Book Title: Jina Arishtanemi Sambandh Tran Aprakshit Stava
Author(s): Priti Pancholi
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249347/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જિન અરિષ્ટનેમિ સંબદ્ધ ત્રણ અપ્રકાશિત સ્તવ પ્રીતિ પંચોલી (રૂ.) મુનિવર પુણ્યવિજયજીના સંગ્રહમાંથી અલગ અલગ ત્રણ કત્તઓ રચિત ત્રણ નેમિનાથdવ અહીં પ્રકાશનાર્થે લીધાં છે, જેના કત્તાં અનુક્રમે અંચલગચ્છીય ઋષિવર્ધનસૂરિ, સંભવત: કલ્યાણ નામક કવિ, અને કોઈ અજ્ઞાત કવિ છે. પહેલું અને ત્રીજું સ્તોત્ર રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિને સંબોધાયેલું છે. પ્રથમ સ્તવના પ્રણેતા જયકીર્તિસૂરિના શિષ્ય ઋષિવર્ધનસૂરિ છે. આ સૂરિએ અતિશયપંચાશિકા અપરનામ જિનાતિશયપંચાશિકાની રચના કરેલી. તદુપરાંત તેમણે ચિતોડમાં સ૧૫૧૨(ઈસ. ૧૪૫૬)માં મરુગુર્જર ભાષામાં નલદવદંતિરાસ પણ રચ્યો છે, જેની ગ્રંથપ્રશસ્તિ આ પ્રમાણે છે. શ્રીય અંચલગચ્છનાયક ગણધર, ગુરૂશ્રી જયકીરતિસૂરીવર જાસ નામિ નાસઈ દુરિત તાસુ સસ ઋષિવર્લ્ડન સૂરિઈ, કઉ કવિત મન આનંદ પૂરિઈ નવરાય દવદંતી ચરિત. સંવત પનરબારોત્તર વરસે, ચિત્રકૂટ ગિરિનગર સુવાસે, શ્રી સંઘ આદર અતિ ઘણઈએ એહ ચરિત જે ભણઈ ભણાવઈ, રિદ્ધિ વૃદ્ધિ સુખ ઉષ્ણવ આવઈ, નિતુનિ મંદિર તસ તણઈએ. ઋષિવર્ધનસૂરિએ સ્તુતિ-સ્તવો પણ રચેલાં છે. વંશસ્થ વૃત્તમાં ૧૦ અને છેલ્લું શાર્દૂલવિક્રીડિતમાં એમ કુલ ૧૧ પધમાં નિબદ્ધ અહીં પ્રસ્તુત એમનું રચેલું ‘નેમિનાથ-સ્તવ' પદાંત ચમકોનું એક પ્રૌઢ ભક્તિકાવ્ય છે. જેના પ્રત્યેક શ્લોકનું અંતિમ યમકાંકિત ચરણ ધ્રુવપદ રૂપે રચેલું છે : યથા : नेमि स्तुवे रैवत केतके तके ॥१॥ પ્રસ્તુત ચરણથી આ સ્તવ રેવતાચલ0 ભગવાન અરિષ્ટનેમિને ઉદ્દેશીને રચાયેલું જણાય છે. સ્તોત્રમાં યમકોનો પ્રયોગ થયેલો હોઈ સંપૂર્ણ ભાવાર્થ પ્રાપ્ત કરવા માટે વૃત્તિ અથવા અવસૂરિની પ્રાપ્તિ થવી આવશ્યક છે. ૧૧માં, એટલે આખરી પધમાં, કર્તાએ સ્વગચ્છનું તો નામ નથી આપ્યું પણ પોતાનું તથા ગુરુનું નામ જણાવ્યું છે. તેઓ જયકીર્તિના શિષ્ય ઋષિવર્ધન હતા. (જયકીર્તિસૂરિ અંચલગચ્છના હતા અને મોટે ભાગે તેઓ પ્રસિદ્ધ મેરતંગસુરિની પરંપરામાં થઈ ગયા હતા.) પ્રસ્તુત રચના વિધિપક્ષ-અંચલગચ્છના ઋષિવર્ધનની (અને એથી પ્રાય: ૧૫મા શતકની મધ્યભાગના અરસાની) હોવાનું સ્પષ્ટ છે, અને તે બુરહાનપુરમાં મુનિ સહસ્રસુંદરના પઠન માટે લખાઈ હોવાની નોંધ પ્રતને અંતે લેવાઈ છે. (આ પ્રત ઈસ્વી ૧૬મા સૈકાની હોવાનો સંભવ છે.) Page #2 -------------------------------------------------------------------------- ________________ १६६ लिन भरिटनेमि सं.... Nirgrantha (अञ्चलगच्छीय) श्री ऋषिवर्धनसूरिविरचितं श्रीरैवताचलनेमिनाथस्तवम् (वंशस्थवृत्तम्) समुल्लसद्भक्तिसुराः सुरासुरा धिराजपूज्यं जगदंगदंगदम् । हरन्तमीहारहितं हितं हितं नेमि स्तुवे रैवत केतके तके ॥१॥ बिभर्ति यस्य स्तवने वने वने रीसेर संयद्रसना सना सना । सिद्धेर्भवेन्नन्ववरो वरो वरो नेमि स्तुवे रैवत केतके तके ॥२॥ यश: पटस्य प्रभवे भवे भवे भवत्प्रभावप्रगुणा गुणा गुणा: । यस्याति हर्ष सुजनं जनं जनं नेमि स्तुवे रैवत केतके तके ॥३॥ जिगाय खेलस्तरसा रसा रसा तिरेकजाग्रन्मदनं दनं दनं । यो बाहुदण्ड विनयं नयं नयं नेमि स्तुवे रैवत केतके तके ॥४॥ येनाराजीभयतो यतो यतो ऽवगत्य तत्त्वं दुरितारितारिता । स कस्य नेष्टः सदयो दयो दयो नेमि स्तुवे रैवत केतके तके ॥५॥ सुरा अपि प्रोन्नतया तया तया रूपस्य यस्या मुमुहुर्मुहुर्मुहुः । यस्योग्रजानाप्यजनी जनी जनी नेमिं स्तुवे रैवत केतके तके ।।६।। भवे प्रनाभानवमे वमे वमे जहासि तत् किं वदमा दमा दमा ! यस्येति भोज्या सहसा हसा हसा नेमि स्तुवे रैवत केतके तके ॥७॥ वनेऽत्र दीक्षा जगृहे गृहे गृहे। स्थित्वा [च] दत्वा कनकं न के न कम् ? | संतोष्य येना ममता मता मता नेमि स्तुवे रेवत केतके तके ॥८॥ , Page #3 -------------------------------------------------------------------------- ________________ Vol. III 1997-2002 પ્રીતિ પંચોલી धर्मस्य तत्त्वे भवतोऽवतो वतो द्यमो विधेयो जगदे गदे गदे । येनामिनां संयमिनामिनामिना नेमिं स्तुवे रैवत केतके तके ॥९ ॥ शरीरशोभातिघनाघनाघना प्रतापदीप्तिस्तरुणारुणारुणा । यस्योल्लसिता सिता सिता स्तुवे रैवत केतके तके ॥१० ॥ ( शार्दूलविक्रीडितम्) तर्कव्याकरणागमादिचतुरस्फूर्जत्सुधासारवाक् पूज्यश्रीजयकीर्त्तिसूरि सुगुरुध्यानैकतानात्मना । सूरिश्रीऋषिवर्धनेन रचिता त्रैलोक्यचिन्तामणेः श्रीनेमेर्यमकोज्ज्वला स्तुतिरियं देयात् सतां मङ्गलम् ॥११॥ इति श्री विधिपक्षमुख्याभिधानश्रीमदञ्चलगच्छे ऋषिवर्धनसूरिकृतं श्री नेमिनाथस्तवम् । लि. बरहानपुरमध्ये मुनि सहस्रसुन्दरवाचनाय || वाणी च (२) આ બીજી સ્તુતિ ‘કલ્યાણ' નામક કોઈ જૈન કવિની હોય તેમ લાગે છે. પ્રસ્તુત ‘કલ્યાણ’ તે ૧૭મા સૈકામાં થઈ ગયેલા તપાગચ્છીય મુનિ કલ્યાણવિજય હશે કે અન્ય કોઈ તે વિશે કોઈ નિર્દેશાત્મક પ્રમાણ પ્રાપ્ત થયું નથી તેમના સમય વિશે પણ કોઈ જ સ્પષ્ટતા નથી. આદિ પદ્ય અનુષ્ટમાં છે; પછીના ૧૪ ઉપજાતિમાં पांध्यां छे. ૧૬૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ Nirgrantha जिन रिटनेमि संमत.... (श्री कल्याण कर्तृक ?) श्रीनेमिनाथस्तुति (अनुष्टुभ् छन्दः) श्री नेमिस्वामिनं नौमि जगदीश्वरमव्ययम् । अर्हन्तरिहमाप्तमरोहन्तं निरञ्जनम् ॥१॥ (उपजाति छन्दः) सद्भूतभक्त्या सकलैः सुरेन्द्रैः सदेववृन्दैः परिवन्दिताड्रिम् । जगद्धितोपायमपायमुक्त मव्यक्तमाद्यं मुनिमेनमीडे ॥२॥ मनोरथैर्नाथ ! पर: सहौः , समीहिताया भुवने दुरापा । साऽद्य त्वदीयाङिसरोजसेवा, वाऽऽप्ये मयाऽहो मम भाग्ययोगः ॥३॥ किं कल्पवल्ली यदि वा त्रिलोक्या __ आनन्दसर्वस्वमियं सुधा वा । मूर्तिस्तवाऽसौ वितनोति दृष्ट मात्रैव मे विस्मयमेवमीश ॥४॥ मुहुर्मुहुर्वीक्षणतश्च मन्ये साक्षादसौ ते किल मुक्त्यवस्था । यामीक्षमाणा: शिवशर्ममग्नं सन्तः स्वमत्रापि हि मन्वते यत् ।।५।। त्वमेव शम्भुर्भुवनादिभेदी विभुः स्वयम्भूर्भवभीतिभेत्ता । वेत्ता च वक्ता च सतां हितानां देव ! त्वमेवात्र परो न कश्चित् ॥६॥ विश्वत्रयी वत्सल ! वाञ्छितार्थ प्रदेशनेप्रत्यलमाप्तमेकम् । भीमे भवारण्यपथे भवन्तं, श्रये शरण्यं करुणाम्बुराशे ॥७॥ विष्वग् विषावेगवदुत्तरङ्गा मुहुर्मुहुर्मोह विमूर्छना मे । चैतन्यमन्तस्तिरयन्ति तात ! कुतो हताशोऽस्मि भवत्यपीशो ॥८॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ Vol. III - 1997-2002 પ્રીતિ પંચોલી अनन्तसंसारपथाध्वनीनं हीनगुणैर्मामत एव दीनम् । दयाम्बुधे ! देव ! दयाहमेतं विलोकय स्वीयदृशैकवारम् ॥९॥ संसारकारागृहदुःस्थितस्य __ कर्माष्टकोद्यन्निगडान्वितस्य । दुष्टां दशां नाशय मे त्रिलोकी राज ! प्रसाद्यास्य ! सुदीनवाचः ॥१०॥ विश्वैकबन्धो ! विधिसेवकानां, मामोक्षलाभाभ्युदयप्रदेन । अनंतवेत्त: भगवन् भवेयं सना सनाथो (जिन !) देव देव ! ॥११॥ नीतोऽस्मि यैरद्य तवाङ्गिपीठे पुनश्चयानि प्रतिभूप्रभाणि । त्वद्दर्शने मे जगदीश ! नेमे पुण्यानि तान्येव चिरं जयन्तु ॥१२ ।। भावन्यवश्यं त्वयि विश्वनाथे, प्राप्तं (प्राप्ता) प्रभो ! मे प्रभुतात्मकृत्ये । कल्पद्रुमे सान्द्रफले न वै किं दरिद्रमुद्रा द्रुतमेति नाशम् ॥१३॥ अचिन्त्यचिन्तामणितो महीयो महात्म्यभाजो भवतः प्रभावात् । त्वद् भाव सम्बन्धनिबन्धनं मे, मनोरथा: सिद्धिमिमे श्रयन्तु ॥१४॥ तव प्रसादाज्जगदीश ! नेमे ! कामं महामोहतमोऽपहारि । कल्याणमाला सदैव (मंगल), त्वत्पादसेवासुखमेव मेऽस्तु ॥१५॥ भावार्थ : १. महत, शत्रुनो नाश २नास, निरंजन, संसारभरी नहि भावनाश, अव्यय (अविनाशी) સ્વરૂપ થયેલા શ્રી નેમિનાથને નમસ્કાર કરું છું. ૨. જેમનાં ચરણોને દેવવંદ સમેત ઈદ્રોએ ભક્તિપૂર્વક વંદન કર્યા છે તેવા, જગતુ હિતના ઉપાય સ્વરૂપ, અપાયરહિત, કર્મમુક્ત, અવ્યક્ત નેમિનાથને સ્તવું છું. ૩. હજારો મનોરથો પૂર્વક જેની ઇચ્છા કરાઈ છે, અને વિશ્વમાં દુર્લભ એવી તમારા ચરણકમળની સેવા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જિન અરિષ્ટનેમિ સંબદ્ધ... Nirgrantha આજે મને પ્રાપ્ત થઈ છે. અહો (એ) મારા ભાગ્યનો યોગ જ છે. ૪. હે સ્વામી ! આપની આ મૂર્તિ કલ્પવેલડી છે કે ત્રણ જગતના આનંદના ખજાનારૂપ સુધા છે કે જેને જોતાંવેંત જ આશ્ચર્ય થાય છે. ૫. વારંવાર દર્શન કરતાં મને એમ લાગે છે આ મૂર્તિ વાસ્તવમાં મુકિત અવસ્થા છે ? કે જે મૂર્તિને જોઈ રહેલા સંતો પોતાની જાતને અહીં સંસારમાં પણ શિવસુખમાં મગ્ન હોય તેમ જુએ છે. ૬. હે દેવ ! જગતના શત્રુનો નાશ (કર્મનો નાશ કરનારા તમે શંભુ છો. ભવના ભયને ભેદનારા તમે સ્વયંભૂ છો, અને સજજનોના હિતના જાણકાર અને જણાવનાર તમારા સિવાય અહીં બીજું કોઈ નથી. ૭, ભયંકર સંસાર-અટવીમાં, કરુણાના સાગર, વિશ્વવત્સલ અને વાંછિત પૂરવામાં સમર્થ, શરણ કરવા યોગ્ય એવા આપના શરણે આવ્યો છું. ૮. તમે મારા નાથ હોવ અને ચારે બાજ વિષના આવેગની જેમ મોહની મૂછનાઓ મારી ચેતનાને કેમ ડુબાડે? હે પ્રભુ! હું હતાશ થઈ ગયો છું. ૯. આથી જ ગુણહીન, દીન, અને અનંત સંસારમાર્ગના યાત્રી, દયાપાત્ર એવા મને હે દયાસાગર દેવ ! નિજ નજરે એક વાર તો નીરખો. ૧૦. સંસારરૂપી તુરંગમાં રહેલા, આઠ કર્મોની બેડીથી જકડાયેલા, જેની વાણી પણ રાંક બની છે એવી મારી દુષ્ટ દશાનો નાશ કરો. ૧૧. અનંતજ્ઞાની વિશ્વબંધુ! દેવાધિદેવ ! હે જિન ભગવનું વિધિપૂર્વક સેવા કરનારાઓને મોક્ષ પયંતનાં લાભ અને અભ્યદય આપવા (આપના) દ્વારા હું અનાથ થાઉં. ૧૨. હે જગન્નાથ નેમિનાથ ! આજે તારી ચરણપીઠમાં જે પુષ્પો વડે લવાયો છું અને તારા દર્શનમાં જે પુણ્યો સાક્ષીભૂત છે તે પુણ્યો વડે લવાયો છું, અને તારા દર્શનમાં જે પુણ્યો સાક્ષીભૂત છે તે પુણ્યો લાંબા કાળ સુધી મને મળતા રહો. ૧૩. હે વિશ્વનાથ સ્વામી ! મેં આપને વિષે જ્ઞાનનું રક્ષણાત્મક સામર્થ્ય (ભાવની પ્રભુતા) મારા માટે પ્રાપ્ત કર્યું છે. શું કલ્પવૃક્ષમાં ફળ લાગ્યા હોય તો દારિદ્રય જલદીથી નાશ ન પામે ? ૧૪. ચિંતામણિથી પણ અધિક માહાભ્યશાળી આપના પ્રભાવથી આપના પ્રત્યેના ભાવના કારણરૂપ મારા મનોરથો સિદ્ધિને પામો. ૧૫. હે જગદીશ્વર ! મહામોહરૂપી અંધકારને દૂર કરનાર હે નેમિનાથ ! આપની જ કૃપાથી મને કલ્યાણશ્રેણિના ગૃહરૂપ આપની ચરણસેવાનું સુખ સદૈવ પ્રાપ્ત થાઓ. કાવ્યદર્શન આ સ્તવમાં પ્રાસાદ ગુણને વહન કરવામાં સક્ષમ શૈલી અને છંદનો પ્રયોગ થયેલો છે તથા તે મુદ્ર મંજલ ઘોષથી સંપન્ન છે. અસમાન સ્વરસંધિનો અભાવ છે. હૃધ ભાવોથી ભરપૂર પણ છે, જે ભગવન્નેમિ પ્રત્યે એક આર્ત ભક્તની હૃદયોર્મિ વ્યક્ત કરે છે. ઉપમા, નિદર્શના, અર્થાતરન્યાસ આદિ અર્થાલંકારોનો આસ્વાધ વિનિયોગ કર્યો છે. કવિએ અત્ શબ્દના જૈન શાસ્ત્રાનુસારી ત્રણ પર્યાયો આપ્યા છે : (૧) ગઈ, (૨) મરદ, અને (૩) કરો કે જેના ક્રમશ: અર્થ થાય છે (૧) ઈંદ્રાદિની પૂજાને યોગ્ય; (૨) તેના કારણરૂપ કર્મશત્રુ વિનાશ; અને (૩) Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિ પંચોલી vol. III - 1997-2002 તેના ફૂલ સ્વરૂપ સંસારમાં અપુનરાવૃત્તિ. બીજા શ્લોકમાં અપાયરહિત અને મુક્ત થયેલા અવ્યક્ત તત્ત્વરૂપે સ્તુતિ કરી છે. પ્રારંભના બન્ને શ્લોકોમાં કવિએ અહંના ચાર અતિશયોમાંથી પૂજાતિશય (અત) અપાયનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે. છઠ્ઠા શ્લોકમાં કવિએ નેમિનાથને શંભુ, સ્વયંભૂરૂપે પણ નિરૂપ્યા છે. સાતથી દસ સુધીના શ્લોકોમાં કવિનો ભક્તહૃદયનો ઉત્કૃષ્ટ આર્તનાદ સંભળાતો રહે છે. છેવટે કવિએ જે પુણ્યપ્રતાપે ભગવાનનાં દર્શન થયાં તે જ પુણ્યને પ્રાપ્ત કરવાના મનોરથ સેવ્યા છે. ૧૭૧ (૩) ગિરનારસ્થ નેમિનાથને લગતું