબ લક્ષપૂર્વક ભાવપ્રતિક્રમણ કરીને, હૃદય શુદ્ધ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમનું નામોચ્ચારણ કરતાં કરતાં શયન કરશો. પરમાત્માના નામસ્મરણમાં અમોધ શક્તિ છે. અજબ તાકાત છે. માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમ જોઈએ. બધામાં અતૂટ સંપ, ઐકય જળવાઈ રહે એવું મધુર, મીઠું, પ્રેમાળ, નિર્દેભી વર્તન રાખશો. ઉપયોગી અભ્યાસની, અનુભવની-પ્રેમના પ્રવાહોની–મોજ માણતા રહેશો. કદીએ નિરુત્સાહી, નિરાશાવાદી, હતવીર્ય, હતપ્રભ ન થશો. સદાય આનંદમાં પ્રસન્નચિત્ત રહો એ જ ભલામણ છે. (૫) વકતાઓના જીવનમાં અનુભવન્યા : સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે, તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પોતાની જાતને શોધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી શકે અને મેળવે તો કાંઈક આપી શકે. કોઈને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org '
SR No.249015
Book TitleKaviratna Nanchandraji Maharaj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size388 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy