________________ 120 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ક્રિયાનું, કોઈને આચારનું, કોઈને શાસ્ત્રો ભણવાનું તો કોઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ જ નથી! વિવિધલક્ષી સંસ્થાઓનું પ્રદાન : પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થાઓની યાદી : (1) સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી ભુવન, લીંબડી (વિ. સં. 1970) (2) શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, લબડી. 5. મહારાજશ્રી પાસે વિવિધ વિષયોનાં 7000 પુસ્તકો હતાં, તે તેમણે પુસ્તકાલયને અર્પણ કર્યા. તેમાં શેઠશ્રી અમુલખભાઈએ વિશિષ્ટ યોગદાન કરતાં તે પુસ્તકાલય એક સવોપયોગી બૃહદ્ મહાપુસ્તકાલયનું સ્વરૂપ લીધું. તેનું જાહેર ઉધ્ધાટન વિ. સં. ૨૦૦૩માં થયું હતું. ગુજરાતના શ્રેષ્ઠ પુસ્તકાલય તરીકે તેણે ઘણા પુરસ્કાર પ્રાપ્ત કરેલા છે. (3) પૂ. શ્રી નાનચંદ્રજી સાર્વજનિક મહિલા મંડળ, લીંબડી (વિ. સં. 2003) આ સંસ્થા બહેનોના સર્વાગી વિકાસની, ખાસ કરીને કેળવણી અને રોજીની તકો મળે તે માટેની પ્રશંસનીય પ્રવૃત્તિ કરે છે. (4) બોરીવલીની સંસ્થાઓ : સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રય, હૉસ્પિટલ, ઉદ્યોગ-મંદિર અને સ્વધર્મી સ્ટોર્સ. (5) પૂ. નાનચંદ્રજી પ્રાથમિક શાળા, સાયલા (સ્થાપના વિ. સં. 2009) આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, સાયલા, જામનગર, ઘાટકોપર, માંડવી-કચ્છ વગેરે અનેક નગર-ઉપનગરોમાં તેઓશ્રીની પ્રેરણાથી સામાજિક, શૈક્ષણિક કાર્યો કરનારી અનેક સંસ્થાઓનો ઉદ્દભવ થયો છે, તે બદલ સમાજ હંમેશને માટે તેમનો ઝણી રહેશે. આમ, ધર્મપ્રચાર, સમાજસુધારણા અને ચતુર્વિધ સંઘના સંગઠનને લગતાં અનેક સત્કાર્યોમાં પોતાની આગવી પ્રતિભાથી વિશિષ્ટપણે યોગદાન કરનાર, સ્વ-પરકલ્યાણરન શ્રી નાનચંદ્રજી મહારાજ પોતાની મૌલિક દીર્ધદષ્ટિથી દેશકાળને ઓળખનાર ગુજરાતના એક મહાન સાધક-સંન, પ્રસિદ્ધ કીર્તનકાર અને આધ્યાત્મિક કવિવર હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org