આ અજ્ઞાત કÇક સ્તવ માત્ર છ જ પદ્યમાં અને દ્યુતવિલંબિત વૃત્તમાં નિબદ્ધ છે. કવિએ કર્ણપેશલ પ્રાસાનુપ્રાસનો સમસ્ત સ્તવમાં પ્રયોગ કર્યો છે, તેમ ચરણાંત અનુસ્વારનો પણ પ્રયોગ કર્યો છે, જે મધ્યકાળની આવી ઘણી કૃતિઓમાં જોવા મળે છે. ચોથા ધ્રુવપદરૂપે રહેલા ચરણને છોડીને પ્રત્યેક પદ્યમાં ચરણાંત અનુસ્વારનો પ્રાયઃ પ્રયોગ થયો છે. રચના સરસ છે અને કંઠસ્થ થઈ શકે તેવી છે. સમયની દૃષ્ટિએ જોતાં કવિ અને એથી કૃતિ ઉત્તર-મધ્યકાલીન હોવાનો સંભવ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ હર जिन अरिष्टनेमि संपत.... Nirgrantha (अज्ञात कर्तृक) श्रीरैवतपतिजिननेमिनाथस्तव (दुतविलम्बितवृत्तम्) विमलकेवल केलि परायणं शमरमायदिभङ्ग) नरायणम् / नवभवागतभोगनिरञ्जन नमत नेमिजिनं जनरञ्जनम् // 1 // चतुरलोक चकोर निशाकर __ हरिकुलाम्बरदीप्तिदिवाकरम् / मदनमत्तमतङ्गजगञ्जनं नमत नेमिजिनं जनरञ्जनम् // 2 // भविकमानसवाससितच्छदं विशदकोकनदाभरदच्छदम् / विकटमोहमहाभटभजन नमत नेमिजिनं जनरञ्जनं // 3 // नतजनाऽमितकामितकारणं स्मरमहातरुवारणवारणम् / नयनमजि(जि)म(म)र्जितखञ्जनं नमत नेमिजिनं जनरञ्जनम् // 4 // स्वपदपावितपर्वतरैवतं नरसुरासुरनायक सेवितम् / स्व-तनु-भानु-वरीभवदनं नमत नेमिजिनं जनरञ्जनं // 5 // इति नुतिं गमितः शमिनायक: सकलमञ्जुलमङ्गलदायकः / सृजतु नेमिजिनो मम सर्वतो विजयमेव सदासुखकारणम् // 6 // भावार्थ : નિર્મળ કેવલજ્ઞાન, ક્રીડામાં તત્પર, નવ નવ ભવથી પ્રાપ્ત થયેલા ભોગોમાં પણ અનાસકત, ચકોર લોકોરૂપી ચકોર પક્ષી માટે ચંદ્ર સમાન, હરિવંશરૂપી આકાશમાં પ્રકાશ માટે સૂર્યસમાન, કામરૂપી મત્ત ગજને હણનારા, ભવ્યના માનસમાં વસતા હસ, ઉજ્વલ રક્તકમલ જેવી કાંતિયુક્ત જેવા હોઠ છે, વિકટ મોહરૂપી મહાન સુભટને હણનાર, ભક્તજનોનાં ઈચ્છિતોને પૂરવામાં કારણરૂપ, કામરૂપી વૃક્ષને તોડવામાં ગજરાજ સમાન અને નેત્રોની સુંદરતાથી જેનું ખંજન સુંદર બન્યું છે, જેઓનાં ચરણોથી રૈવત પર્વત (ગિરનાર) પવિત્ર બન્યો છે, જેઓ દાનવેન્દ્ર, માનવેન્દ્ર, અને સુરેન્દ્રથી લેવાયા છે. જેઓનાં શરીરની ક્રાંતિથી કાજળ પણ શ્રેષ્ઠ બન્યું છે એવા જનરંજક નેમિનિને નમસ્કાર કરો. આમ સ્તુતિ કરાયેલા, મુનિઓના નાયક, અને સમગ્ર સુંદર મંગલોના દાયક એવા નેમિજિન મને સદા સુખ(મોક્ષ)ના કારણરૂપ વિજય આપો.