SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ ૧૧૭ શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સુંદર કાવ્યો રચવાની જન્મજાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ અભ્યાસને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં લગભગ ૪૦૦ સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે પ્રાર્થના મંદિર” અને “સુબોધ સંગીતમાળા (ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા-સંપાદિત કરેલા સંસ્કૃત કાવ્યાનંદ” (ભાગ ૧-૨-૩) તથા “માનવતાનું મીઠું જગત’ નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્ય પ્રસાદીનો રસાસ્વાદ થઈ શકે તે આશયથી કેટલીક રચનાઓ નીચે રજૂ કરી છે: ( પદ્યવિભાગ પ્રાર્થના (હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કચ્છમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ, અસતું આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય, પાપ, અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. ૧ બગડે ન બુદ્ધિ કુટિલકાર્યો બોધ એહ બતાવજો, વિભુ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો. ૨ પ્રભુ! સત્ય-ન્યાય-દયા-વિનય-જળ હૃદયમાં વરસાવજે, બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવજો; હે દેવના પણ દેવ ! અમ ઉર પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો. ૩ સુખ-સંપ–સજજનતા–વિન–યશ રસ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિશે ઉભરાવજો; શુભ “સંત શિષ્ય” સધાય શ્રેયો એ વિવેક વધારો, આનંદ મંગળ અર્પવાની અરજને અવધારજો. ૪ ગુરુ મહારાજને વિનંતિ ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે, બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો; લાયકાન ગુરુ નાલાયકમાં લાવજો રે. ગુરુ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249015
Book TitleKaviratna Nanchandraji Maharaj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size388 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy